ભાગ 1 થી 8 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.
આગળના ભાગોમાં આપણે જાણ્યું કે, સુરત પર કબ્જો કરીને શિવાજીએ મુગલોની હાલત ખરાબ કરી દીધી. તેના થોડા સમય પછી તાનાજી મલુસારે પોતાના દીકરાના લગ્નનું આમંત્રણ આપવા તેમને ત્યાં આવે છે અને જીજાબાઈના ઉઘાડા પગ જોઈને તેમના ચરણોમાં બેસીને રોવા લાગ્યા. હવે આગળની સ્ટોરી જાણીએ.
જીજાબાઈએ તાનાજીને બધી વાત કહી. તાનાજીએ શપથ લીધી કે ‘જ્યાં સુધી કોંઢાણા જીતીને માતા જીજાબાઈના પગમાં મોજડી ન પહેરાવું ત્યાં સુધી મારે ઘરનું પાણી પણ હરામ છે’. શિવાજીએ તાનાજીને ખૂબ સમજાવ્યા પણ તાનાજી એકના બે ન થયા.
તેમણે કહ્યું, “તમારા દીકરાના લગ્ન છે હું તમને આટલું જોખમ ખેડવા દઈશ નહિ.” તાનાજીએ જવાબ આપ્યો, “મારે તો મારા દીકરાના લગ્ન કોંઢાણામાં રાખવા છે.” શિવાજી મિત્રની હઠ આગળ ઝૂક્યા.
ઓરંગઝેબે કોંઢાણાના કિલ્લેદાર તરીકે આમેરથી ઉદયભાન સિંહ રાઠોડને મોકલ્યો, સાથે નાગિન નામની એક ખૂબ જ મોટી અને વિધ્વંસક તો પ મોકલી. તેને મૂળ રાયગઢ પર તો પ ચલાવીને શિવાજીનેમા રવાનું કામ સોંપાયું હતું.
તાનાજીએ પોતાના ત્રણસો માણસો, ભાઈ સૂર્યાજી મલુસારેના પાંચસો માણસો અને વૃદ્ધ મરાઠા શેલ્લાર મામાની આગેવાનીમાં લશ્કર તૈયાર કર્યું. કોંઢાણામાં 1500 મુઘલ સૈનિકો ઉપરાંત ઉદય ભાન, તેના બાર પુત્રો અને એક હાથી પણ હતો. ઉદય ભાન તો પ ચલાવે તે પહેલા કિલ્લાનો કબજો લેવો જરૂરી હતો.
રાત્રે હુ મલો કરવાનું નક્કી થયું. તાનાજીએ શિવાજીને કહ્યું, “રાજે, જો સવાર સુધીમાં હું ભગવો લહેરાવીને પાછો ન આવું તો તમે રાયગઢ છોડીને બીજે ચાલ્યા જજો.” શિવાજીએ હા પાડી. પણ તેમના મનમાં તો કંઇક અલગ જ યોજના હતી. તેમણે મનોમન નક્કી કરેલું કે જો સવાર સુધીમાં તાનાજી પાછા ન આવે તો રાયગઢમાં રહેલા હજાર સૈનિકોને લઈને તેમની મદદે જવું પછી રાયગઢનું જે થવું હોય તે થાય.
4 ફેબ્રઆરી, 1670 ની અજવાળી રાતે તાનાજી તેમના સૈનિકો સાથે આસપાસનું જંગલ વીંધીને કોંઢાણાની દીવાલ પાસે પહોંચ્યા. પોતાની યશવંતી નામની પાળેલી મોટી ઘો(ઘોયરા)વડે કિલ્લાની ઊંચી દીવાલો ચડી. ચારેબાજુથી ઘેરી યુ ધચાલુ કર્યું.
આખી રાત યુદ્ધ ચાલ્યું. તાનાજીએ અદમ્ય વીરતા દાખવી. 700 જેટલા મુઘલ સૈનિકોને ધ્વસ્ત કર્યા, બાકીના ભાગી ગયા. તાનાજીએ કિલ્લામાંથી ઘોડો લઈ તેને દીવાલ પર હાંક્યો અને તો પના કાનમાં ખીલો ધરબી દીધો. ઉદયભાને લો હીલુહાણ પડેલા તાનાજીને તર વાર ભોંકી દીધી. પણ વયોવૃદ્ધ શેલ્લાર મામાથી તે ન બચી શક્યો. ઉદય ભાન પણ રહ્યો નહિ. શેલ્લાર મામા પણ છેવટે બેભાન થઈને ઢળી પડ્યા.
સવાર પડી. તાનાજીના કંઇ સમાચાર ન મળતા શિવાજી 1000 સૈનિકોને લઈને કોંઢાણા આવ્યા. ઉદય ભાનની લા શ મળી, પણ તાનાજી ક્યાંય દેખાતા નથી. શેલ્લાર મામાને ભાનમાં લાવ્યા. તેમણે તાનાજીના દેહનું સ્થાન બતાવ્યું. શિવાજી તાનાજીનો દેહ જોઈને ખૂબ દુઃખી થયા. તેમને બાથ ભીડીને ખૂબ રોયા.
સૈનિકોએ આવીને કહ્યું, “રાજે, ગઢ આવી ગયો.”
શિવાજીએ રોતા રોતા કહ્યું, “ગઢ તો આલા પર સિંહ ગેલા” એટલે કે ગઢ તો આવી ગયો, પણ સિંહ ચાલ્યો ગયો. ત્યારથી શિવાજીએ કોંધાણાનું નામ બદલીને સિંહગઢ કર્યું.
જીજામાતાએ પગમાં મોજડી પહેરી. શિવાજીએ પોતાના ખર્ચે તાનાજીનાં પુત્રના લગ્ન ધામધૂમથી કરાવ્યા. આ અગાઉ દશ વર્ષ પહેલાં બાજી પ્રભુ દેશપાંડેએ પવન ખિંદના યુદ્ધમાં 600 મરાઠાઓ સાથે 10000 આદિલ શાહી સૈનિકોને હરાવેલા તેની યાદો પણ તાજી થાય છે.
ચાર વર્ષ બાદ 6 જુલાઈ, 1674 માં શિવાજીનો રાયગઢમાં ભવ્ય રાજ્યાભિષેક થયો. સમગ્ર રાજ્યમાં વગર દિવાળીએ દિવાળી ઉજવાઈ. શિવાજીએ મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો. તેમણે રાજ્યના સુશાસન માટે આઠ મંત્રીઓ વાળું અષ્ટપ્રધાન મંડળ રચ્યું. આ મંડલના પ્રમુખ તરીકે પેશવાનું નવું પદ રચ્યું. પેશાવાને હાલની ભાષામાં વડાપ્રધાન કહી શકાય.
શિવાજી હવે છત્રપતિ શિવાજી મહારાજ બની ગયા. પુણેને પેશવાની રાજધાની બનાવવામાં આવી. મરાઠા સામ્રાજ્યનો સિક્કો અને છાપ પડાવવામાં આવી.
વધુ આવતા ભાગમાં…
મિત્રો પોસ્ટ ગમે તો લાઈક કૉમેન્ટ કરવા વિનંતી છે.
પ્રથમ ચિત્રમાં શિવાજી અને તાનાજી છે. બીજા ચિત્રમાં સિંહગઢ માં તાનાજીની મૂર્તિ છે, ત્રીજામાં સિંહગઢ કિલ્લો, ચોથામાં શિવાજીનો રાજ્યાભિષેક અને પાંચમાં મોટી ઘો છે જેનો ઉપયોગ ઘણા વર્ષો સુધી દીવાલો ચડવા માટે થયો.
– સાભાર પિયુષ ડોંગા (અમર કથાઓ ગ્રુપ)
ભાગ 1 થી 8 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.