ભાગ 1 થી 11 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.
આગળના ભાગમાં આપણે શિવાજી મહારાજના પુત્ર સંભાજીએ સહન કરેલા દુઃખ વિષે જાણ્યું. આવો હવે આગળની સ્ટોરી જાણીએ.
સંભાજીના દુનિયામાંથી વિદાય લીધા પછી તેમના નાના ભાઈ રાજારામ પ્રથમ ગાદીએ બેઠા. રાજપરિવારના સભ્યોમાં આંતરિક વિખવાદ થયો અને 1707 માં સંભાજીના પુત્ર સાહુ છત્રપતિ બન્યા. રાજારામના પુત્ર શિવાજી દ્વિતિયને કોલ્હાપુર રાજના સુબેદાર બનાવાયા.
1708 માં ઓરંગઝેબ દુનિયા છોડી ગયો. તેના પછી તેના સંતાનો વચ્ચે દિલ્હીની ગાદી ઉપર બેસવા માટે ખૂબ મા રકાપ થઈ. મુઘલો અંદરો અંદર લડીનેમ રવા લાગ્યા. એમાં મરાઠા ફાવી ગયા.
1720 માં નિઝામ સાથેના યુ ધમાં લડતી વખતે પેશવા બાલાજી વિશ્વનાથ વીર ગતિ પામ્યા. ત્યારબાદ તેમના પુત્ર બાજીરાવ પેશવા બન્યા.
અદમ્ય સાહસ, વીરતા, બેજોડ યુ ધકળા અને ચતુરાઈના પર્યાય એટલે પેશવા બાજીરાવ. ઉરૂમી પ્રકારની ખતરનાક તર વાર તેમની ઓળખ હતી. ઉરુમી માત્ર તર વારબાજી શીખવા માટે જ ઉપયોગમાં લેવાતી. તેનાથી પોતાને જ ઇજા પહોંચાડવાનો ભય રહેતો પણ પેશવા બાજીરાવના શબ્દકોશમાં ભય નામનો શબ્દ હતો જ નહિ.
પાલખેદમાં નિઝામના આ કર મણને નસતે નાબૂદ કર્યા બાદ બાજીરાવ ઉત્તર તરફ આગળ વધવા માંગતા હતા. ઉત્તર તરફ બુંદેલખંડના રાજા છત્રસાલે મુઘલો સામે વિદ્રોહ કર્યો. એ સમયે બાજીરાવ માળવામાં વ્યસ્ત હતાં. છત્રસાલે પેશવા બાજીરાવ પાસે પોતાની મુસ્લિમ રાણી રૂહાની બાઈ દ્વારા થયેલી અને કુશળ તર વારબાજ પુત્રી મસ્તાની બાઈને મદદ માંગવા માટે મોકલી.
બાજીરાવ તો મદદ કરવા તૈયાર થયા પણ છત્રપતીની પરવાનગી જરૂરી હતી. પહેલા તો તેમણે ના પાડી. બાજીરાવ મસ્તાની બાઈથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે છત્રપતિને કહ્યું, “એક હિંદુ રાજા બીજા હિંદુ રાજાની મદદ નહિ કરે તો બીજું કોણ કરશે?” છત્રપતિ સાહુ તેમની વાતથી સહમત થયા. બાજીરાવ 70000 ઘોડેસવારો લઈને રાતે પણ ચાલીને બુંદેલખંડ પહોંચ્યા.
મુઘલ સરદાર મુહમ્મદ ખાન બંગશ એક લાખ વીસ હજાર ઘોડેસવારો સાથે બુંદેલખંડ પહોંચ્યો. પેશવાએ બુંદેલખંડના જૈતપુર પાસે મુહમ્મદ ખાનને ઘેરી લીધો. મરાઠાઓ સામે યુ ધલડવા માટે સેનાની આગળ ગાયો રાખતા જેથી મરાઠાઓ સીધા તી ર અને ગોરી ઓ વરસાવી શકે નહિ.
પણ બાજીરાવ પાસે બધી યુક્તિઓ હતી. તેમણે સુવરોનું ટોળું મુઘલો તરફ છોડી મૂક્યું. જેથી ગાયો ભડકીને ભાગી અને મુઘાલોને જ ક ચડી નાખ્યા. માત્ર એક જ દિવસમાં યુ ધજીતી લીધું. મુઘલોને ખૂબ મોટું નુકશાન પહોંચાડ્યું.
બાજીરાવ અને મસ્તાનીને એકબીજા સાથે પ્રેમ થયો અને બંનેએ લગ્ન કરી લીધા. બાજીરાવના બ્રહ્મ ક્ષત્રિય કુટુંબે ઘણા સમય સુધી આ લગ્ન સ્વીકાર્યા નહિ કારણકે મસ્તાની બાઈ મુસ્લિમ હતી અને બાજીરાવના પહેલેથી જ કાશીબાઈ સાથે લગ્ન થઈ ગયેલા હતા.
બાજીરાવ અને તેમના ભાઈ ચિમજી આપાએ ડભોઇ પર આ કર મણ કરી ગુજરાતમાંથી મુઘલોને હાંકી કાઢવાનું ચાલુ કર્યું. 1735 માં સરબુલંદ ખાનનો અંત લાવીને સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર મરાઠા શાસન હેઠળ લાવ્યું. વર્ષોથી મુઘલોના આશ્રયે રહેલા જય સિંહને મંદસૌરમાંથી ભગાડીને બુંદેલખંડ અને બુંદી કબ્જે કર્યું.
1737 માં બાજીરાવ દિલ્હી તરફ આગળ વધ્યા. મુઘલ બાદશાહ મોહમ્મદ ખાને સરદાર સદ્દત અલી ખાનને દોઢ લાખની વિશાળ સેના આપી મરાઠાઓને રોકવા માટે આપી. પણ બાજીરાવે મલ્હાર રાવ હોલકરને યમુના નદી પાર કરાવી. મલ્હાર રાવ હોલકર ગંગા યમુના દોઆબ પ્રદેશમાં મુઘલ કોઠીઓ લૂ ટવા લાગ્યા. સદ્દાત અલી ખાન તેમની પાછળ ગયો.
પાછળથી બાજીરાવે માત્ર દસ હજાર સૈનિકો દ્વારા રક્ષાયેલી દિલ્હી પર આ કર મણ કર્યુ. મોહમ્મદ ખાન હારી ગયો. સંધિમાં માળવા પ્રદેશ મરાઠા સામ્રાજ્યને આપવો પડ્યો.
બાજીરાવ પુણે પાછા ફરી રહ્યા હતા. મોહમ્મદ ખાને નિઝામ, અવધના નવાબ અને ભોપાલના નવાબને એક થઈ બાજીરાવને રસ્તામાં રોકી લેવા આદેશ આપ્યો. અને ત્રણેય આ આદેશ માનવાની ભૂલ કરી બેઠા.
વધુ આવતા ભાગમાં.
જય શ્રી રામ.
મિત્રો પોસ્ટ ગમે તો લાઈક કૉમેન્ટ કરવા વિનતી છે.
પ્રથમ ચિત્રમાં પેશવા બાજીરાવ, બીજામાં મસ્તાની બાઈ અને ત્રીજામાં ઉરુમિ વડે લ ડતાં યુવાનો છે.
– સાભાર પિયુષ ડોંગા (અમર કથાઓ ગ્રુપ)
ભાગ 1 થી 11 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.