કામદાર જીવાની નોકરી કાયમ મડદાઘર અને પોષ્ટ મોર્ટમ રુમની રહેતી.. મોટું સરકારી દવાખાનું હતું , એટલે રોજ બે પાંચ માંદા પડેલા કે અકસ્માતના કેસના મડદા આવે.. પોષ્ટમોર્ટમ કરેલા બિકાળવા મડદા જોઈ એને બીક લાગતી નહીં..
જીવો હાથનો હલકો હતો.. આવેલ મડદાના કપડા અને સામાન તપાસી નાની મોટી રોકડ કે ચીજ વસ્તુ પર હાથમા રી લેતો.. ડા રુ પિવાનો ખરચો એમાંથી નિકળી જાય..
એ મડદાઘરની પરશાળમાં સુતો હતો , ત્યાં કહેણ આવ્યું.. ઝેરી દ વાપીયને દુનિયામાંથી વિદાય લેનાર સ્ત્રીનું મડદું લાવવાનું હતું.. રાતના ચારેક વાગી ગયા હતા.. એ સ્ટ્રેચર લઈને ગયો.. ચાદર ઓઢાડેલ મડદું લઈ આવ્યો.. પોષ્ટમોર્ટમ માટેની જગ્યાએ રાખ્યું.. તેમના સગાએ ડોક્ટર આવે એટલે તરત જ વારો લઈ લેવા આજીજી કરી.. ચા પાણીના પૈસા લઈ જીવાએ પહેલો વારો લઈ લેવાનું ગોઠવ્યું..
રોજની આદત પ્રમાણે એણે ચાદર ઉંચકાવી મડદું તપાસ્યું.. સ્ત્રીના કાનમાં સોનાના બુટિયાં પહેરેલા હતા.. એનું દિલ જોરથી ધડકવા લાગ્યું.. એણે વિચાર્યું.. ‘ એક બુટિયું કાઢી ડોકું વાળી દઉં.. ડોકું કડક થયા પછી ફરશે નહીં.. વારસદારોને ઉપલું બુટિયું દેખાશે.. એટલે કંઇ રાવ થશે નહીં.. ‘
એણે બુટિયું કાઢી લીધું.. બુટિયું ચાર પાંચ ગ્રામ જેટલું વજનદાર લાગ્યું.. એણે મનોમન હિસાબ કર્યો.. કે મોટર સાયકલના હપ્તાને બદલે આમાંથી બધી રકમ ચુકવાઈ જશે..
જીવાએ થોડા દિવસ પહેલાં , વાહનના દલાલ પાસેથી જુનું મોટરસાયકલ હપ્તેથી ખરીદ્યું હતું..
સવાર પડી.. ફરજ પરના ડોક્ટર આવ્યા.. જીવાએ એ માંગે એ પ્રમાણે સાધનો આપ્યા.. પોષ્ટમોર્ટમ પુરું થયું.. અહેવાલના કાગળો પર ડોક્ટરે સહીઓ કરી.. મડદું તેના વારસોને સોંપી દેવા જીવાને સુચના આપી.. જીવાએ વારસદાર માણસોને બોલાવ્યા.. ચાદર ઉંચી કરી સ્ત્રીનું એક તરફ નમેલું મોં બતાવ્યું.. ઉપલા કાનમાં બુટિયું દેખાતું હતું.. વારસદારે સહી કરી મડદું સંભાળી લીધું..
જીવાની પાળી પુરી થઈ.. એ મનમાં રાજી થતો થતો દવાખાનાના નોકરીયાતના વાહન રાખવાની જગ્યાએ આવ્યો.. પોતે રાખતો એ જગ્યાએ એને પોતાનું વાહન મળ્યું નહીં.. પછી આખા દવાખાનામાં તપાસ કરી , પણ મોટરસાયકલ મળ્યું નહીં.. એને ખાતરી થઈ ગઇ કે ‘ વાહન ચોરાઈ ગયું છે..’
દવાખાનાની પાછળના ભાગમાં ડા રુ મળતો.. એ ત્યાં ગયો.. મડદાના વારસદારે ચાપાણીના સો રુપિયા આપ્યા હતા.. તેનો ડા રુ પીધો.. અને……લ થડિયાં ખાતો ખાતો ઘર તરફ ગયો..
– જયંતીલાલ ચૌહાણ ૫-૮-૨૧ (અમર કથાઓ ગ્રુપ)