મરાઠા સામ્રાજ્યનો ઉદયથી અસ્ત ભાગ – 11, સંભાજીએ સહન કરેલા દુઃખ વિષે જાણીને તમે ધ્રુજી ઉઠશો.

0
506

ભાગ 1 થી 10 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

આગળના ભાગમાં આપણે શિવાજી મહારાજના દેહ ત્યાગ અને તેમના પુત્ર સંભાજીની સ્ટોરી જાણી. આવો હવે આગળની સ્ટોરી જાણીએ.

મિત્રો, આજનો આ ભાગ આખે આખો વાંચવા વિનતી છે. એક વાર જરૂર હૃદય કંપી ઉઠશે. આખી સિરીઝ ન વાંચો તો કંઈ નહિ પણ આ ભાગ વાંચી લેશો તો પણ મારો ધ્યેય સિદ્ધ થઈ જશે.

સંભાજી અને કવિ કળશને બહાદુર ગઢ લઈ જવામાં આવ્યા જ્યાં ઓરંગઝેબનો પડાવ હતો. બંન્નેને સાંકળોથી બાંધીને બાદશાહની સામે પ્રસ્તુત કરાયા.

ઓરંગઝેબ મનમાં ખૂબ ખુશ થતો હતો. બોલ્યો, “મને યાદ છે સંભાજી, તું 9 વર્ષનો હતો ત્યારે મેં તને અને તારા બાપને આગ્રામાં કેદ કરેલા અને તને સવાલ પૂછ્યો હતો કે શું તું મારાથી ડરે છે? અને તે મને જવાબ આપેલો કે હું તારાથી ડરતો નથી. આજે પણ એ જ સવાલ પૂછું છું… સંભાજી, શું તું મારાથી ડરે છે?

મરદનું બાચકુ એવા મરાઠે જવાબ આપ્યો, “હું તારાથી નથી ડરતો પણ મને તો લાગે છે કે તું મારાથી ડરે છે એટલે તો તે મને બાંધીને રાખ્યો છે.” ઓરંગઝેબ પાછો પડ્યો. મુઘલ ઉલેમા પાસે લઈ જવામાં આવ્યા. ઉલેમાએ બુરહાનપુરમાં લૂ ટઅને મુસ્લિમોનીહ ત્યા નો આરોપ લગાવ્યો, અને સંભાજીને ઇસ્લામના દુશ્મન જાહેર કરાયા.

ફરી ઓરંગઝેબ સામે લવાયા. યા તનાઓનું વિષચક્ર ચાલું થયું. ભર્યા દરબારમાં કો રડાઓ વરસવા લાગ્યા, કવિ કળશ વીરરસના ગીતો ગાય છે અને સંભાજી હસતા મોઢે કો રડા ખાતા જાય છે. ઓરંગઝેબે કવિ કળશનેમા રવાનો હુકમ કર્યો, સૈનિકોએ ત્યાં જ ક ટાર ઉતારી દીધી. બાળપણના મિત્ર કવિ કળશ સંભાજીને જતાં જતાં બોલ્યા, “શંભુ, જોજે હો તારી પાછળ લાખો હિંદુઓ છે.” કળશ વીરગતિ પામ્યા.

ઓરંગઝેબને સંભાજીની ક્ષમતાની ખબર હતી. તેણે સંભાજી સામે પ્રસ્તાવ મૂક્યો, “તું ઇસ્લામ કબૂલ કરી લે અને તારું રાજ્ય મને સોંપી દે તને મારો મુખ્ય સેનાપતિ બનાવું” પણ સઈબાઈનો દીકરો આવી લાલચથી ધર્મ થોડો છોડે? તેમણે ના પાડી. ઓરંગઝેબ ગુસ્સે ભરાયો. જ ખ્મોમાં મીઠું ભરાવ્યું. પણ સંભાજી હસતા જાય છે.

ઓરંગઝેબથી તેમનું હસવું સહન ન થયું તેથી તેણે સંભાજીની જી ભ ક પા વી નાખી. કોઠરીમાં પૂર્યા. માત્ર પાણી જ આપવાનું કહ્યું. પાંચ દિવસ પછી ફરી ઓરંગઝેબ પ્રસ્તાવ લઈને આવ્યો, “મારે તારું રાજ્ય પણ નથી જોતું, તું માત્ર ઇસ્લામ કબૂલ કરી લે હું તને મારો મુખ્ય સેનાપતિ બનાવું.”

જીભ તો ક પાઈ ગઈ છે. સંભાજીએ ઈશારો કરી તાંબાનું પતરું મંગાવ્યું. અને લખાવ્યું, “તું તારી દીકરીને મારી સાથે પરણાવ તો પણ હું ઇસ્લામ કબૂલ નહી કરું.” ઓરંગઝેબે હવે સંભાજીની આંગળીના ન ખ ખેંચવા હુકમ કર્યો. દરરોજ એક આંગળીનો નખ ખેંચે છે અને કહે છે, “મુસ્લિમ બની જા” સંભાજી આડું માથું હલાવીને ના પાડે છે.

ઓરંગઝેબ ક્રૂ રતાની તમામ હદો પાર કરવા લાગ્યો. એક પછી એક બંને આં ખોમાં ગરમ સળિયા પરોવી દીધા, એક પછી એક દસે દસ આં ગળીઓ કાપી નાખી, છતાં પણ સંભાજીએ ધર્મનો ત્યાગ કર્યો નહિ.

જબરદસ્તી ગૌમાં સ ખવડાવવા પ્રત્યન કર્યો તો સંભાજીએ દીવાલ સાથે દાઢી ટકરાવિને પોતાનાજ દાંત ભાંગી નાખ્યા. ચાલીસ દિવસ અસહ્ય વેદના સહન કર્યા બાદ 11 માર્ચ, 1689 ના રોજ માત્ર 31 વર્ષની નાની વયે સંભાજી વીરગતિ પામ્યા. ઓરંગઝેબ હારી ગયો. તે સંભાજીને મુસ્લિમ ન બનાવી શક્યો.

તેણે સંભાજીના વધેલા શ રીરને કા પી ક ટકા કરીને યમુના નદીના કિનારે નાખી દીધું. જ્યાં કૂતરાઓએ તેની મિજબાની માણી. પણ તેનાથી તેમના અસ્થીઓ આખરે પવિત્ર યમુના નદીમાં વિલીન થયા. તેમને લોકોએ ધર્મવીરનું બિરુદ આપ્યું.

ઘણા લોકો આજે રાજનીતિને કારણે એમ કહેવા લાગ્યા છે કે મુઘલ કાળમાં પણ હિન્દુ સુરક્ષિત હતા. તેઓએ અને મુઘલ વકીલોએ તો આ ખાસ વાંચવાની જરૂર છે.

મિત્રો આ પોસ્ટને બને એટલી શેર અને લાઈક કરવા તેમજ આ અંગે આપના વિચારો કૉમેન્ટમાં પ્રગટ કરવા વિનંતી છે અને આ વાત દરેક માતાપિતાએ તેમના બાળકોને કહેવાની જરૂર છે. કેમકે આ તેમના પાઠ્ય પુસ્તકોમાં ક્યારેય આવવાનું નથી.

વધુ આવતા ભાગમાં.

જય શ્રી રામ.

– સાભાર પિયુષ ડોંગા (અમર કથાઓ ગ્રુપ)

ભાગ 1 થી 10 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.