માઁ-બાપ વગરની છોકરીના મોસાળવાળા તેને સંભળાવતા હતા મહેણાં, પછી એક દિવસ એક કાર આવી અને…

0
2346

મોસાળવાળાના ત્રાસ અને મહેણાંથી કંટાળીને માઁ-બાપ વગરની છોકરીએ જીવન ટુંકાવવાનું નક્કી કર્યું, પણ પછી જે થયું તે… વાંચો આખી સ્ટોરી.

એક માઁ-બાપ વગરની છોકરી હતી. પોતાના મોસાળમાં લાલન પાલનથી મોટી થઈ રહી હતી. થોડાક ધોરણ ભણાવી ગણાવીને સ્કૂલમાંથી ઉઠાડી દીધી. મોસાળ વાળા તેની પાસે ઘરના બધા કામ કરાવતા હતા. ક્યારેક ક્યારેક તે શાકભાજી લેવા માટે બજાર જતી હતી. એક દિવસ તે છોકરીના રૂપિયા ક્યાંક પડી ગયા. એ છોકરી ગભરાઈ ગઈ. પછી તે કેટલાય શાકભાજી વાળાને કહેવા લાગી કે તમે મને શાકભાજી ઉધાર આપી દો, હું બે ચાર દિવસમાં તમને પૈસા આપી દઈશ. પરંતુ કોઈ શાકભાજીવાળો ઉધાર આપવા માટે તૈયાર નોહતો.

ત્યાં હાજર એક છોકરો આ વાત સાંભળીને બોલ્યો, મેડમ, તમને કેટલા રૂપિયાની જરૂર છે? પછી તેણે 500 ની નોટ કાઢીને આપતા કહ્યું કે, તમારી પાસે જયારે થઇ જાય ત્યારે, પાછા આપી દેજો. છોકરી બોલી સર! તમને ક્યાં શોધીશ? છોકરો બોલ્યો કે હું બહુ મોટો માણસ નથી, દરરોજ જ આ જ સમયે શાકભાજી કે ફળ લેવા માટે આ બજારમાં આવું છું.

એ પછી છોકરી જ્યારે પણ બજાર આવતી હતી ત્યારે તે છોકરો પણ સંજોગોથી મળી જતો હતો. છોકરી તેને મળીને ઘણો સંકોચ અનુભવતી હતી. છોકરો પણ તેને રૂપિયા બાબતે કઈ કહેતો નોહતો. જ્યારે એક અઠવાડિયું થઇ ગયું તો છોકરીએ તેને આખી વાત જણાવી કે, સર! હું મારા મોસાળમાં રહું છું. શાકભાજીમાંથી રોજ કેટલાક પૈસા બચાઉં છું. તો એ જ ભેગા કરીને આપી દઈશ.

છોકરો બોલ્યો કે મને તમારી પાસેથી કોઈ પૈસા નથી જોઈતા. અને જો આગળ પણ જરૂર પડે તો તમારી વધુ મદદ કરીશ. તે દિવસથી તે છોકરી જ્યારે પણ તેને જોતી હતી, તો સર નમસ્તે કહેતી હતી. તે છોકરો પણ નમસ્તે કહીને ચાલી નીકળતો હતો.

પરંતુ એ છોકરાને મળીને તે ઘણી ખુશ થતી હતી. છોકરો પણ તે છોકરીને મળવાને બહાને આવ્યા કરતો હતો. ક્યારેક ક્યારેક છોકરીના મોસાળ વાળા ટોણા મારતા હતા. કે જવાન થઇ ગઈ છે. માઁ બાપની સાથે મરી પણ ના ગઈ. હવે તો લગ્નનો ખર્ચો પણ આપણે લોકોએ જ ઉઠાવવો પડશે. એક દિવસ એ છોકરીએ પેલા છોકરાને બોલી કે, સર શું તમે તમારે ઘરે કચરા-પોતું કરવા માટે રાખી શકો. મને હવે મોસાળમાં ગુંગણામણ અનુભવાય છે. છોકરો હસતા હસતા બોલ્યો કે સારું ત્યારે. મને મારા મમ્મી પપ્પાને પૂછી લેવા દો.

પણ સંજોગ જુઓ, કે તે રાત્રે જ પેલો છોકરો એક જરૂરી કામથી બહાર ચાલ્યો ગયો. એ પછી છોકરી જયારે પણ બજાર જતી, ત્યારે તેની નજર તે જ છોકરાને શોધતી. પણ તે દેખાતો નહીં એટલે તે છોકરી નિરાશ થઇ ગઈ. અને કોઈએ તેના મોસાળ વાળાને ફરિયાદ પણ કરી દીધી કે, શાકભાજી લેવાને બહાને તે કોઈ છોકરાને મળે છે. હવે તો મોસાળ વાળા રોજ ત્રાસ આપવા લાગ્યા હતા. છોકરી હવે ઉબાઈ ગઈ અને મનમાં વિચારી લીધું કે આજે જો તે છોકરો ના મળે તો તે આત્મહત્યા કરી લેશે.

પણ અચરજ પમાડે એવો સંજોગ થયો, તે દિવસે તે છોકરો તેને દેખાઈ ગયો. છોકરી તે છોકરાને જોઈને પોતાના આંશુ રોકી ના શકી, અને ભીની આંખે બોલી કે, સર! તમે ક્યાં ચાલ્યા ગયા હતા.

છોકરીની ભીની આંખો જોઈને છોકરો બોલ્યો કે, તમને એક વાત કહું! તમે નારાજ તો નહીં થાઓને. છોકરીએ કહ્યું કે સર બોલો. છોકરો બોલ્યો કે શું તમે મારી સાથે લગ્ન કરશો? કોઈ દબાણ નથી. આ સાંભળીને છોકરી ડૂસકે ને ડૂસકે રોઈ પડી. છોકરાએ હાથ આગળ વધારીને તેને ગળે વળગાડી દીધી. તે પોતે પણ પોતાના આંસુને રોકી ના શક્યો. છોકરીને એવું લાગી રહ્યું હતું કે જાણે તેને દુનિયા જ મળી ગઈ.

છોકરાએ કહ્યું કે કાલે હું મારા મમ્મી પપ્પાને લઈને તમારા મોસાળ આવીશ. અમારે કઈ ના જોઈએ. બસ લોકો તમને ટોણા ના મારી શકે કે તમે ભાગીને લગ્ન કર્યા છે એટલે સમાજના નિયમો મુજબ લગ્ન કરીશું. ઘરે જઈને બધાને જણાવી દેજો.

છતાં પણ છોકરીએ ઘરમાં કોઈને કાંઈ પણ ના જણાવ્યું. બીજા દિવસે અચાનક એક ઘણી કિંમતી કાર દરવાજે ઉભી રહે છે. તેમાંથી એ છોકરો અને તેના મમ્મી પપ્પા નીકળે છે. છોકરીના મોસાળ વાળા ચોકકી ગયા. છોકરાના પપ્પા બોલ્યા કે, અમે તમારી ભાણીનો હાથ મંગાવા આવ્યા છીએ. અમે મુહૂર્ત કાઢીને બધી વ્યવસ્થા કરી દીધી છે. તમે ફક્ત છોકરી લઈને આવી જજો.

અમારા વિષે જો કોઈ જાણકારી મેળવવા માંગતા હોય તો મેળવી લેજો. હું શહેરનો સૌથી મોટો માલદાર છું. અને અમને લગ્નમાં બીજું કઈ ના જોઈએ, અમારા માટે વહુ જ કરિયાવર છે.

પછી છોકરાના મમ્મી પપ્પાએ પોતાના બધા જ ખર્ચે ધામધૂમથી લગ્ન કર્યા. તે છોકરીએ સાસરે પહોંચીને ઘરમાં પોતાના સાસુ સસરાની તેમના છેલ્લા શ્વાસ સુધી ઘણી સેવા અને સંભાળ લીધી.