ભાગ 1 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.
શિવાજી ધીરે ધીરે મોટા થતાં જાય છે 5 વર્ષની ઉંમરથી માતા જીજાબાઇ તેને રામાયણ અને મહાભારતના પાઠ કરાવે છે, રાજનીતિ શીખવે છે, આદર્શ રાજવીના ગુણો શીખવે છે. 8 કે 9 વર્ષની ઉંમરે શિવાજીને રામાયણ, મહાભારત, શ્રીમદ ભગવદગીતા, ભાગવત પુરાણ વગેરે કંઠસ્થ થઈ ગયા હતા. અર્થશાસ્ત્રમાં પણ તેઓ નિપુણ હતા. નાની ઉંમરથી શ સ્ત્રવિદ્યા શાહજીના મિત્ર સરદાર દાદોજી કોંડદેવે શીખવી. તર વારબાજી શિવાજીની રગેરગમાં ઉતારી. હથિ આરોનું વિજ્ઞાન અને બેજોડ યુ ધકળા શીખવી.
દસ વર્ષની ઉંમરે માતા જીજાબાઈએ શિવાજીના લગ્ન નિંબાળકર પરિવારના સાત કે આઠ વર્ષના સઈબાઇ સાથે કરાવ્યા જેની જાણ પિતા શાહજી, મોટા ભાઈ શંભાજી કે નાના સાવકા ભાઈ એકોજીને પણ નહોતી.
પુણેથી થોડે દુર તોરણાનો કિલ્લો આવેલો છે. આ કિલ્લો પણ બિજાપુર હેઠળ આવતો હતો. તેનો સરદાર ઇનાયત ખાન ખુબજ ક્રૂર હતો. કિલ્લાની આસપાસના ગામોના લોકો તેનાથી કંટાળી ગયા હતા. તે જે માણસ પર ગુસ્સે થાય તેને તો પસાથે બાંધીને ઉડાવી દેતો. માતા જીજાબાઈએ સ્વરાજ્યનું મુહૂર્ત આ જ કિલ્લો જીતીને કરવા માટે નક્કી કર્યું હતું.
દર જન્માષ્ટમીએ મટકીફોડ કાર્યક્રમની મટકી જીજાબાઇ 24 હાથ જેટલી ઊંચી રખાવતા. જ્યારે દાસીઓ નાનકડા શિવાજી માટે આટલી ઊંચાઈએ મટકી રાખવાનું કારણ પૂછતી ત્યારે તેઓ માત્ર એટલું કહેતાં, “તોરણાની દીવાલો 24 હાથ ઊંચી છે.”
શિવાજી 15 વર્ષના થયા. સંપૂર્ણ પ્રશિક્ષિત, દયાવાન, સાહસી, શરીરે મજબૂત બાંધાના અને બુદ્ધિમાન. જીજાબાઇ તેમને પુણેની સૌથી ઊંચી જગ્યા પર લઈ ગયા જ્યાંથી આસપાસના ગામો, મેદાનો અને તોરણા પણ દેખાતો હતો. તેમણે શિવાજીને પૂછ્યું, “શિવા,તને શું દેખાય છે.” આસપાસ અનેક વસ્તુઓ દેખાવા છતાં શિવાજીએ કહ્યું, “માં, મને તોરણા દેખાય છે.” જીજાબાઇ શિવાજીનો અર્જુન જેવો ઉત્તર સાંભળીને ખુશ થયા અને મનોમન નક્કી કર્યું કે હવે શિવાજી ‘તૈયાર છે.’
શિવાજી સોળ વર્ષના થયા. જીજાબાઈએ તેમને બીજાપુર પિતા અને મોટાભાઈ શંભાજીને મળવા જવા કહ્યું. શિવાજી તૈયાર થયા. માથે સાફો બાંધ્યો. તર વાર લીધી, પીઠમાં ઢા લ બાંધી, કેડે ક ટાર ભરાવી. જીજાબાઇ અને પત્ની સઈબાઇએ આરતી ઉતારી. પોતાના માનીતા કાળા અશ્વ પર સવાર થયા, સાથે દાદોજી અને બીજા દસ બાર માણસો પણ ચાલ્યા.
બીજાપુર પહોંચ્યા. શિવાજીએ પહેલા ક્યારેય બીજાપુર નહોતું જોયું તેથી તેમણે બીજાપુરની બજારમાંથી થઈને સીધા આદિલ શાહના દરબારમાં જઇને જ પિતાને મળવાનું નક્કી કર્યું. ઘોડા પરથી નીચે ઉતરી લગામ હાથમાં લઈને બીજાપુરની બજાર વચ્ચે બધા એવી રીતે ચાલ્યા જાય છે જાણે કોઈ સેના યુ ધજીતીને આવી રહી હોય. કારીગરોની દુકાનો અને તેમની કળાનો રસાસ્વાદ માણતા જાય છે. વેપારી અને ગ્રાહકની બોલાચાલી જોતા જાય છે.
એવામાં એક ક સાઈ શિવાજીની નજરે ચડ્યો. તે ગાય ને ઢસડીને લઈ જતો હતો. ગાય પગ ભરાવીને ન ચાલવા માટે જોર કરતી હતી. પાછળ ગાયનો માલિક અને તેની પત્ની રોકકળ કરતા જાય છે. ક સાઈને રોકવાની કોશિશ કરે છે. આ બધુ જોઈને શિવાજીએ દાદોજીને પૂછ્યું, “દાદોજી, આ બધું શું થઈ રહ્યું છે?”
તેમણે આસપાસના માણસો પાસેથી જાણકારી મેળવી શિવાજીને કહ્યું, “શિવા, પાછળ રોવે છે એ ગાયનો માલિક છે. તેણે કોઈ શેઠ પાસેથી પૈસા ઉધાર લીધેલા. તે પૈસા પાછા આપી ન શક્યો એટલે શેઠે તેની ગાય ક સાઈને વેચી દીધી. એટલે તે ક સાઈ ગાયને કા પવા માટે લઈ જાય છે.
વધુ આવતા ભાગમાં…..
પોસ્ટ ગમે તો લાઈક કૉમેન્ટ કરવા વિનંતી છે.
જય શ્રી રામ.
– સાભાર પિયુષ ડોંગા (અમર કથાઓ ગ્રુપ)
ભાગ 1 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.