મરાઠા સામ્રાજ્યનો ઉદયથી અસ્ત ભાગ – 8, સુરત પર કબ્જો કરીને શિવાજીએ કરી મુગલોની હાલત ખરાબ.

0
656

ભાગ 1 થી 7 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

આગળના ભાગોમાં આપણે જાણ્યું કે, કેવી રીતે શિવાજીએ બીજાપૂર જીતી લઈ આદિલ શાહી સલ્તનતનું નામોનિશાન મિટાવી નાખ્યું. પછી શાઇસ્તા ખાનનો પણ અંત લાવ્યા. હવે આગળની સ્ટોરી જાણીએ.

ઉમારખિંદના યુ ધપછી મરાઠાઓ લગાતાર ત્રણ વર્ષ સુધી દખ્ખણમાં મુઘલો સામે યુ ધલડ્યા. મરાઠાઓની આર્થિક સ્થિતિ થોડી નબળી પડી ગઈ. ઉપરથી શિવાજીએ પોતાનું નિવાસ સ્થાન શિવનેરીથી બદલાવીને રાયગઢ કર્યું હતું તેમાં પણ થોડો ખર્ચ થયો હતો.

શિવાજીએ મુઘલો સામે સંધી પ્રસ્તાવ મૂક્યો કે તમે મને હું માંગુ એટલું ધન આપો અને હું તમને દખ્ખણના શહેરોમાં વેપાર કરવા દઈશ અને તમારા કિલ્લાઓ ઉપર હુમલા નહિ કરું. અભિમાની મુઘલો મા રખાઈ રહ્યા હોવા છતાં સંધી માટે માન્યા નહિ.

સુરત એ સમયે મુઘલો અને પોર્ટુગીઝ વેપારીઓનું મુખ્ય બંદર હતું. મુઘલોએ આખા ગુજરાતમાંથી ઉઘરાવેલા વેરા સુરતમાં જ સંગ્રહવામાં આવતા. મુઘલ શરણે રહેલા ધનકુબેર વેપારીઓ વિદેશ વ્યાપાર કરીને ભેગુ કરેલું ઘન પણ સુરતમાં જ રાખતા. શિવાજીએ લૂ ટારાઓને લૂ ટવાનું નક્કી કર્યું. સુરતના સુબેદાર ઇનાયત ખાન પાસે એ સમયે માત્ર હજાર સૈનિકો સુરતની રખેવાળી માટે હતા. શિયાળાનો સમય હતો એટલે તાપીમાં પણ પાણી ઓછું હતું.

રાતોરાત શિવાજી 8000 ઘોડેસવારો સાથે પુણેથી સુરત પહોંચી ગયા. 6 જાન્યુઆરી, 1664 ના રોજ શિવાજીએ સુરત ફરતો ઘેરો નાખ્યો. અચાનક ચારે બાજુથી થયેલા હુ મલાથી મુઘલ સૈ નિકો હચમચી ગયા ભાગવા માટે મજબૂર થઈ ગયા. ત્રણ દિવસ ઘેરાબંધી કરીને સુરતનો કબજો લીધો. મુઘાલોનો ત્યાં રહેલો બધો ખજાનો કબ્જે કર્યો. પોર્ટુગીઝના જહાજોમાં સોનું ચાંદી તો ઠીક તાંબાનો સિક્કો પણ રહેવા ન દીધો.

વીરજી વોરા, હાજી ઝાહિદ બેગ, હાજી કાસિમ જેવા ધન કુબેર વેપારીઓના ધન ભંડારો કબ્જે કર્યા. એન્થોની સ્મિથ નામના એક અંગ્રેજ વેપારીને પકડ્યો. તે ગરીબ હોવાની જાણ થતાં તેને પછીથી આઝાદ કર્યો. ભારતની ભોળી પ્રજાનું શો ષણ કરતા અનેક લાલચુ વેપારીઓને સજા આપી. છ દિવસ સુધી શિવાજીએ સુરત પોતાના કબજામાં રાખ્યું. સુરત હુ મલાની ખબર ઓરંગઝેબ સુધી પહોંચે એ પહેલાં જ બધું ધન રાજગઢ જે રાયગઢની બાજુમાં છે ત્યાં પહોંચાડી દીધું.

ઓરંગઝેબને ખબર પડી, તેને મારવાડના એક પ્રદેશના સુબા જયસિંહને સુરત મોકલ્યો. સુરત આવીને જોયું તો ન મળે ખજાનો કે ન મળે શિવાજી. કહેવાય છે કે સુરત હુ મલાએ મુઘલ સામ્રાજ્યનો એક હાથ કા પીનાખ્યો હતો.

ચાર વર્ષ બાદ એટલે કે 1670 માં મરાઠાઓ આર્થિક રીતે ફરી નબળા પડ્યા. આ વખતે મુઘલોએ સામેથી સંધી પ્રસ્તાવ મૂક્યો. સંધિમાં શિવાજીના નિવાસ સ્થાન એટલે કે રાયગઢની એકદમ સામેનો કોંઢાણા કિલ્લો માંગી લીધો. શિવાજીએ ના છૂટકે કોંઢાણા આપવો પડ્યો. માતા જીજાબાઇએ કિલ્લાના રક્ષક કોંઢાનેશ્વર મહાદેવની ધજાના દર્શન કરી જ્યાં સુધી કોંઢાણા પાછો ન આવે ત્યાં સુધી પગમાં મોજડી ન પહેરવાની બાધા લીધી.

બીજી બાજુ શિવાજીના મોટા પુત્ર સંભાજીને પિતાની જેમ જ બનવું છે. દાદી જીજાબાઈએ જેવી રીતે શિવાજીને પ્રશિક્ષણ આપેલું તેવી જ રીતે પૌત્રને પણ આપ્યું. યુ ધકળા અને શ સત્ર વિદ્યા શીખવાડવા માટે તો ઘણા સરદારો હતા.

શિવાજીના સૌથી ભરોસાપાત્ર સરદાર અને બાળપણના મિત્ર તાનાજી મલુસારે મુઘલો સાથેના યુ ધવિરામને કારણે પોતાના ગામ જઈને ફરીથી ખેતી કરવા લાગ્યા છે. તેમને કોંઢાણા ચાલ્યા જવાની ખબર નથી. તેથી તેઓએ પોતાના મોટા પુત્રના લગ્ન ગોઠવ્યા.

લગ્નનું આમંત્રણ શિવાજીને આપવા માટે બંને પિતા પુત્ર રાયગઢ આવ્યા. શિવાજીને ખબર પડી કે તાનાજી આમંત્રણ આપવા આવ્યા છે તેથી તેમણે તાનાજીને કંઈ વાત કરી નહિ. તાનાજીના માતા બાળપણમાં જ ગુજરી ગયેલા હોવાથી તેઓ જીજાબાઈને માતા માનતા. માતાના ઉઘાડા પગ જોઈને તેઓ તેમના ચરણોમાં બેસીને રોવા લાગ્યા.

વધુ આવતા ભાગમાં….

પ્રથમ ચિત્ર સુરત આક્રમણનું છે. બીજામાં સંભાજી છે અને ત્રીજામાં તાનાજી મલૂસારે જીજબાઈને ઉઘાડા ચરણોનું કારણ પૂછે છે.

મિત્રો પોસ્ટ ગમે તો લાઈક કૉમેન્ટ કરવા વિનંતી છે. જય શ્રી રામ.

– સાભાર પિયુષ ડોંગા (અમર કથાઓ ગ્રુપ)

ભાગ 1 થી 7 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.