મરાઠા સામ્રાજ્યનો ઉદયથી અસ્ત ભાગ – 7, શિવાજીના સ્મરણ માત્રથી શાઇસ્તા ખાનની ઊંઘ હરામ થઈ જતી હતી.

0
853

ભાગ 1 થી 6 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

આગળના ભાગોમાં આપણે જાણ્યું કે, કેવી રીતે શિવાજીએ બીજાપૂર જીતી લઈ આદિલ શાહી સલ્તનતનું નામોનિશાન મિટાવી નાખ્યું. હવે આગળની સ્ટોરી જાણીએ.

શિવાજીએ વિકસાવેલી ગોરીલા યુ ધની પદ્ધતિઓનો ભારતીય સેના આજે પણ યુ ધલડવા માટે ઉપયોગ કરે છે. આખી દુનિયામાં ભારતીય સેનાને જંગલોમાં લડવામાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. રશિયા અને અમેરિકા જેવી મોટી સેનાઓ પણ ભારતીય સેના પાસે જંગલમાં લડવાની તાલીમ લેવા માટે આવે છે.

અમેરિકન સૈન્યના એક કમાન્ડરે તો ત્યાં સુધી કહેલું કે જો તમે જંગલમાં લડવાના હો અને તમારી દુશ્મન ભારતીય સેના હોય તો તમારા જીતવાની સંભાવના એટલી જ છે જેટલી ઘોડાની બેસી જવાની.

શિવાજીએ મરાઠા નૌકાદળની સ્થાપના કરી. એ સમયે કોઈ ભારતીય રાજ્ય પાસે નૌકાદળ નહોતું. શિવાજીને ભારતીય નૌકાદળના પિતા કહેવામાં આવે છે. તેમના પછી તેમના પુત્ર સંભાજી મહારાજ અને પેશવા બાજીરાવે નૌકાદળને ખૂબ વિકસાવ્યું. ભારતીય નૌસેના આજે પણ શિવાજી જયંતીના દિવસે શિવાજી મહારાજને સલામી આપે છે.

શિવાજી દખ્ખનમાં આવતી એકે એક મુઘલ સેનાની ટુકડીને વેરવિખેર કરી નાખે છે. શિવાજી હવે ઉત્તર તરફ આગળ વધી રહ્યા છે. ભોગવિલાસ અને તાજમહલ બંધાવવામાં મશગુલ શાહજહાં શિવાજી તરફ ખાસ ધ્યાન દેતો નથી.

શિવાજીના અધ્યાત્મિક ગુરુ સ્વામી સમર્થ રામદાસને કહેવામાં આવે છે. તેઓએ શિવાજીને ભક્તિના માર્ગે ખૂબ પ્રગતિ કરવી હતી. શિવાજીના સફળ ધાર્મિક જીવનમાં સ્વામી રમદાસનો ખૂબ મોટો ફાળો હતો. આ સિવાય તેઓ સંત તુકારામ ને મળ્યા બાદ તેમનાથી પણ ખૂબ પ્રભાવિત થયા હતા. સંત તુકારામના કહેવાથી પંઢરપુરની સુરક્ષા અને વિકાસમાં ખૂબ ઝડપી કાર્ય થયું હતું.

ઓરંગઝેબે પોતાના બાપ શાહજહાં ને કેદ કર્યો અને ગાદીએ બેઠો. તેણે મુઘલ બંગાળના સુબેદાર તરીકે શાઇસ્તા ખાનને મોકલ્યો. તેને મૂળ લક્ષ્ય પુણે જીતવાનું આપવામાં આવ્યું. તે ઓરાંગાબાદ પાસેના ઉમારખિંદમાં મજબૂત કિલ્લામાં રહેવા આવ્યો.

શિવાજીની રાત્રિ ધાડ ની કહાણીઓ સાંભળીને તે શિવાજીથી ખૂબ ડરી ગયો. પુણે પર હુ મલો કરવાનું તો દૂર ઉમારખિંદની બહાર પણ નહોતો નીકળતો. તેને સપનામાં પણ શિવાજી જ દેખાતા. રાત્રે જોરદાર પવન ફૂંકાય તો સફાળો બેઠો થઈ જતો અને પોતાની બેગમોને પૂછતો, “કૌન હૈ?” બેગમો કહેતી, “સિર્ફ હવા હૈ.” પોતે રાહતનો શ્વાસ ભરીને કહેતો, “તો ઠીક હૈ, મુજે લગા શિવા હૈ.”

જુલાઈ 1660 માં શિવાજીએ પોતાની સેના સાથે શાઈસ્તા ખાનના ઉમારખિંદ પર રાત્રે હુ મલો કર્યો. શાઇસ્તા ખાને મહેલના બધા દીવા બુઝાવી દીધા. પણ શિવાજી અને એના સૈનિકોને અંધારાથી કોઈ ફરક પડતો ન હતો. ડરપોક શાઇસ્તા ખાન મહિલાઓના કપડાં પહેરીને બેગમના ઓરડામાં સ્ત્રીઓ વચ્ચે છુપાઈ ગયો.

તેને ખબર હતી કે શિવાજી કે શિવાજીનો કોઈ પણ સૈ નિક મહિલાઓના ઓરડામાં ધૂસી આવશે નહિ. શિવાજીને ખબર પડી ગઈ. મિત્ર તાનાજી અને પોતે ઓરડા પાસે ગયા. શિવાજી ઓરડાની પાછળની બારીએ ઘાત લગાવીને બેઠા. તાનાજીએ દરવાજા પાસે આવી કહ્યું, “બહેનો, તમારી વચ્ચે કોઈ પુરુષ હોય તો મહેરબાની કરીને મને સોંપી દો અને તમે અહીંથી સુરક્ષિત નીકળી જાઓ. અમે આખા મહેલને તો પથી ઉડાવી નાખવાના છીએ.”

બેગમોએ કહ્યું, “ભાઈ, અમારી વચ્ચે કોઈ પુરુષ નથી. અમે બહાર નીકળીએ છીએ. “બેગામો બહાર નીકળી અને શાઇસ્તા ખાન પાછળની બારીએથી ભાગ્યો, જેવો બહાર નીકળ્યો તેવો શિવાજી રૂપી કાળની તર વારથી વેતરાઈ ગયો.

વધુ આવતા ભાગમાં…

મિત્રો પોસ્ટ ગમે તો લાઈક કૉમેન્ટ કરવા વિનંતી છે.

ઉપરના ચિત્રમાં મરાઠા નૌસેના છે. બીજામાં શિવાજીને સલામી આપતી ભારતીય નૌસેના છે. ત્રીજા અને ચોથામાં સ્વામી સમર્થ રામદાસ અને સંત તુકારામ છે. પાંચમાં માં શાઇસ્તા ખાન વધ છે. છઠ્ઠામાં બંને સંત એક સાથે છે.

– સાભાર પિયુષ ડોંગા (અમર કથાઓ ગ્રુપ)

ભાગ 1 થી 6 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.