જાહેરાતો આપણા મન પર કેવી રીતે દબાણ કરે છે એનું આનાથી સારું ઉદાહરણ કદાચ કોઈ નહીં હોય. આપણે વર્ષોથી ટીવીમાં કોલગેટ વગેરે ટૂથપેસ્ટની જાહેરાતો જોતા આવ્યા છીએ. આ જાહેરાતોમાં ટૂથબ્રશ ઉપર કોલગેટનો લાંબો રેલો કરવામાં આવે છે. આ રેલાના લીધે આપણા મન પર માનસ શાસ્ત્રની દ્રષ્ટિએ એવી છાપ ઊભી થાય છે કે ટૂથબ્રશની સમગ્ર લંબાઈ જેટલો જ પેસ્ટનો રેલો કરવો જરૂરી છે અને આપણે બધા હંમેશા માટે લગભગ એક ઇંચ જેટલો લાંબો પટ્ટો કરીએ છીએ.
પરંતુ હકીકત એ છે કે આપણે જ્યારે આ પ્રકારનો રેલો કરીએ છીએ, ત્યારે એમાંથી 75% પેસ્ટ સીધેસીધી વોશ બેસિનમાં પડી જતી હોય છે કે જે દાંત સાફ કરવાના કામમાં આવતી નથી અને બાકીનો 25 ટકા ભાગ છે, તેનાથી જ આપણે દાંત સાફ કરતા હોઈએ છીએ.
આ લખાણનો હેતુ એ છે કે હકીકતમાં આપણને પેસ્ટના એટલા લાંબા પટ્ટાની જરૂર હોતી નથી. ખરેખર આપણે માત્ર વટાણાના દાણા જેટલી જ પેસ્ટ લેવાની જરૂર છે. પરંતુ જાહેરાતોના અતિરેકને લીધે આપણે આ પ્રકારનું કદી વિચારી શકતા નથી. જો આપણે વટાણાના દાણા જેટલી પેસ્ટ બ્રશ પર લઈએ તો સ્વભાવિક છે કે આ પેસ્ટ 25% હોવાથી આપણી કોલગેટની ઉંમર ચાર ગણી વધી જશે અને જે પેસ્ટ આપણે એક મહિનો વાપરતા હતા તે હવેથી ચાર મહિના ચાલશે. અત્યંત નાનકડી છતાં મહત્ત્વની એવી આ બાબતનો અમલ કરી જોજો. તરત જ ખ્યાલ આવી જશે કે આવું કરવામાં ડહાપણ અને સમજદારી છે.
કર્દમ 2. મોદી, પાટણ. (અમર કથાઓ ગ્રુપ)