દીકરાએ ફ્લેટ પોતાના નામે કરી લીધો અને માઁ ને મંદિરમાં મુકીને જતો રહ્યો, પછી ભગવાને જે કર્યું તે… વાંચો.

0
842

પત્નીના કહેવા પર દીકરાએ માઁ ને તરછોડી દીધી, પછી જે થયું તે જાણીને આંખમાં આંસુ આવી જશે.

પિતાના અવસાન પછી ગોવિંદની માઁ જેમને કાંઈ યાદ રહેતું નહોતું તેમનાથી ગોવિંદની પત્ની પરેશાન રહેવા લાગી. પછી તે ગોવિંદને રાત-દિવસ પરેશાન કરવા લાગી. પત્નીથી પરેશાન થઈને એક સવારે ગોવિંદ પોતાની માઁ ને શહેરના બીજા છેડે આવેલા એક નાનકડા મંદિરમાં લઈ ગયો. ત્યાં તેમને એક ખૂણામાં બેસાડ્યા અને ‘હું જલ્દી જ આવું છું’ એમ કહીને તેમને મંદિરમાં જ મૂકીને ઘરે પાછો આવી ગયો.

બિચારી માઁ ત્યાં ભૂખી-તરસી બેસી રહી. કોઈએ પ્રસાદ આપ્યો તો ખાધો. બપોરે જ્યારે પૂજારીએ તે વૃદ્ધ મહિલાને જોઈ ત્યારે તેમણે પૂછપરછ કરી, પરંતુ તે પોતાના પુત્રના નામ સિવાય કશું જ કહી શક્યા નહીં. પૂજારીએ થોડો સમય રાહ જોઈ, પરંતુ જ્યારે કોઈ ન આવ્યું ત્યારે તેમણે પોલીસને જાણ કરી.

પોલીસ તે વૃદ્ધ મહિલાને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા અને તેમની પૂછપરછ કરી, પરંતુ તે માત્ર પુત્રનું નામ જ બોલતા રહ્યા. ઈન્સ્પેક્ટર કિશોરે સોશિયલ મીડિયાનો સહારો લીધો અને તેમનો ફોટો-વિડીયો શેર કર્યા. જ્યારે તેમને ચા અને બિસ્કિટ આપવામાં આવ્યા ત્યારે તેમણે દૂધ માંગ્યું. તેમના માટે દૂધ મંગાવવામાં આવ્યું, જે તેમણે ખૂબ આનંદથી સ્વીકાર્યું.

સંયોગ એવો બન્યો કે પોલીસ સ્ટેશનમાં બેઠેલી તે વૃદ્ધ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને કોઈ જાણકાર વ્યક્તિએ પોલીસને તેમના ઘરનું સરનામું આપ્યું.

તે વૃદ્ધ મહિલાને લઈને ઘરે પહોંચેલા ઈન્સ્પેક્ટરને એક વિચિત્ર નજારો જોવા મળ્યો. ઘરમાં એક નાનો છોકરો જોર જોરથી રડી રહ્યો હતો, જે તેની માતા દ્વારા શાંત કરાવવા છતાં અને રમકડાં આપવા છતાં પણ શાંત થઈ રહ્યો નહોતો.

પ્રતીકાત્મક ફોટો

પછી તે વૃદ્ધ મહિલાને જોઈને તે બાળક દાદી-દાદી બૂમો પડતો તેમની તરફ દોડી આવ્યો અને તેમને વીંટળાઈ ગયો. વૃદ્ધ સ્ત્રીએ પણ તેને પ્રેમથી ગળે લગાડ્યો, પરંતુ તે બાળકની માતા વૃદ્ધ સ્ત્રીને નફરતની નજરથી જોઈ રહી હતી. વૃદ્ધ મહિલાનું પરત ફરવું તેના આશ્ચર્ય માટે પણ આશ્ચર્યજનક બાબત હતી.

ઈન્સ્પેક્ટર કિશોરે વૃદ્ધ મહિલાના પુત્રને ઠપકો આપ્યો અને તેની કડક પૂછપરછ કરી, તો તેણે સ્વીકાર્યું કે તેણે ફ્લેટ પોતાના નામે કરાવીને પોતાની માઁ થી છૂટકારો મેળવવા માટે જ તેમને મંદિરમાં છોડી દીધા હતા.

તેને વિશ્વાસ હતો કે તેઓ ભૂલવાની બીમારીને કારણે ઘરે પરત ફરી શકશે નહીં. પોતાના બાળકને દાદી માટે રડતા જોઈને તેને તો પોતાના કૃત્ય પર પસ્તાવો થઈ રહ્યો હતો પણ તેની પત્નીને નહીં.

તે બાળકે શાળાએથી આવ્યા પછી કશું ખાધું કે પીધું પણ ન હતું; દાદીમાએ પોતાની વહુના હાથમાંથી દૂધનો ગ્લાસ લીધો અને બાળકને આપ્યો તો દૂધ પીવા માંડ્યો.

ઈન્સ્પેક્ટરે તે પતિ-પત્ની બંનેના ફોન નંબર લીધા અને માઁ સાથે રોજ વાત કરવાની ધમકી આપી અને કહ્યું કે, “અત્યારે હું કોઈ કાર્યવાહી નથી કરી રહ્યો, પરંતુ જો તમે તમારી માતાની સંભાળ નહીં રાખો, તો કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર રહેજો.”

“હું દિલગીર છું. હવે તમને ફરિયાદ કરવાનો મોકો નહીં મળે.” દીકરાએ હાથ જોડીને ઈન્સ્પેક્ટરને આશ્વાસન આપતા કહ્યું.

“તમારા મમ્મીની ભૂલવાની બીમારી ભલે ખરાબ હોય, પણ તેમાં એક સારી બાબત પણ છે. તમારું આ દુષ્કૃત્ય તેમને યાદ નહીં રહેશે.” ઘર છોડતા ઇન્સ્પેક્ટરના આ શબ્દો પુત્રના હૃદયને સ્પર્શી ગયા.

ઇન્સ્પેક્ટરના ગયા પછી તેણે પોતાની પત્નીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, તારે અહીં મારી માઁ સાથે સરખી રીતે રહેવું હોય તો રહે, નહીંતર આ ઘર છોડીને જતી રહેજે.