વિજ્ઞાનની સમજણથી બહાર છે આ મંદિરના ઝૂલતા સ્તંભનું રહસ્ય

0
440

“હેંગિંગ પિલર ટેમ્પલ” નામથી પ્રખ્યાત આ મંદિરના રહસ્યો છે વિજ્ઞાનની સમજણથી બહાર, રામાયણમાં છે તેનો ઉલ્લેખ. ભારતને જો ચમત્કારી અને રહસ્યમયી મંદિરોનો દેશ કહેવામાં આવે, તો ખોટું નહિ ગણાય. અહીં એવા ઘણા મંદિર છે, જે પોતાની ભવ્યતા અને અનોખી માન્યતાઓ માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે.

એવું જ એક ઐતિહાસિક અને ચમત્કારી મંદિર આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લામાં પણ છે. આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે, તેનો એક સ્તંભ હવામાં લટકેલો છે, જેની પાછળનું રહસ્ય આજ સુધી કોઈ નથી જાણી શક્યું. તો ચાલો આજે આ લેખમાં તમને આંધ્ર પ્રદેશના અનંતપુરમાં બનેલા તે અનન્ય મંદિર વિષે જણાવીએ.

‘હેંગિંગ પિલર ટેમ્પલ’ ના નામથી છે પ્રસિદ્ધ : આંધ્ર પ્રદેશના અનંતપુરમાં આવેલા આ મંદિરનું નામ છે લેપાક્ષી મંદિર, જેને હેંગિંગ પિલર ટેમ્પલના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિર કુલ 70 સ્તંભ પર ઉભું છે, જેમાંથી એક સ્તંભ એવો પણ છે જે જમીન સાથે જોડાયેલો નથી, અને તે રહસ્યમય રીતે હવામાં લટકેલો છે એટલે કે હવામાં ઝૂલી રહ્યો છે.

લેપાક્ષી મંદિરના આ વિચિત્ર સ્તંભને આકાશ સ્તંભના નામથી પણ ઓળખવામાં આવે છે. આ સ્તંભ જમીનથી લગભગ અડધો ઇંચ ઉપર રહેલો છે. એવું માનવામાં આવે છે કે આ સ્તંભની નીચેથી કોઈ વસ્તુ કાઢવાથી (પસાર કરવાથી) ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. એજ કારણ છે કે, અહીં આવતા મોટાભાગના લોકો આ સ્તંભની નીચેથી કપડું પસાર કરે છે.

કાચબાના આકારમાં બન્યું છે આ મંદિર : આંધ્ર પ્રદેશના અનંતપુર પાસે આવેલા આ રહસ્યમયી મંદિરનું નિર્માણ વિજયનગર સામ્રાજ્ય દરમિયાન 16 મી સદીમાં કરવામાં આવ્યું હતું. કુર્માસેલમના પર્વત પર આવેલું આ મંદિર વિજયનગર શૈલીના મંદિરોનું એક સુંદર ઉદાહરણ છે. આ મંદિર કાચબાના આકારમાં બનેલું છે.

પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિરનું નિર્માણ ઋષિ અગત્સ્યએ કરાવ્યું હતું, જે ભગવાન વીરભદ્રને સમર્પિત છે. અહીં ભગવાન શિવના અન્ય રૂપ અર્ધનારેશ્વર, કંકાલ મૂર્તિ, દક્ષિણ મૂર્તિ અને ત્રિપુરાતકેશ્વર પણ હાજર છે. આ મંદિરના પરિસરમાં ભગવાન શિવ, વિષ્ણુજી અને ભગવાન વીરભદ્રને સમર્પિત ત્રણ અલગ અલગ અલગ મંદિરો છે.

રામાયણમાં પણ છે આ મંદિરનો ઉલ્લેખ : પૌરાણિક માન્યતા અનુસાર, રામાયણમાં પણ આ મંદિરનો ઉલ્લેખ મળે છે. કહેવામાં આવે છે કે, જયારે રાવણ માતા સીતાનું હરણ કરીને તેમને પોતાની સાથે લંકા લઇ જઈ રહ્યો હતો, ત્યારે આ જગ્યા પર જટાયુએ રાવણનો માર્ગ અટકાવ્યો હતો, અને અહીં રાવણ અને જટાયુ વચ્ચે યુ ધ થયું હતું. સ્થાનિક લોકો અનુસાર, આજે પણ માતા સીતાના પગના નિશાન આ જગ્યા પર રહેલા છે. તેમજ હાલના દિવસોમાં પગના નિશાનને લઈને ઇતિહાસકારોએ પણ પોતાના અલગ અલગ મત આપ્યા છે. આ અદ્દભુત ચમત્કાર અને વિશાલ મહિમાને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે.

આ રાખીએ છીએ કે, આ લેખમાં આપવામાં આવેલી જાણકારી તમને ગમી હશે. અમારી સાથે જોડાઈ રહેવા બદલ તમારો આભાર.

આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.