વૈદિક મંત્ર હોય કે બીજ મંત્ર તેનાથી સીધું મનુષ્યનું ચક્ર પ્રભાવિત થાય છે, વાંચો મંત્ર સાથે જોડાયેલી ખાસ વાતો.
કોઈ મંત્રના નિત્ય ઉચ્ચારણથી એક વિશિષ્ટ ધ્વનિ કંપન બને છે, જે બ્રહ્માંડ વ્યાપી ઈથરમાં મળીને વાયુમંડળમાં પ્રસરી જાય છે, અને જે આદર્શ અને દેવતા સાથે સંબંધિત આ મંત્ર છે, આકાશમાં પ્રવાહિત તે સૂક્ષ્મ ભાવ, સૂક્ષ્મ પરમાણુ, પ્રાણશક્તિને સંચિત કરી પાછું મંત્ર બોલનારના શરીર-મન અને અવચેતનની ઊંડાણ સુધી અનેક ગણું થઈને અથડાય છે અને તે ગુણોનું પ્રભુત્વ વધારી દે છે.
વેદ, પુરાણો, ઉપનિષદોથી લઈને વિદ્વાનોની સભાઓ અને ગામના ચોરા સુધી મંત્રોનો ઘણો મહિમા જણાવવામાં આવે છે. ભારત સહીત આખા વિશ્વમાં અસંખ્ય લોકો એવા થયા છે, જેમણે મંત્રની મદદથી જીવનની કાયાકલ્પ કરી છે. આજ કારણ છે કે દેશ-વિદેશના લોકો તેના રહસ્યને સમજવાનો આજ સુધી પ્રયત્ન કરી રહ્યા છે. ગુરુદેવ શ્રી સુધાંશુજી મહારાજ કહે છે કે, મંત્ર આવર્તનનું વિજ્ઞાન છે, જેનો પ્રભાવ સાધકના અવચેતન મન પર પડે છે.’
વૈદિક મંત્ર હોય કે બીજ મંત્ર તેનાથી સીધું મનુષ્યનું ચક્ર વિશેષ પ્રભાવિત થાય છે, અને વ્યક્તિની ઉર્જા શક્તિનું જાગરણ અને એકીકરણ થાય છે. ‘મનનાત્ ત્રયતે ઇતિ મંત્રઃ’ એટલે કે જેનું મનન કરવાથી ત્રળ મળે છે તેજ મંત્ર છે. તેનો ઉદ્દેશ્ય એ છે કે, જયારે મનને એક જ આદેશ વારંવાર આપવામાં આવે છે, તો તે સંદેશ ચેતન મનમાંથી અવચેતન મન તરફ પ્રવાહિત થઈને અંતે તે વ્યક્તિત્વનું રૂપાંતરણ કરે છે. આ પુનરાવર્તન કરવાની ક્રિયાને ‘ઓટોસજેશન’ પણ કહેવામાં આવે છે. ‘મંત્ર’ રૂપી અમુક બીજ અક્ષરોમાં એટલી શક્તિ છે કે તેના ભાગ સંકલ્પની સાથે સાધક વારંવાર પુનરાવર્તિત કરીને પોતાના સંપૂર્ણ મન, મગજ અને ઈન્દ્રીઓને તેના અનુરૂપ કામ કરવા માટે વિવશ કરી દે છે.
શબ્દોના આવર્તનનો પ્રભાવ આપણા આભામંડળ પર પણ પડે છે. પ્રાણ વિજ્ઞાન વિશેષજ્ઞોનું કહેવું છે કે, દરેક પ્રાણીની આસપાસ તેમના જ વિચારોનું એક વિદ્યુત વર્તુળ ચાલતું રહે છે, જેના પર શબ્દોના આવર્તનના માધ્યમથી પ્રભાવ પાડી શકાય છે. મંત્ર જાપ દ્વારા જયારે વાંરવાર તેનું પુનરાવર્તન કરવામાં આવે છે, તો શબ્દના માધ્યમથી વાતાવરણમાં દિવ્ય તરંગો ઉત્પન્ન થાય છે, જે મનુષ્યના અવચેતન મનમાં જઈને વસી જાય છે, પછી તેના અનુસાર માણસની આદતો, વ્યક્તિત્વ અને વ્યવહારનું નિર્માણ થાય છે, આ જ છે મંત્ર જાપનું મહત્વપૂર્ણ પાસું.
દરેક મંત્રમાં એક અપાર રહસ્ય સમાયેલું હોય છે. રહસ્ય એ છે કે જયારે ‘શબ્દ’ આપણે વાણીમાંથી પ્રકટ કરીએ છીએ, તો તે સર્વપ્રથમ ધ્વનિ તરંગોમાં પરિવર્તિત થાય છે. તે પછી વારંવાર ઉચ્ચારણથી તેના અનુરૂપ આભામંડળ (વિજ્ઞાનની ભાષામાં ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક ફિલ્ડ) તૈયાર થાય છે. આ પ્રકારે કોઈ મંત્રના નિત્ય ઉચ્ચારણથી એક વિશિષ્ટ ધ્વનિ કંપન બને છે, જે બ્રહ્માંડ વ્યાપી ઈથરમાં મળીને વાયુમંડળમાં પ્રસરી જાય છે, અને જે આદર્શ અને દેવતા સાથે સંબંધિત આ મંત્ર છે, આકાશમાં પ્રવાહિત તે સૂક્ષ્મ ભાવ, સૂક્ષ્મ પરમાણુ, પ્રાણશક્તિને સંચિત કરી પાછું મંત્ર બોલનારના શરીર, મન અને અવચેતનની ઊંડાણ સુધી અનેક ગણું થઈને અથડાય છે અને તે ગુણોનું પ્રભુત્વ વધારી દે છે.
આ પ્રકારે મંત્ર દ્વારા આપણે પ્રકૃતિના બધા રૂપો, બધા સ્વાદો અને સાધનો, રહસ્યોને શોધી શકીએ છીએ. સાથે જ મન અને ચિત્તને શાંતિ અને સંતોષના પરમાણુઓ સાથે જોડીને ઈશ્વરના એકીકરણનો માર્ગ પ્રાપ્ત કરી શકીએ છીએ. આ પ્રકારે જીવનમાં એક નવીન ઉર્જા જગાડવા, રૂપાંતરણની દિશા નક્કી કરવામાં ‘મંત્ર’ કારગર સાબિત થાય છે. મંત્રની મદદ લેવાથી મનની તામસિક પ્રવૃત્તિઓનો નાશ થાય છે અને વ્યક્તિ દુર્વ્યસનોથી પણ મુક્ત થાય છે.
‘મંત્ર’ દ્વારા રોગ પણ સારા કરી શકાય છે. અને તેનાથી પણ મોટી વાત એ કે, ગુરૂકુર્પા, શ્રદ્ધા, ભક્તિભાવ અને વિધિના સંયોગથી જયારે મંત્રના અક્ષર અંતઃકરણમાં પ્રવેશ કરે છે, તો વર્તમાન જ નહિ, જન્મ-જન્માંતરના પાપ-સંસ્કાર આપમેળે જ નષ્ટ થવા લાગે છે અને સાધકમાં એક દિવ્ય ચેતનાનું જાગરણ ધીરે ધીરે શરૂ થાય છે. તેને જ શબ્દ-શક્તિ અને મંત્ર તત્વનું રહસ્ય કહી શકીએ છીએ. તેમાં સંપૂર્ણ રૂપાંતરણનું રહસ્ય છુપાયેલું છે.
આ માહિતી સ્પીકિંગટ્રી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.