મરાઠા સામ્રાજ્યનો ઉદયથી અસ્ત ભાગ-6, શિવાજીએ બીજાપૂર જીતી લઈ આદિલ શાહી સલ્તનતનું નામોનિશાન મિટાવી નાખ્યું.

0
606

ભાગ 1 થી 5 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

શિવાજી અફઝલ ખાનને મળવા પ્રતાપગઢ જવા રવાના થયા. બંડીની અંદર લોખંડનું મજબૂત કવચ પહેર્યું અને બંને હાથમાં વાઘનખ પહેર્યા. વાઘનખની પર વીંટીઓ પહેરીને કુશળતાથી છૂપાવી દીધા. થોડા માણસોની ટુકડી લઈને ચાલ્યા.

અફઝલ ખાનની છાવણીથી થોડે દૂર દશેક માણસો સિવાય બાકીનાને ત્યાં જ રોકી દીધા અને જેવા રણશિંગા ફૂંકાય એવા તરત જ અચાનક છાવણી પર હુમલો કરવા કહ્યું. શિવાજી અફઝલ ખાન પાસે ગયા. બંને પક્ષના સરદાર સામા સામા બેસ્યા અને મિત્રતા કરાર થયો.

અફઝલ ખાને શિવાજીને કહ્યું, “શિવાજી, એક બીજાને ગળે વળગ્યા વગર મૈત્રી કરાર અધૂરો રહે” એમ કહી શિવાજીને બાથમાં લીધા અને જોર લગાવવાનું ચાલુ કર્યુ. પણ તેનું જોર લોખંડના કવચને લીધે ફાવતું નથી. શિવાજીએ મોકો જોઈ વાધનખ અફઝલ ખાનની પીઠ પર બેસાડી દીધા અને ઊંડા ઉઝરડા કરી નાખ્યાં.

જેવા શિવાજીએ ઉઝરડા કર્યા એવા તરત જ બાકીના સરદારો તલવાર ખેંચીને અફઝલ ખાનના સાથીઓને વેતરવા લાગ્યા. અફઝલ ખાન પીડાથી કંપી ઉઠ્યો. હવે શિવાજીએ વાઘનખ અફઝલ ખાનની છાતી અને પડખામાં પરોવી દીધા. નરસિંહ અવતારમાં ભગવાને હિરણ્યકશિપુનો વધ કર્યો હતો એવું દ્રશ્ય સર્જાયું.

તેને ત્યાં જ તરફડતો છોડીને શિવાજી બીજા સૈનિકો ઉપર વરસવા લાગ્યા. રણશિંગા ફૂંકાયા, રાહ જોઈ રહેલી મોટી ટુકડી છાવણી ઉપર તૂટી પડી. અફઝલ ખાનના સલાહકાર પંતોજી એક બ્રાહ્મણ હોવાથી તેમને છોડી દેવામાં આવ્યા. તેઓએ પછીથી શિવાજીનો સાથ આપ્યો.

એક જ ટંકમાં છાવણી કબ્રસ્તાનમાં ફેરવાઈ ગઈ. તરફડી રહેલા અફઝલનું માથું વાઢીને પુણે લવાયું. આદિલ શાહી સાવ પડી ભાંગી. ગાયનું માંસ ખાવા વાળા ઉપર ગાયને મા કહેનારો ભારે પડ્યો. આદિલ શાહ મરણ પથારીએ પડ્યો અને બીમારીને લીધે મરી ગયો.

અફઝલ ખાનનું માથું પુણે લાવવા પર જીજાબાઈએ શિવાજીને ઠપકો આપ્યો કહ્યું, “અફઝલ ખાન આપણો દુશ્મન જરૂર હતો પણ તે પોતાના રાજા માટે લડી રહ્યો હતો. એ પણ એક સૈનિક હતો. તેના મસ્તકને સમ્માન સાથે કિલ્લાની બહાર દફનાવવામાં આવે. “મોલવીને બોલાવી અફઝલ ખાનના મસ્તકને દફનાવામાં આવ્યું.”

આદિલ શાહનો પુત્ર સાવ નાલાયક હતો. શિવાજીએ બીજાપૂર જીતી લઈ આદિલ શાહી સલ્તનતનું નામોનિશાન મિટાવી નાખ્યું. શિવાજીના નાના સાવકા ભાઈ એકોજીએ તમિલનાડુના થંજાવુરના સુલતાન ઉપર આક્રમણ કર્યું અને સુલતાનને હરાવ્યો. થંજાવુર જેવા પ્રાચીન અને પવિત્ર શહેર ઉપર ભગવો લહેરાયો.

એકોજીએ થંજાવુરના પ્રખ્યાત મહાન બૃહદેશ્ચર મહાદેવના મંદિરમાં ફરીથી પૂજા શરૂ કરાવી. મંદિરનો નિભાવ રાજકોશમાંથી કર્યો. પાંચમા ચિત્રમાં તેમણે થંજાવુરમાં બંધાવેલો અતિ સુંદર મહેલ દર્શાવ્યો છે.

હવે વારો હતો મુઘલોનો. મુઘાલોની ખૂબ વિશાળ સેના સામે સીધા યુદ્ધમાં ઉતરવું મૂર્ખામી હતી. શિવાજીએ ગોરીલા યુદ્ધની ખોજ કરી. પશ્ચિમ ઘાટ, કર્ણાટક અને સહ્યાદ્રિના જંગલોમાં શિવાજી અજેય બની ગયા હતા. ક્યાંથી ક્યાં આવે અને કેમ મૂઘલોની ટુકડીને ધમરોળી ક્યાં છુપાઈ જાય એ મુઘલ સરદારો સમજી નહોતા શકતા. એકે એક નાના મોટા યુદ્ધ માટે શિવાજી અલગ અલગ વિશિષ્ટ યોજના બનાવતા.

વધુ આવતા ભાગમાં…

મિત્રો પોસ્ટ ગમે તો લાઈક કૉમેન્ટ કરવા વિનંતી છે.

– સાભાર પિયુષ ડોંગા (અમર કથાઓ ગ્રુપ)

ભાગ 1 થી 5 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.