માતાજીની મૂર્તિ બનાવી રહેલા શિલ્પકારે રાજાને જે કહ્યું તેમાં આપણી અને દેશની પ્રગતિનું રહસ્ય છુપાયેલું છે, વાંચો.

0
738

એક રાજા પોતાના રાજ્ય મા માતાજી નું ભવ્ય મંદિર બનાવી રહ્યા હતા. મંદિર બનાવા નું કામ પુર જોશ મા ચાલુ હતું. રાજા તેના મંત્રીઓ સાથે વાત કરતા હતા, માતાજી નું મંદિર તો બનવાનું ચાલુ થઈ ગયું. પણ તપાશ કરો રાજ્ય મા ઉત્તમ શિલ્પકાર કોણ છે?

માતાજી ની મૂર્તિ એવી હોવી જોઈએ કે એ મૂર્તિ નહીં પણ એક માઁ તેના બાળક સાથે વાત કરતી હોય તેવા તેના ભાવ અને આંખો ની નિર્મળતા હોવી જોઈએ.

મંત્રીઓ લાંબી તપાશ કર્યા પછી રાજા ને કહું…. રાજાજી એક શિલ્પકાર છે. પણ એ અહીં નહીં આવે. આપને ત્યાં જવું પડશે.

રાજા સમજી ગયા આ કોઈ સામાન્ય શિલ્પકાર ના હોય જે મને ત્યાં બોલાવે છે. તેની કલા અને તે વ્યક્તી ને મારે પ્રત્યક્ષ જોવી જ પડે.

રાજાજી શિલ્પકાર ને મળ્યા. અસંખ્ય શિલ્પ જોઈ રાજા ખુશ થઈ ગયા અને પોતાની ઈચ્છા વ્યક્ત કરી.

માતાજી ની મૂર્તિ કેવી તેમને જોઈએ છે.

રાજા એ સમય પૂછ્યો કેટલો સમય લાગશે માતાજી ની મૂર્તિ બનાવતા?

શિલ્પકાર હાથ જોડી બોલ્યો.. રાજાજી ત્રીશ દિવશ તો થશે જ.

રાજાજી કહે.. મંજુર. પણ તેના થી મોડું ના થવું જોઈએ. કહી રાજા ત્યાં થી નીકળી ગયા.

મહિનો પૂરો થવા મા હતો. રાજા ને થયું ચાલો મુલાકત કરી માતાજી ની મૂર્તિ કેટલે પોહચી જોઈ આવું.

રાજા એ મુલાકાત લીધી.

શિલ્પકાર ને પૂછ્યું માઁ ની મૂર્તિ ક્યાં છે?

શિલ્પકાર હાથ જોડી કહે રાજાજી.. હજુ મે કામ ચાલુ નથી કર્યું.

રાજા તો એકદમ અકળાઈ ગયા. તો તું મૂર્તિ બનાવી ને કયારે આપીશ?

મેહરાબની કરી રાજાજી હજુ 15 દિવશ આપો… શિલ્પકાર બોલ્યો.

રાજા બોલ્યા… હવે પછી ના 15 દિવશ મા જો માઁ ની મૂર્તિ તૈયાર ના થાય તો તને રાજ્ય નો અપરાધી ગણી દંડ આપવા મા આવશે.. કહી રાજાજી જતા રહ્યા.

રાજા જયારે 15 દિવશ પછી આવ્યા અને એજ શિલ્પકાર નો જૂનો જવાબ સાંભળી રાજા એ તર વાર ઉપર હાથ મૂકી કહ્યું, તું તારી જાત ને સમજે છે શુ?

સમગ્ર રાજ્ય નો ધણી તારા આંગણે ત્રણ વખત વિનંતી કરવા આવે છે. અને તું તેનો ઠંડો પ્રતિસાદ આપે છે. તને તારા મો તનો પણ ડર નથી?

શિલ્પકાર હાથ જોડી, શીશ ઝુકાવી બોલ્યો… રાજાજી હું આપનો ગુનેગાર છું. આપ મારો સિ રછેદ કરી શકો છો.

મતલબ તું મો તસ્વી કારીશ પણ માઁ ની મૂર્તિ નહીં બનાવે એમજ ને…. રાજાજી બોલ્યા.

શિલ્પકાર ઉભો થયો, હાથ જોડી બોલ્યો…. રાજાજી આપતો એક રાજ્ય માટે ઉમદા કાર્ય કરવા જઈ રહા છો. આપ જાણો છો મે મારી સમગ્ર કારકિર્દી અને ઉંમર નર્તકીઓ ની શિલ્પ જ કંડારવા મા કાઢી છે.

આપે મને “માઁ” ની મૂર્તિ બનાવા ની કીધી છે. કોઈ નર્તકી કી નહીં.

રાજાજી… જ્યાં સુધી મારી આંખો મા પવિત્રતા, માઁ પ્રત્યે ની ભાવના અને મારી આંખો માં આદર ભાવ નહીં આવે ત્યાં સુધી હું આ ભગીરથ કાર્ય કઈ રીતે કરી શકું?

આ 45 દિવશ થી હું “માઁ” ની ઉપાશના જ કરું છું.

આંખો માથી વિકાર દૂર કરી માઁ પ્રત્યે ની ભાવના ને હું જાગૃત કરી રહયો છું.

રાજાજી.. મૂર્તિ તો હું ચોવીશ કલાક મા ત્યાર કરી શકું તેમ છું. પહણ આપને જોવે છે તેવી માઁ ની મૂર્તિ માટે હું માનસિક રીતે તૈયાર થઈ રહ્યો છું.

સમગ્ર રાજ્ય ની જનતા અને એ જનતા નો ધણી જ્યાં માથું નમાવા નો હોય, ત્યાં મારી પણ કોઈ જવબદારી અને ફરજ બની જાય છે રાજાસાહેબ.

રાજા એ તર વાર ઉપર થી હાથ લઈ શિલ્પકાર ના માથે હાથ મુક્યો અને બોલ્યા…

ધન્ય છે તારી કલા ને. તે તારી કલા ફક્ત વેચવા માટે નથી બનાવી તેનો મને ગર્વ છે.

મંદિર નું નિર્માણ ભલે પૂરું થઈ જાય પણ “માઁ” તારા દ્વારે થી જ આવશે. જા તને કોઈ સમય બંધન નથી. તું મુક્ત છે.

રાજાજી મંત્રીઓ સામે જોઈ બોલ્યા… કોઈ પણ સ્થાન ગ્રહણ કરવું સહેલું છે. પણ તેને યોગ્ય બનવું એક તપશ્રૈયા છે.

હું એક રાજા છું એટલે પ્રજા મને હાથ જોડે એ ખોટુ છે. કારણ કે તે નમે છે માત્ર ભય થી, મારી શક્તી થી.

પ્રજા જયારે મને નમે મારા સદગુણો થી, મારા સંસ્કાર થી, મારી ન્યાય કરવા ની નિતી થી, ત્યારે જ હું એક આદર્શ રાજા તરીકે સફળ કહેવાઉં.

ધન્ય છે આ શિલ્પી ને. યોગ્યતા પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી કાર્ય નહીં કરું. ચાહે મો તકેમ ના મળે.

ફક્ત મંદિર નું નિર્માણ કરવા થી દેશ ની પ્રગતિ નથી થવાની.

વિચારો અને સંસ્કાર પણ બદલવા પડે.

હું રાજા છું. હું જ સાચો છું એ માનસિકતા અને ઘમંડ માંથી બહાર આવવુ પડે ત્યારે એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થાય.

જય માતાજી.

– વાત્સલ્ય નિરુપણ બ્લોગ પરથી. (ફોટા પ્રતીકાત્મક છે)