ભાગ 1 થી 3 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.
માતા જીજાબાઈએ શાહજી અને શંભાજીને બિજાપૂર સંદેશો મોકલ્યો. બંનેને તાત્કાલિક બીજાપૂર છોડી દેવા કહ્યું. શિવાજી કુળદેવી માતા તુલજા ભવાનીના આશીર્વાદ લેવા માટે તુલજાપુર ગયા.
કહેવાય છે કે મા ભવાનીએ સાક્ષાત પ્રગટ થઈ ને શિવાજીને સ્વરાજ્યની ચાવીરૂપ તર વાર આપી હતી. ફરી પુણે આવ્યા. 16 વર્ષના નવયુવાન શિવાજીને પત્ની સઈબાઈએ કવચ પહેરાવ્યું. માતા જીજાબાઈએ આરતી ઉતારી. યોજના તૈયાર હતી. બસ વાટ હતી તોરણા જીતવાની. સો દોઢસો જેટલા માણસોની નાનકડી સેના શિવનેરીમાં તૈયાર થઈ .હર હર મહાદેવના નાદથી શિવનેરી ગુંજી ઉઠ્યો.
શિવાજી, દાદોજી અને બીજા બે ત્રણ સરદારો આગળ ચાલ્યા. તોરણાની આસપાસનાં જંગલમાંથી થઈને દીવાલો ચડ્યા. નીચેના માળમાં બધા સૈ નિકોને પકડીને ઠેકાણે પાડી દીધા. ઇનાયત ખાન ઉપરના માળે બેઠો હતો. ઉપરના માળની દિવાલમાંથી નીચે જુએ છે તો કોઈ સૈ નિક દેખાતા નથી. ગુસ્સે થાય છે અને ગા ળો બોલતો જાય છે. પણ નીચે આવતો નથી કેમકે એને ડર હતો કે કદાચ દુશ્મન નીચેની દીવાલમાં છૂપાઈને બેઠા હોય તો પોતે પણ જીવથી જાય.
શિવાજીએ એક સૈ નિકના કપડાં પહેરી લીધા. મોઢે ફાળિયું વીંટી લીધું, માત્ર આંખો દેખાય છે. બાકીના સાથીઓને નીચે રહેવા કહી પોતે ઉપર ગયાં. ઇનાયત ખાન પાસે ગયા. કહ્યું, “જનાબ, આપણા સૈ નિકો અહી જંગલમાં હરણનો શિકાર કરવા ગયા છે હમણાં થોડી જ વારમાં આવી જશે.” ઇનાયત ખાનને વધુ ગુસ્સો આવ્યો, “મારી પરવાનગી વગર કિલ્લો છોડીને જતા રહ્યા. આવવા દો પાછા એકે એકને મા રી મા રીને તોડી નાખીશ.”
સલામ કરવાની ટેવ તો શિવાજીને પહેલેથી હતી જ નહિ એટલે તેમણે ઇનાયત ખાનને સલામ નહોતી કરી. એ છેક હવે ઈનાયતને યાદ આવ્યું. એક તો ગુસ્સામાં હતો જ ઉપરથી આગમાં ઘી હોમવાનું કામ કર્યું. શિવાજીને કહ્યું, “બે કોડીના સૈ નિક તે મને સલામ કેમ ન ભરી? તું કોઈ રાજાનો કુંવર છો?”
શિવાજીએ જવાબ આપ્યો, “જનાબ, હું હિન્દુ પરિવારમાં મોટો થયો છું મને સલામ ભરતાં નથી આવડતું. તમેં મને શીખવાડો તો હું તમને ડગલે પગલે સલામ ભરીશ.” બળદ બુદ્ધિનો ઇનાયત ખાન બોલ્યો, “હું તને શીખવાડું છું ધ્યાનથી જોજે.” એમ કહી તે ઝૂકીને સલામ ભરવા લાગ્યો. જેવો ઝૂક્યો એવો શિવાજીએ મોકો જોઈ કાખમાં ભીડી લીધો. કાખમાં ભીડી ઇનાયત ખાનની કેડેથી તેની જ કટા રકાઢીને તેના જ પ ડખામાં ભોં કી દીધી. લો હીલુ હાણ થઈ ઇનાયત ખાન પડી ગયો. શિવાજીએ તેમના સાથીઓને ઉપર આવવા ઈશારો કર્યો.
દાદોજીએ કહ્યું, “શિવા, કેની રાહ જો છો. આ રાક્ષસને હ ણીનાખ.” શિવાજી બોલ્યા, “દાદોજી, આને અત્યાર સુધી ઘણા નિર્દોષ લોકોને તો પ સાથે બાંધીને ઉડાડી નાખ્યાં છે. જેવા સાથે તેવાના નિયમ મુજબ આને પણ તો પ સાથે બાંધીને ઉડાવી દેવો જોઈએ.”
ઇનાયતને તોપ સાથે બાંધ્યો. સાથે આદિલ શાહી સલ્તનતનો ઝંડો પણ બાંધ્યો. તોપ ચલાવી. ઇનાયત ખાન ખાખ થઈ ગયો. તોરણા ઉપર ભગવો લહેરાયો. શિવાજીના વિજયરથ ના પૈડાએ પ્રથમ ચક્ર પૂરું કર્યું. આસપાસના 21 ગામ હવે શિવાજીની નજર હેઠળ આવી ગયા હતા.
તોરણા હાથમાંથી ગયા ની વાત આદિલ શાહ સુધી પહોંચી. તેણે આખું બિજાપુર ફંફોરવ્યું પણ ન મળે શાહજી કે ન મળે શંભાજી. બંને પુણે પહોંચી ગયા હતા. પછી તો શિવાજીએ પાછું વાળીને ન જોયું. જેમ જેમ ગામ વધતા ગયા તેમ તેમ સેના મોટી બનતી ગઈ. લોકો નીડર બનીને શિવાજી સાથે જોડાવા લાગ્યા. આદિલ શાહીને હલબલાવી નાખી.
ચાર વર્ષમાં ટૂંકા ગાળામાં ફતેહ ખાનનેમા રીને સુભાન મંગલ, પુરંદર, હરિહર ગઢ વગેરે જેવા અનેક કિલ્લાઓ જીતી લીધા. અડધાથી વધારે મહારાષ્ટ્ર પર ભગવો લહેરાવ્યો. એવા એક યુ ધમાં દાદોજી કોંડદેવ વીરગતિ પામ્યા.
શિવાજીની ઉંમર 20 વર્ષની છે. મરાઠા સરદાર મોહિતેને પોતાની સાથે જોડવા મથી રહ્યા છે. મોહિતે આસાનીથી હા પાડતા નથી. જીજબાઈએ યુક્તિ અજમાવી. મોહિતેની પુત્રી સોયરાબાઈ સાથે શિવાજીના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. મોહિતે તૈયાર થયા. પણ શિવાજી માનતા નથી. જીજાબાઈના સમજાવવા પર પણ તેઓ આનાકાની કરે છે.
તેમને રસ્તામાં આવી રહ્યો હતો સઇબાઇનો પ્રેમ. નાનપણમાં જ જેમના લગ્ન થયેલાં, સ્વરાજ્યના અભિયાનમાં હંમેશા કદમ મિલાવી ચાલનાર, જેનું અડધું વર્ષ પતિની રક્ષા માટે વ્રત ઉપવાસ કરવામાં જ જતું હોય એવી ગુણિયલ અને સમજુ પત્ની પ્રત્યે પ્રેમ હોય એ સ્વાભાવિક છે.
વધુ આવતા ભાગમાં.
મિત્રો પોસ્ટ ગમે તો લાઈક કૉમેન્ટ કરવા વિનંતી છે.
બીજા ફોટામાં હરિહર ગઢ, ત્રીજામાં સુભાન મંગલ અને ચોથામાં પૂરંદર છે.
જય શ્રી રામ.
– સાભાર પિયુષ ડોંગા (અમર કથાઓ ગ્રુપ)
ભાગ 1 થી 3 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.