મરાઠા સામ્રાજ્યનો ઉદયથી અસ્ત ભાગ – 13, બાજીરાવને કારણે હિન્દુ શક્તિનો ભારતખંડમાં ફરી ઉદય થયો.

0
739

ભાગ 1 થી 12 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

આગળના ભાગમાં આપણે બાજીરાવના પરાક્રમ અને મસ્તાની બાઈની સ્ટોરી જાણી. આવો હવે આગળની સ્ટોરી જાણીએ.

24 ડિસેમ્બર 1737 માં 70 હજાર સૈનિક, 130 હાથી અને 3000 જેટલી ઊંટ પર રાખીને ચલાવવાની ઝંબુરક તો પોએ દિલ્હીથી પુણે આવતા પેશવા બાજીરાવના 80000 મરાઠાઓનો ભોપાલ પાસે રસ્તો રોક્યો.

નિઝામ, અવધનાં નવાબ અને ભોપાલના નવાબના આ ગઠબંધનની કારમી હાર થઈ. બાજીરાવે ત્રણેયને જીવતા તો છોડી દીધા પણ ભયંકર વેરો નાખ્યો.

છત્રપતિ સાહુએ તેમનાથી ખુશ થઈ પોતાનો ખજાનો ખોલી દીધો. બાજીરાવે પેશવાની રાજધાની પુણેમાં ભવ્ય શનિવાર વાડા મહેલ બંધાવ્યો.

દરિયા કાંઠે પોર્ટુગીઝો અને અંગ્રેજોને વર્ષો સુધી ફાવવા દીધા નહિ. તેમના ભાઈ ચીમજી આપાએ વસઈમાં પોર્ટુગીઝો સામે ભયંકર યુ ધલ ડીને તેમને ભારતમાંથી નસ્તે નાબૂદ કરી દીધા.

મરાઠા સામ્રાજ્યનું સૌથી વધુ વિસ્તરણ પેશવા બાજીરાવના સમયમાં થયું. હિન્દુ રાજાઓને વેરાના બદલામાં સુરક્ષાનું વચન આપ્યું. રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓરિસા, ઉત્તર પ્રદેશ, ઉત્તરી બિહાર, હરિયાણા અને દિલ્લીની આજુબાજુના નાના મોટા રજવાડાઓ મરાઠા સામ્રાજ્યને આધીન થયા.

પશ્ચિમ તરફથી શીખ સામ્રાજ્ય અને દક્ષિણ તરફથી મરાઠાઓએ મુઘલોને ખૂબ નુકસાન પહોંચાડ્યું. મુઘલો પણ મરાઠા સામ્રાજ્યને આધીન થયા.

છત્રપતિ શિવાજી મહારાજે પ્રગટાવેલી સ્વરાજ્યની ચિંગારીને બાજીરાવે દાવાનળમાં બદલી અને એકે એક દુશ્મનને આ આ ગમાંબા ળી નાખ્યા. 70 ટકા જેટલો ભારતીય ઉપખંડ ભગવા ધ્વજ તળે આવી ગયો હતો. હિન્દુ શક્તિનો ભારતખંડમાં ફરી ઉદય થયો.

પેશવા બાજીરાવ પોતાના જીવનમાં નાના મોટા કુલ 41 યુ ધોલડ્યા હતા અને તેમાંથી એક પણ યુ ધતેઓ હાર્યા નહોતા. ફ્રેન્ચ સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટ તેમના પછી સૌથી સફળ જનરલ હતા.

પોતાની જિંદગીમાં એક પણ યુ ધન હારનાર વિરવર પેશવા બાજીરાવનું આપણા પાઠ્ય પુસ્તકોમાં નામ સુદ્ધા નથી.

1740 માં તેમનું 39 વર્ષની વયે અવ સાન થયું ત્યારબાદ તેમના અને કાશીબાઈના પુત્રો બાલાજી બાજી રાવ અને રઘુનાથ રાવ અનુક્રમે પેશવા બન્યા. મસ્તાની બાઈના પુત્ર શમશેર બહાદુરને પણ એક સમ્માનિત હોદ્દો આપવામાં આવ્યો જેઓ પાછળથી ક્રિષ્ના રાવ તરીકે ઓળખાવા લાગ્યા.

બાલાજી બાજી રાવ અને રઘુનાથ રાવે મળીને સિંધના અનેક પ્રાંતો ને દુરાની અફઘાનોના ક બજામાંથી મુક્ત કર્યા. લાહોર ઉપર જ્યારે અફઘાનોએ હુ મલો કર્યો ત્યારે શીખો અને મરાઠાઓ મળી ગયા અને તેમને તગેડી મૂક્યા.

મુઘલ સમ્રાટે રોહિલા અફઘાની મુસ્લિમો સાથે મળીને બ ળવો કર્યો ત્યારે રઘુનાથ રાવે બીજી વખત દિલ્લી ઉપર કબજો કર્યો. આમેય દિલ્લીને નાદિર શાહે લૂ ટીને ખાખ કરી નાખી હતી.

ચિમજિ આપાના પુત્ર સદાશિવ રાવ ભાઉ રઘુનાથ રાવના સમયમાં એક શક્તિશાળી સરદાર તરીકે આગળ વધ્યા. તેમની ઉદપુરમાં નિઝામની સેનાને ધૂળ ચટાવ્યા બાદ ખૂબ વાહવાહી થઈ હતી.

અવધના નવાબ શુજા ઉદ દૌલા અને રોહીલા સરદાર નજીબ ઉદ દૌલાએ જયપુરના રાજા માધોસિંહને મરાઠાઓ વિરુદ્ધ ઉક સાવ્યા. ત્રણેયે મળીને અફઘાન સુલતાન અહમદ શાહ અબ્દાલીને ભારત આવવા નિમંત્રણ આપ્યું. માધોસિંહે અધર્મીઓની વાતમાં આવીને પોતાના જ ધર્મના પગ પર અજાણતા કુ હાડોમા ર્યો.

અબ્દાલી ભારત તરફ આવવા લાગ્યો. 1757 માં પેશાવરમાં દત્તાજી સિંધિયાને છલ થીમા રીને પેશાવર કબ્જે કર્યું. પેશવા બાલાજી બાજી રાવે પોતાના કાકાના પુત્ર એટલે કે સદાશિવ રાવ ભાઉને અબ્દાલી સામે લ ડવા મટે મુખ્ય સેનાપતિ નિયુક્ત કર્યા.

વધુ આવતા ભાગમાં.

મિત્રો પોસ્ટ ગમે તો લાઈક કૉમેન્ટ કરવા માટે વિનંતી છે

પ્રથમ ચિત્રમાં શનિવાર વાડા છે. બીજા ચિત્રમાં બાલાજી બાજી રાવ અને રઘુનાથ રાવ છે.

જય શ્રી રામ.

– સાભાર પિયુષ ડોંગા (અમર કથાઓ ગ્રુપ)

ભાગ 1 થી 12 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.