ભારતનું તે રહસ્યમયી મંદિર જેમાં દેવી માં ની મૂર્તિ દિવસમાં 3 વખત બદલે છે પોતાનું રૂપ.

0
466

આ મંદિરમાં માતાની મૂર્તિનું દિવસમાં 3 વખત બદલાય છે રૂપ, જાણો મૂર્તિ સાથે જોડાયેલી રોચક કથા.

ભારતમાં ઘણા પ્રાચીન મંદિર છે. તે મંદિરોનો ઈતિહાસ ઘણો જુનો છે. તે મંદિર પ્રાચીન હોવાની સાથે જ રહસ્યોથી ભરેલા છે. ઉત્તરાખંડના શ્રીનગરથી લગભગ 14 કી.મી. ના અંતરે આવેલા માં ધારી દેવીના પ્રાચીન મંદિરને ચમત્કારીક મંદિર પણ કહેવામાં આવે છે. આ મંદિરમાં દરરોજ એક ચમત્કાર થાય છે, જે જોઈને ભક્ત ચકિત થઇ જાય છે.

આ પ્રાચીન મંદિરને સિદ્ધપીઠ ધારી દેવી મંદિરના નામથી ઓળખવામાં આવે છે. ધારી દેવીનું આ પવિત્ર મંદિર બદ્રીનાથ રોડ ઉપર શ્રીનગર અને રુદ્રપ્રયાગ વચ્ચે અલકનંદા નદીના કાંઠા ઉપર આવેલું છે. કાલી માતાને સમર્પિત આ મંદિર તળાવોની બરોબર વચ્ચે આવેલું છે. તેના વિષે માન્યતા છે કે માં ધારી ઉત્તરાખંડના ચારધામનું રક્ષણ કરે છે. ધારી દેવી માતાને પર્વતો અને તીર્થયાત્રીઓના રક્ષક પણ માનવામાં આવે છે.

પૌરાણીક કથાઓ મુજબ કેદારનાથમાં હજારો વર્ષ પહેલા આવેલો પ્રલય ધારી દેવીના ગુસ્સાનું જ પરિણામ હતું. તે દરમિયાન અલકનંદા નદીમાં આવેલા ભીષણ પુરમાં કાલીમઠ મંદિર તણાઈ ગયું હતું. મંદિરમાં રહેલી માં ધારી દેવીની મૂર્તિનો ઉપરનો અડધો ભાગ અલકનંદા નદીમાં તણાઈને ધારો ગામ પાસે એક ખડક સાથે અથડાઈને અટકી ગયો. આ મૂર્તિ ત્યારથી અહિયાં જ છે અને શ્રદ્ધાળુ દુર દુરથી દેવી માં ના દર્શન માટે અહિયાં આવે છે. આ મૂર્તિની નીચેનો અડધો ભાગ કાલીમઠ મંદિરમાં રહેલો છે, જ્યાં માતા કાળીના રૂપમાં તેમની આરાધના કરવામાં આવે છે.

આ મંદિરનું અદ્દભુત રહસ્ય : આ મંદિરમાં રહેલી માતાની મૂર્તિ દિવસમાં ત્રણ વખત પોતાનું રૂપ બદલે છે. એવો દાવો કરવામાં આવે છે કે, મૂર્તિ સવારમાં એક કન્યા જેવા દેખાય છે, બપોરે યુવતી અને સાંજે એક વૃદ્ધ મહિલા જેવા દેખાય છે. આ દ્રશ્ય ખરેખર ચક્તિ કરી દે તેવું હોય છે.

મંદિરના પુજારીઓના જણાવ્યા મુજબ મંદિરમાં માં કાળીની મૂર્તિ દ્દવાપર યુગથી જ સ્થાપિત છે. કાલીમઠ અને કાલીસ્ય મઠોમાં માં કાળીની મૂર્તિ ગુસ્સા વાળી મુદ્રામાં છે, પણ ધારી દેવી મંદિરમાં માં કાળીની મૂર્તિ શાંત મુદ્રામાં સ્થિત છે. મંદિરમાં માં ધારીની પૂજા અર્ચના ધારી ગામના પંડીતો દ્વારા જ કરવામાં આવે છે. આ મંદિરમાં 3 પંડીત ભાઈઓ દ્વારા 4-4 માસ માટે પૂજા અર્ચના કરવામાં આવે છે.

આ પ્રાચીન મંદિર તળાવમાં સંપૂર્ણ રીતે ડૂબી ગયું હતું, તેમ છતાં ભક્તોની આસ્થા ઓછી ન થઇ. ઘણા વર્ષો પહેલા માં ધારી દેવીની મૂર્તિ તે સ્થાન ઉપર બહાર કાઢીને પાણીની બરોબર વચ્ચે બનેલા અસ્થાયી મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી. આજે તળાવની બરોબર વચ્ચે એક સુંદર મંદિર બની ગયું છે. આ મંદિરમાં આવેલી મૂર્તિઓ પૌરાણીક કાળથી જ અહિયાં ઉપસ્થિત છે. અહિયાં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્ત માં ના દર્શન માટે આવે છે.

મંદિરમાં દર વર્ષે ઘણા તહેવાર પણ ઉજવવામાં આવે છે. દુર્ગા પૂજા અને નવરાત્રીના સમયે મંદિરમાં વિશેષ પૂજા આયોજિત કરવામાં આવે છે. દર વર્ષે ચૈત્ર અને શરદ નવરાત્રીમાં હજારો શ્રદ્ધાળુઓ પોતાની મનોકામનાઓની પૂર્તિ માટે દુર દુરથી અહિયાં પહોચે છે. મંદિરમાં સૌથી વધુ નવપરણિત દંપતી તેમની મનોકામના માટે માં ના આશીર્વાદ લેવા પહોંચે છે.

આ માહિતી સ્કોપવોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.