ભાગ 1 અને 2 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.
(આગળના ભાગોમાં આપણે શિવાજીના જન્મ અને તેમની માતાએ તેમને દરેક પ્રકારનું શિક્ષણ આપીને વિજય મેળવવા તૈયાર કર્યા તેના વિષે જાણ્યું. એ પછી શિવાજી બીજાપુરમાં પોતાના ભાઈ અને પિતાને મળવા માટે નીકળે છે. બીજાપુરની બજારમાંથી પસાર થતા સમયે તે ગાયને લઇ જતા ક સાઈને જુએ છે. આવો તેની આગળની સ્ટોરી વાંચીએ.)
ગૌમાતાની આવી દશા જોઈને શિવાજીના હૃદયમાં કમકમાટી છૂટી. “ગૌમાતાનું પાલન કરવું અને તેમની રક્ષા કરવી દરેક સનાતનીનું પરમ કર્તવ્ય છે.” એટલું કહી દાદોજીને પોતાના ઘોડાની લગામ આપી બધા સાથીઓને ત્યાંજ ઊભા રહેવા કહ્યું અને પોતે ક સાઈ પાસે આવ્યા.
બુદ્ધિમાન શિવાજીએ સામ- દામ – દંડ – ભે દની નીતિ વાપરવાનું નક્કી કર્યું. પહેલા ક સાઈને ગાયને ન કા પવા સમજાવ્યો. પણ તે ન માન્યો. પછી ગાયની કિંમત કરતાં બે ગણી કિંમત આપવાનું કહ્યું છતાં પણ તે ન માન્યો, અને ગાયને ઢસડવાનું ચાલુ રાખ્યું.
હવે દંડ કરવાનો સમય હતો. તરત જ શિવાજીએ તર વારકાઢી અને જે હાથે ક સાઈ ગાયને તાણી રહ્યો હતો તે હાથને એક જ ઝાટકે અલગ કરી નાખ્યો. મોટા પ્રમાણમાં લો હીવહી જવાથી ક સાઈએ ત્યાં જ થોડી વારમાં અંતિમ શ્વાસ લીધા. શ્રીકૃષ્ણએ જેમ મથુરાની બજારમાં કુબજાનો ઉદ્ધાર કર્યો હતો તેમ શિવાજીએ ગૌમાતાનો ઉદ્ધાર કર્યો.
પોતાના શિષ્યનું આવું પરાક્રમ જોઈને દાદોજી મનોમન ખૂબ ખુશ થયા. તેઓ થોડા ભયભીત પણ થયા કેમકે બીજાપુરમાં આદિલ શાહનું શાસન હતું. બધા આદિલ શાહના દરબારમાં પહોંચ્યા. શિવાજીના સાથીઓ બહાર ઊભા રહ્યા.
આદિલ શાહનો દરબાર ભરાયો છે. અ ફીણના ન શામાં ચૂર, મંકોડા જેવી કાળી લાંબી દાઢી ધરાવતો, ન શાને લીધે જેનું શરીર કુપોષિત જેવું થઈ ગયું છે, મ દમાં હોવાથી જેની આંખો પણ માંડ માંડ ખુલે છે એવો આદિલ શાહ સૌથી ઉંચા પદ પર બેઠો છે. શિવાજીને અચાનક જોઈ શાહજી અને શંભાજી ખુશ થાય છે. શિવાજી ભવનમાં પ્રવેશે છે પણ આદિલ શાહને સલામ ભરતાં નથી. આદિલ શાહ શિવાજીને ઓળખતો નથી.
આદિલ શાહ તાડુક્યો, “કોણ છે આ ગુસ્તાખ, તને જીવ વહાલો નથી. તે બાદશાહને સલામ ન ભરવાની હિંમત કેમ કરી?” પિતા શાહજી વચમાં બોલે એ પહેલાં જ શિવાજીએ આદિલ શાહની આંખમાં આંખ પરોવીને કહ્યું, “મારી માતા કહે છે કે ગુરુ, સંત, માતાપિતા, વડીલો અને ભગવાન સિવાય કોઈની પણ સામે માથું ઝુકાવવું નહિ. તું નથી કોઈ સંત, તું નથી મારો ગુરુ કે નથી વડીલ, અને ભગવાન તો તું હોઈ જ ન શકે. તેથી મેં તને સલામ ન ભરી.” શિવાજીનો કડવો ઉત્તર સાંભળીને આદિલ શાહ સિંહાસન પરથી ઊભો થઈ ગયો અને સૈ નિકોને આદેશ આપ્યો, “પકડી લો આ ગુસ્તાખ, બદ જુબાનને.”
સૈ નિકો કંઇ કરે તે પહેલાં શાહજી ઊભા થયા અને આદિલ શાહને કહ્યું, “બાદશાહ, આ મારો પુત્ર છે, પહેલી વાર બીજાપુર આવ્યો છે. તેના વતી હું તમારી માફી માંગુ છું.” આદિલ શાહ બોલ્યો, “શાહજી, તે તારા પુત્રને સલામ કેમ ભરાય તે હજુ સુધી કેમ નથી શીખવાડ્યું?” શાહજીએ ઉત્તર આપ્યો, “બાદશાહ, તે તેની માતા સાથે મોટો થયો છે. ત્યાં પુણેમાં જ રહેવાથી અત્યાર સુધી આને કોઈની સામે માથું નમાવતા આવડ્યું જ નથી.” શાહજીએ ગોટા વાળીને મામલો થાળે પાડયો.
દરબાર છૂટો પડ્યો. ઘરે આવીને શાહજીએ શિવાજીને ઠપકો આપવાને બદલે શાબાશી આપી. બંને ભાઈઓ એકબીજાને મળીને ખૂબ ખુશ થયા. શિવાજીએ પુણેના સમાચાર આપ્યા. શિવાજી, દાદોજી અને તેમના સાથીઓ ફરી પુણે આવ્યા. પુણે આવીને દાદોજીએ બિજાપુરમાં કરેલા શિવાજીના પરાક્રમો જીજાબાઇને કહ્યા. જીજાબાઈ ખુશ થયા કેમકે તેમની વર્ષોની મહેનત સફળ થઈ હોય તેવું લાગી રહ્યું હતું.
હવે સમય આવી ગયો હતો તોરણા પર ભગવો લહેરાવીને સ્વરાજ્ય ની દિશામાં પહેલું પગલું ભરવાનો, ઇનાયત ખાનનો વ ધકરવાનો. શિવાજી આજુબાજુના વિસ્તારોમાંથી સૈ નિકો, સાથીદારો અને મિત્રો ને એકઠા કરવા માંડ્યા. પુણેની નજીકના માવળ ગામના મરાઠા ખેડૂતો ને તર વારબાજી અને યુ ધકળા આવડતી હતી. સૌથી વધુ લોકો માવળ ગામમાંથી જોડાયા, હળ મૂકીને હથિ આરો લીધા.
વધુ આવતા ભાગમાં.
મિત્રો પોસ્ટ ગમે તો લાઈક કૉમેન્ટ કરવા માટે વિનંતી છે.
જય શ્રી રામ.
– સાભાર પિયુષ ડોંગા (અમર કથાઓ ગ્રુપ)
ભાગ 1 અને 2 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.