મરાઠા સામ્રાજ્યનો ઉદયથી અસ્ત ભાગ – 10, શિવાજી મહારાજના દેહ ત્યાગ અને તેમના પુત્ર સંભાજીની સ્ટોરી.

0
742

ભાગ 1 થી 9 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

આગળના ભાગમાં આપણે તાનાજીના વિજયની સ્ટોરી જાણી. આવો હવે આગળની સ્ટોરી જાણીએ.

શિવાજીની ખૂબ જ પ્રખ્યાત રાજમુદ્રા નીચેના ચિત્રમાં બતાવી છે. તેમના પ્રથમ અષ્ટ પ્રધાનોના નામ નીચે પ્રમાણે છે.

પેશવા – મોરોપંત ત્રિંબક પિંગલે

મઝુમદાર (વિત્ત મંત્રી)- નીલો સોંદેઓ

સચિવ (સેક્રેટરી)- અન્નાજી દત્તો સચિવ

વકિયા નાવિસ (ગૃહમંત્રી)- દત્તોજી પંત

સેનાપતિ – હંબિર રાવ મોહિતે

સુમંત (વિદેશ મંત્રી)- સોનોપંત ત્રીંબકપંત દબિર

ન્યાયાધીશ (ચીફ જસ્ટિસ)- નીરાજી રવાજી

પંડિત રાઓ (મુખ્ય પૂજારી)- રઘુનાથ રાવ

પછીના છ વર્ષ સુધી શિવાજીએ વિક્રમગઢ, કોલિસ્તાન, ભૂપળગઢ, સંગમનેર વગેરે અનેક યુ ધોઓરંગઝેબ સાથે લડ્યા. 1680 ના માર્ચ મહિનાના અંતમાં શિવાજી બીમાર પડ્યા.

શિવાજી તાવને કારણે ચાલી પણ નહોતા શકતા. થોડા દિવસો બીમાર રહ્યા બાદ 3 એપ્રિલ, 1680 ના હનુમાન જયંતીના દિવસે માત્ર 50 વર્ષની ઉંમરે હિન્દુ હૃદય સમ્રાટ, અનેક લોકોના જીવતા જાગતા દેવ, હિંદવા ધર્મોઉદ્ધારક, પરમવીર, પરમ પ્રતાપી ગૌરક્ષક રાજાધિરાજ છત્રપતિ શિવાજી મહારાજે દેહત્યાગ કર્યો.

બીજા અને ત્રીજા ફોટોમાં શિવાજી મહારાજની રાયગઢ ખાતેની સમાધિ છે. તમે અંદાજો લગાવી શકો છો કે કેટલી તેની જાળવણી થાય છે અને કેટલી જાળવણી અકબર, હુમાયુ, ઓરંગઝેબના મકબરાની થાય છે. ચોથા ફોટોમાં શિવાજીના વફાદાર અને સાહસી પાળેલા કુતરા ‘વાઘ્યા’ ની મૂર્તિ છે.

તેમના પછી તેમના અને સઈબાઇના પુત્ર સંભાજી છત્રપતિ બન્યા. સંભાજીને શિવાજીનું બીજું રૂપ કહેવામાં આવે છે. ચહેરાથી માંડીને ગુણો સુધી બધું શિવાજીને મળતું આવે છે. જંગલમાં સિંહ સાથે બાથોબાથ લડવું એમના માટે કંઇ જ નવું નહોતું. બે વર્ષની ઉંમરે માતા ને ગુમાવેલા, નવ વર્ષની ઉંમરે જયસિંહની કેદમાં રહેલાસંભાજીને નાની ઉંમરથી જ રાજનીતિની ઊંડી સમજ હતી.

તેમણે બુરહાન પુરમાં મુઘલોનો મોટો ખજાનો કબ્જે કર્યો. પોર્ટુગીઝો સાથે પણ અનેક યુ ધોલડ્યા. પોર્ટુગીઝોને નૌકાદળની મદદથી આગળ વધવા જ ન દીધા. અંગ્રેજો સાથે મૈત્રી કરાર કર્યો અને બદલામાં ખૂબ મોટા પ્રમાણમાં બન ડુકો અને ડા રુગોળો લીધો.

ઓરંગઝેબે કોંકણ પ્રદેશ જીતવા માટે 1 લાખ જેટલા સૈનિકો મોકલ્યાં. સંભાજીએ ગોરીલા યુ ધકરી કરીને 70 હજાર જેટલા સૈનિકોનો કાળ લાવ્યા. બાકીના બચેલા માંડ માંડ કોંકણમાંથી ભાગી શક્યા.

ઓરંગઝેબ હવે ખુદ દિલ્લીથી પાછા એક લાખ સૈનિકોને લઈને આવ્યો. મહાબળેશ્વર પાસેના વાઈ ગામ પાસે યુ ધથયું જેમાં સંભાજીનાં નજીકના કોઈ વિશ્વાસઘાતી માણસે ઓરંગઝેબ ને ગોરીલા યુ ધની યોજના બતાવી દીધી. સેનાપતિ હંબીર રાવ મોહિતે વીરગતિ પામ્યા. મરાઠાઓ યુ ધતો જીતી ગયા પણ મોટાપાયે જાનહાનિ થઇ.

1689 માં સંભાજીના સાળાએ જ દગો કર્યો. ઓરંગઝેબને બાતમી આપી. ઘણા લોકો શિવાજીના બીજા પત્ની સોયરા બાઈને પણ આનો દોષ આપે છે અને કહે છે કે તેઓ પોતાના પુત્રને છત્રપતિ બનાવવા માગતા હતા.

સંગમેશ્ચર પાસે મુઘલ સેનાપતિ મુકરબ ખાને સંભાજી, બાળપણના મિત્ર અને સરદાર કવિ કળશ અને બીજા 24 સરદારને પકડી લીધા.

વધુ આવતા ભાગમાં….

મિત્રો પોસ્ટ ગમે તો લાઈક કૉમેન્ટ કરવા વિનંતી છે. પાંચમાં ચિત્રમાં સિંહના જડબા ફાડતા સંભાજી છે.

જય શ્રી રામ.

– સાભાર પિયુષ ડોંગા (અમર કથાઓ ગ્રુપ)

ભાગ 1 થી 9 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.