“વૃધ્ધાશ્રમ”
વૃધ્ધાશ્રમ માં અમે બંને અમારી ૩૦ મી મેરેજ એનીવર્સરી ઉજવતા હતા ત્યારે તે બોલી…
લાગે છે કે આજે છોકરો અહી જરૂર આવશે,
આપણી માટે સરપ્રાઈઝ ગીફ્ટ જરૂર લાવશે.
મેં કીધું : તને લાગે છે એમ…!
કે એના દિલમાં છે રહેમ…!
ત્યાજ છોકરો દેખાણો.. અને આવી ને કહે…
આ વારસાઈ છે, તેમાં તમારી સહી લેવાની છે.
બેંક માંથી લોન લીધી છે, મારે ત્યાં દેવાની છે.
મેં પણ કરી દીધી વારસાઈ માં સહી..
મન માં થયું જિંદગી ક્યાં જાજી રહી.
છોકરો કહે.. પાપા યુ આર ગ્રેટ,
મેં કીધું…. હા બેટા ઘરનું ફળિયું તો નો ફળ્યું.
અહી આવીને ઘણું મળ્યું.
તે બોલી…
છોકરા અને વહુને અમારી યાદી આપજે,
કોક દિવસ વૃદ્ધાશ્રમ જોવા તેને પણ લાવજે.
અમારા વર્તમાન માં તમારું ભવિષ્ય જોજો,
સમય મળે ત્યારે કરજો આત્મ ખોજો.
મેં કીધું ગાંડી બસ કર…. તેને હેરાન ન કર.
તેની આંખ ના આંસુ ને લુછતા, હસીને બોલ્યો…
ભાગ્યવાન મળી ગઈ સરપ્રાઈઝ…..!
વૃધ્ધાશ્રમમાં અમારી ૬૦ મી એનીવર્સરી ઉજવતા હતા ત્યાં અવાજ આવ્યો કે…..
આજ તો નવા બે ચહેરા આવે છે.
સામે જોવો બધાં તેને લાવે છે.
મેં કીધું… એ તો મારો છોકરો અને એની વહુ,
યાદ રાખી એનીવર્સરી કહેવાય બહુ.
એ તો અમને, કેમ છો? તેમ કહેવા આવ્યા છે.
બધાં બોલ્યા… એ તો અહી રહેવા આવ્યા છે.
મેં કીધું… ઘર કે ફળિયું તમને પણ ન ફાવ્યું?
કે તમને અહી ખેચી લાવ્યું.
તે બોલી… જુઓ જુઓ મારો દીકરો ને વહુ આવ્યા છે,
અમને એકલું ના લાગે ને એટલે સાથે રહેવા આવ્યા છે.
– સાભાર રઘુવંશી હીત રાયચુરા (અમર કથાઓ ગ્રુપ)