માઁ-બાપે અનાથ છોકરીને પોતાની દીકરી બનાવી પણ દીકરો તેને બહેન તરીકે સ્વીકારતો ન હતો, પછી જે થયું તે …

0
571

અનાથાશ્રમમાંથી લાવેલી છોકરીને પોતાની બહેન માનવા તૈયાર ન હતો દીકરો, પછી એક દિવસ થયું એવું કે… વાંચો હૃદયસ્પર્શી કિસ્સો.

મને ક્યારેય પણ પસંદ નથી તેનું મારા ઘરે આમ આવવું-જવું. તે મહિનામાં એકાદ ચક્કર મારી લે છે, અને મમ્મી-પપ્પા એના આવવાથી ઘણા ખુશ થઈ જાય છે.

તેની અંદર તેમને બંનેને પોતાની દીકરી દેખાય છે, પરંતુ હું… હું તેને મારી બહેન નથી માનતો. અને કેમ માનું? બહેન તો મારી એક જ હતી જેને હું દીદી કહેતો હતો. મને ઘણો સ્નેહ કરતી હતી. જ્યારે મમ્મી-પપ્પા ગુસ્સે થઈ જતા અને હું ઉદાસ થઈ જતો તો તે જ મને છાતીએ ચાંપીને દિલાસો આપતી અને સમજાવતી હતી. પરંતુ તે પોતાના લગ્નના થોડાક જ મહિના પછી અકસ્માતમાં અમને બધાને છોડીને ચાલી ગઈ.

મમ્મી-પપ્પાના લાખ સમજાવ્યા પછી જ જીજાજીએ આની સાથે (એક અનાથ, અનાથાશ્રમની છોકરી) લગ્ન કરી લીધા. ચાર મહિના થયા છે તેને જીજાજીની પત્ની અને મમ્મી-પપ્પાની દીકરી બની ને. જ્યારે જુઓ ત્યારે આવી પડે છે અમારે ત્યાં.

અને આ મારા મમ્મી-પપ્પા પણ એવા છે કે કોઈ કસર નથી રાખતા તેની આગતાસ્વાગતામાં, લેવા મુકવામાં. અને તે… તે પણ ખુબ લાગણી દર્શાવે છે આ ઘર ઉપર. ગયે વખતે શ્રીકૃષ્ણ-જશોદાની મોટી પેન્ટિંગ ઉંચકી લાવી, સામે વાળી ખાલી દીવાલ માટે. જ્યારે મમ્મી-પપ્પાએ પૈસા આપવા માગ્યા ત્યારે તરત જ બોલી… “આ મારું પણ ઘર છે મારું પિયર છે…”

કરી પણ શું શકીએ… સારી બળજબરી છે તેની. આ જ અઠવાડીએ માઁ એ જણાવ્યું, “મોહન… તું મામા બનવાનો છે.”

હું તો ઘણો ખુશ થઇ ગયો. મામા બનવાનો છું એટલે નહીં. બસ હવે થોડા મહિના અહીંના ચક્કર લગાવવાના બંધ થઇ જશે એના લીધે. કારણ લે ડોક્ટરે તેને આરામ કરવાની સલાહ આપી હતી.”

પરંતુ પછી એ જ દિવસે…

હું ઓફિસે હતો અને એ દિવસે હવામાન ખુબ ખરાબ હતું. સવારથી વરસાદ વર્ષી રહ્યો હતો અને અંધારું જેવું થઈ ગયું હતું. ત્યાં જ મમ્મીનો ફોન આવ્યો. તેમણે કહ્યું, મોહન… દીકરા તારા પપ્પા… ધાબા ઉપરથી પડી ગયા. અમે તેમને હોસ્પિટલમાં લઇ જઈ રહ્યા છીએ પરંતુ આ વરસાદ…

બસ… આ સાંભળીને હું સુન્ન રહી ગયો. તરત બાઈક લઈને ભાગ્યો. પરંતુ અડધા રસ્તે જ ટાયર ફાટ્યું… અરે… હવે શું કરું… રસ્તામાં ચારે બાજુ પાણી જ પાણી… છેક દૂર દૂર સુધી કોઈ ગાડી કે રીક્ષા ના દેખાઈ. ગભરામણને કારણે હાલત ખરાબ થઈ ગઈ હતી. કેવા કેવા વિચારો આવવા લાગ્યા હતા. રડવું આવી રહ્યું હતું. હું ગાંડાની જેમ દોડવા લાગ્યો.

જેમ તેમ હોસ્પિટલ પહોંચ્યો. ત્યાં મમ્મી દેખાઈ. એ પહેલા કે હું તેમના સુધી પહોંચુ બે સ્વાસ્થ્ય કર્મચારી એક સ્ટ્રેચર પર એક બોડી લઈને સામેથી આવતા દેખાયા. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. બધું ખલાસ…

હું ત્યાં જ પડી ગયો. હે ભગવાન આ બધું શું થઈ ગયું. ત્યાં…

એ મોનુ… શું થયું… અહીં કેમ બેસી ગયો… પપ્પા ત્યાં પેલી કેબિનમાં છે. ગાંડા સારું છે હવે પપ્પાને…

મેં નજર ઉંચકીને જોયું. એ જ હતી. હું કયારેક મમ્મીને તો ક્યારેક તેને જોવા લાગ્યો. ગભરાઈશ નહીં મારા ભાઈ. હું છું ને. હું પણ નસીબ જોગ તે જ સમયે પહોંચી હતી. જોયું તો પપ્પા ધાબા ઉપરથી પડી ગયા હતા, કદાચ વરસાદને કારણે લફસી ગયા હશે. અમે તરત તેમને અહીં લઈ આવ્યા. હવે સારું છે પપ્પાને…. કહીને છાતી સાથે ચાંપી દીધો.

તે સમયે તેનો સ્પર્શ મને મમ્મી જેવો લાગ્યો. હું તારી દીદી નથી તો શું થયું… તેના જેવી તો છુંને મારા ભાઈ…

મારા મોઢેથી બસ આ જ નીકળી શક્યું… દીદી… તું દીદી જેવી નહીં… મારી દીદી છો… મારી દીદી… કહેતા હું પણ તેને બાળકની જેમ વળગી પડ્યો અને તે માઁ ની જેમ મને સ્નેહ અને લાડ કરી રહી હતી.