મરાઠા સામ્રાજ્યનો ઉદયથી અસ્ત ભાગ – 5, શિવાજી-સંભાજીએ આદિલ શાહ રૂપી રાવણની લંકાને ધવસ્ત કરી.

0
875

ભાગ 1 થી 4 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

આગળના ભાગમાં આપણે જાણ્યું કે, મરાઠા સરદાર મોહિતેને પોતાની સાથે જોડવા જીજાબાઈએ શિવાજીને તેમની દીકરી સાથે લગ્ન કરવા કહ્યું, પણ શિવાજી માનતા નથી. આવો પછી શું થયું તે જાણીએ.

જીજાબાઈએ સઈબાઈને પોતાના પતિને સમજાવવા કહ્યું. સમજુ અને ત્યાગ વૃત્તિ ધરાવતા સઈબાઈએ શિવાજીને કહ્યું, “તમે મને ખાલી એટલું કહો કે તમારા માટે સૌથી મહત્વનું શું છે? હું કે પછી હિંદવી સ્વરાજ્ય? જો તમે મારું નામ લેશો તો હું અહીં તમારી સામે જ પેટમાં ક ટાર ભરાવિને મો તને વહાલું કરીશ. હું એમ માનીશ કે હું સ્વરાજ્યના અભિયાનનો કાંટો છું.” ખરેખર ધર્મ માટે આવડું મોટું બલિદાન એક વીરાંગના જ આપી શકે.

છેવટે શિવાજી માન્યા. સોયરા બાઈ સાથે વિવાહ થયા. મોહિતેની એક મોટી સૈ ન્ય ટુકડી શિવાજીના અભિયાનમાં જોડાઈ. ત્યારબાદ તેમણે સમયાંતરે મરાઠાઓને એક કરવા માટે પૂતલાબાઈ, સકવાર બાઈ અને કાશિબઈ સાથે પણ લગ્ન કરેલા.

રામ લક્ષ્મણની જોડીની જેમ શિવાજી અને સંભાજી આદિલ શાહ રૂપી રાવણની લંકાને ધવસ્ત કરે છે. આદિલ શાહ એક પછી એક સરદારો મોકલ્યા કરે છે પણ જીવતા એકેય આવતા નથી. આદિલ શાહનું શરીર ચિંતા અને ક્રોધના કારણે રોગીષ્ટ અને કમજોર બનતું જાય છે. 1658 માં આદિલ શાહના એક સરદારે સંભાજીને દગાથી ઘેરીનેમા રીનાખ્યાં.

શિવાજીએ એ સરદારને પાંચ જ દિવસની અંદર પકડીનેહ ણીના ખ્યો. સંભાજીના વીરગતિ પામવાના થોડા દિવસો બાદ જ શિવાજી અને સઈબાઈના પહેલા પુત્રનો જન્મ થયો. શિવાજીએ મોટાભાઈની યાદમાં તેનું નામ પણ સંભાંજી રાખ્યું.

આદિલ શાહે તેનો છેલ્લો અને સૌથી ખતરનાક દાવ રમ્યો. તેણે પોતાના સૌથી તાકાતવાન અને ક્રૂર સરદાર અફઝલ ખાનને પ્રતાપગઢ મોકલ્યો. મરાઠાઓ આદિલ શાહી સલ્તનતને જીતતા જીતતા છેક ઉત્તર કર્ણાટકના પ્રતાપગઢ સુધી પહોંચી ગયા હતા. અફઝલ ખાને પોતાના માણસોની સાથે બિજાપુરની અને પ્રતાપ ગઢની સીમા પર છાવણી નાખી છે.

લાંબો પાતળો ચહેરો અને લાંબી દાઢી, કોઈ વનનાં વાંસ જેવી સાડા સાત ફૂટની ઊંચાઈ, આખે આખો બ કરો ખાઈ જાય એવો વિકરાળ અને બળવાન તો એવો કે લોકોને બાથમાં ભીડી એટલું જોરથી શરીરને દબાવતો કે છાતીના હા ડકાં ભાં ગી જાય અને માણસ ત્યાં જ ખતમ થઈ જાય. અને કમરે દમાસ્કસ ના લોખંડની મરચાનું પાણી પાયેલી શમશેર તર વાર લટકતી હોય. જેવો તેવો ઘોડો અફઝલ ખાનને પીઠ પર બેસાડીને એક ગાઉ પણ ન ચાલી શકે એવી પહાડી કાયા. અને કપટી પણ એટલો જ. હાર માનેલા સૈ નિકોને પણ જીવતા મુકતો નહિ.

શિવાજીને બાતમી મળી કે અફઝલ ખાન મૈત્રી કરાર કરવાના બહાને છાવણીમાં બોલાવી રાજાઓ અને સરદારને બાથમાં ભીડીને મા રીનાખે છે. કર્ણાટકના કોઈ પ્રદેશના સુબેદાર રાજા વર્મન ને પણ એવી રીતે તાજેતરમાં જ મા રીના ખેલા.

અફઝલ ખાને શિવાજીને પણ એવી જ રીતે મા રીનાખવાનું વિચાર્યું. શિવાજીને મૈત્રી કરાર કરવા માટે પ્રતાપગઢ છાવણીમાં બોલાવ્યા. શિવાજીએ વિચાર્યું કે હાથીનોશિ કાર વાઘ કરી શકે છે, જો અફઝલ ખાનની કાયા હાથી જેવી હોય તો એનોશિ કાર કરવા માટે વાઘ બનવું પડે.

શિવાજીએ પણ સીધું યુ ધકરવા માટેનો વિચાર પડતો મૂક્યો. કેમકે આદિલશાહે પોતાની બધી તાકાત અફઝલ ખાનને આપી દીધી હતી એકે એક સૈ નિક અફઝલ ખાનને આપ્યો હતો. સીધા યુ ધમાં મરાઠા સેનાને પણ મોટું નુકશાન થાય એમ હતું.

વધુ આવતા ભાગમાં.

મિત્રો પોસ્ટ ગમે તો લાઈક કૉમેન્ટ કરવા વિનંતી છે.

– સાભાર પિયુષ ડોંગા (અમર કથાઓ ગ્રુપ)

ભાગ 1 થી 4 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.