મરાઠા સામ્રાજ્યનો ઉદયથી અસ્ત ભાગ – 14, બાજીરાવને કારણે હિન્દુ શક્તિનો ભારતખંડમાં ફરી ઉદય થયો.

0
456

ભાગ 1 થી 13 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

આગળના ભાગમાં આપણે જોયું કે બાજીરાવ 39 વર્ષની વયે અવ સાન થયું ત્યાર બાદ તેમના અને કાશીબાઈના પુત્રો બાલાજી બાજી રાવ અને રઘુનાથ રાવ અનુક્રમે પેશવા બન્યા. મસ્તાની બાઈના પુત્ર શમશેર બહાદુરને પણ એક સમ્માનિત હોદ્દો આપવામાં આવ્યો, જેઓ પાછળથી ક્રિષ્ના રાવ તરીકે ઓળખાવા લાગ્યા. આવો હવે આગળની સ્ટોરી જાણીએ.

સદાશિવ રાવ ભાઉ તાત્કાલિક ધોરણે પોતાની સમસ્ત સેના લઈને દિલ્લી તરફ રવાના થયા. સાથે મસ્તાની બાઇના પુત્ર શમશેર બહાદુર અને નિઝામના પૂર્વ તોપચી ઇબ્રાહિમ ગારદી સરદાર તરીકે જોડાયા. પિતરાઈ ભાઈ પેશવા રઘુનાથ રાવના સોળ વર્ષના પુત્ર વિશ્વાસ રાવ પણ જીદ કરીને આવ્યા.

સદાશિવ રાવના પત્ની પાર્વતી બાઈ પણ જીદ કરીને સાથે આવ્યા. દખ્ખણ, ગુજરાત અને મહારાષ્ટ્રના બે લાખ જેટલા યાત્રાળુઓ મરાઠા સેનાની સાથે ચાલ્યા, જેથી વ્રજભૂમિ યાત્રા પણ કરી શકાય અને સુરક્ષા પણ મળે.

1760માં આ માનવ સમુદ્ર દિલ્લી પહોંચ્યો. ત્યાં સુધીમાં અબ્દાલિ દિલ્લી પાર કરીને અનુપ શહેર એટલે કે દોઆબમાં પહોંચી ચૂક્યો હતો. જ્યાં તેને અવધના નવાબ શુજા ઉદ દૌલાં અને નજીબ ઉદ દૌલે તેને ખોરાક પાણી અને માલ સામગ્રી પૂરી પાડી. તેણે કાશીમાં ખૂબ લૂંટ અને મારકાટ મચાવી અને મંદિરો તોડ્યા. પણ મથુરામાં ત્રણ હજાર નાગા સાધુઓએ કૂતરાની જેમ તગેડી મૂક્યો.

આ બાજુ મરાઠાઓએ દિલ્લી પહોંચીને લાલ કિલ્લો જીતી લીધો અને કુંજપુરાના અફઘાન કિલ્લા પર આક્રમણ કર્યુ. અફઘાનોને કુંજપુરમાં સંપૂર્ણ નસ્તે નાબૂદ કર્યા, જેથી તેઓને ખોરાક અને પાણી મળી રહ્યા. તેમણે લાલ કિલ્લાની ચાંદીની ચાદરો ઓગાળીને તેમાંથી ઘન અર્જિત કરી લીધું હતું.

તે સમયે મરાઠાઓ પાસે ઉત્તર ભારતમાં દિલ્લી એકમાત્ર ધનાપૂર્તી માટેનું સ્થળ હતું. રાજસ્થાનના રજવાડાઓ પણ મદદ કરવા તૈયાર ન થયા. શીખો પંજાબની મોટી નદીઓના પુરને કારણે મદદ ન કરી શક્યા. સદાશિવ રાવ ભાઉએ યમુના નદી આગળ એક સેના અબ્દાલીને રોકવા તૈયાર રાખી હતી. અબ્દાલીએ યમુના નદી પાર કરી લીધી પણ મરાઠાઓ ક્યાં છે તેની જાણ ન થઈ.

એવામાં એક નજીકના દ્રોહીએ અબ્દાલીને મરાઠાઓનો પત્તો આપી દિધો. સેના મરાઠવાડા પાછી ફરી રહી હતી અને અબ્દાલી તેનો પીછો કરવા લાગ્યો. તેમને જાણ થઈ, સદાશિવ રાવ ભાઉએ યુદ્ધ કરવાનો નિશ્ચય કર્યો. અબ્દાલીએ દિલ્લી અને પુણે વચ્ચે મરાઠા સંપર્ક કાપી નાખ્યો. આ બાજુ મરાઠાઓએ કાબુલ અને કાંધાર સાથે અબ્દાલીનો સંર્પક કાપી નાખ્યો.

એક વાત નક્કી થઈ ગઈ કે જે સેનાને પૂરતા ખોરાક પાણી મળતા રહેશે તે ભારે પડશે. અફઘાનોને અવધનો નવાબ પૂરતી સામગ્રી પહોંચાડતો હતો, પણ આ બાજુ મરાઠાઓને મદદ કરવા કોઈ તૈયાર ન થયું.

દોઢ મહિનાની ઘેરાબંધી પછી બંને સેનાઓ 14 જાન્યુઆરી 1661 બુધવારના રોજ સવારે પાણીપતના મેદાનમાં સામસામે આવી ગઈ. જે મેદાને ભારતને ગુલામ બનાવવામાં મોટો ભાગ ભજવ્યો હતો, એ જ મેદાનમાં ભયંકર પાણીપતનું ત્રીજું યુદ્ધ શરૂ થયું.

સદાશિવ રાવ, સોળ વર્ષના વિશ્વાસ રાવ, સમશેર બહાદુર(ક્રિષ્ના રાવ), ઇબ્રાહિમ ગાર્દી વગેરે સરદારો ખૂબ ચતુરાઈ અને વીરતા પૂર્વક લડી રહ્યા છે. સદાશિવ રાવ હાથી ઉપર બેઠા બેઠા અફઘાનીઓની કાળી દાઢીઓ સોંસરવી ગળામાં ગોળીઓ ધરબે છે.

આશરે એક વાગ્યે વિશ્વાસ રાવને પડખામાં એક ગોળી વાગી. તેની માતાને તેની રક્ષાનું વચન આપેલા સદાશિવ રાવ હાથી ઉપરથી નીચે ઉતર્યા અને તેમના પડખામાંથી ગોળી કાઢવા લાગ્યા. સેનાએ સેનાપતિને હાથી ઉપર ન ભાળતા તેનું મનોબળ તૂટી ગયું. ઉપરથી સુરજમલે પોતાના સૈનિકો પાછા ખેંચી લીધા એટલે મરાઠા શક્તિ સાવ પડી ભાંગી.

અબ્દાલિએ બચાવીને રાખેલા 15000 સૈનિકોને પણ યુદ્ધમાં ઝીંકી દીધા. 30,000 જેટલા મરાઠા સૈનિકો વીરગતિ પામ્યા. 50 થી 60 હજાર સૈનિકો અને યાત્રાળુઓને ગુલામ બનાવાયા. સદાશિવ રાવ ભાઉ, વિશ્વાસ રાવ, સમશેર બહાદુર, ઇબ્રાહિમ ગારદિ પણ વીરગતિ પામ્યા. 20 જેટલી મરાઠા સ્ત્રીઓને મલ્હાર રાવ હોલ્કર સુરક્ષિત રીતે ત્યાંથી બહાર લઈ ગયા. પાર્વતી બાઈ પતિના વિયોગમાં માત્ર 10 દિવસમાં અવસાન પામ્યા.

અબ્દાલી જીતી તો ગયો પણ કાબુલમાં બળવો થતાં ના છૂટકે પાછું ફરવું પડ્યું. મરાઠાઓનું બલિદાન વ્યર્થ ન ગયું. પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરીના વચ્ચે થયેલા યુદ્ધ કરતાં પણ મોટી અને 11મી સદી પછી આ હિંદુઓ દ્વારા લડાયેલી સૌથી મોટી લડાઈ હતી.

વધુ આવતા ભાગમાં….

પ્રથમ ચિત્રમાં સદાશિવ રાવ ભાઉની શરણે આવેલ ઇબ્રાહિમ ગારદી છે. બીજામાં વિશ્વાસ રાવ, ત્રીજામાં અબ્દાલી અને ચોથામાં યુદ્ધનું ચિત્ર છે.