શાસ્ત્રોમાં પારાના શિવલિંગનું ઘણું મહત્વ જણાવવામાં આવ્યું છે, તેના દર્શનથી મળે છે આટલું મોટું ફળ.

0
506

શ્રાવણે શિવ સ્મરણ :

ભગવાન શિવની આરાધના માટે શ્રેષ્ઠ એવા પવિત્ર શ્રાવણ માસનો આરંભ થયો છે. આ વર્ષે શ્રાવણમાં સોમવારનો શુભ સંયોગ છે કે આરંભ અને સમાપ્તિ પણ સોમવારે છે.

દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાનો આ અવસર ચૂકવો ન જોઈ એ કારણ વેદોમાં કહ્યું છે કે…

“શં કરોતી ઇતિ શંકરઃ” જે કલ્યાણ કરે તે શિવ છે. આદિ અનાદી કાળથી શિવ પૂજાય છે અને ભજાય છે.

મંદિરોમાં મોટાભાગે સ્વયંભૂ પાષાણ ના લિંગની અથવા તો સ્થાપિત લિંગની પૂજા થતી હોય છે.

પણ જો પારદ લિંગના દર્શન થઈ જાય તો પૃથ્વી, પાતાળ અને આકાશ એમ ત્રણેય લોકના શિવલિંગની પૂજા કર્યા જેટલું ફળ મળતું હોય એવું શાસ્ત્રો કહે છે.

પારો એટલે મર્ક્યુરી ને બાંધવામાં આજનું વિજ્ઞાન નિષ્ફળ રહ્યું છે પણ સાધુ મહાત્માઓ એમના તપોબળ અને વનસ્પતિની રસાયણ વિદ્યાથી પારા ને બાંધી લિંગ સ્વરૂપ આપતા હોય છે.

આ જટિલ પ્રક્રિયા હોવાથી પારર્દેશ્ચર શિવલિંગ બહુ ઓછા છે. પણ મોડાસા તાલુકાના સરડોઈ ગામે નિવૃત્ત પોલીસ અધિકારી ના ધરે પારાનું શિવલિંગ છેલ્લા ૧૭ વર્ષ થી પૂજાય છે.

કહેવાય છે કે એક સાધુ મહાત્માએ આ પરિવારને શિવલિંગ ભેટ સ્વરૂપે આપ્યુ ત્યારથી આસ્થા પૂર્વક તેની પૂજા અર્ચના થઈ રહી છે.

હાલ શ્રાવણ માસમાં શિવાલયો માં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો છે ત્યારે દુર્લભ એવા પારદ શિવલિંગના દર્શન કરી આપને સૌ પ્રાર્થના કરીએ કે સદાશિવ… હે કરૂણાકર અમારૂ રક્ષણ કરો.

આલેખન – દિનેશ.આર.નાયક “અક્ષર” (અમર કથાઓ ગ્રુપ)

સરડોઈ