કર્ણ અને દુર્યોધનની મિત્રતાની સ્ટોરી, દુર્યોધનને અંગ દેશનું રાજ્ય કર્ણને સોંપ્યું હતું, જાણો કારણ.

0
666

મહાભારતની સ્ટોરીઓ મિત્રતા અને પ્રેમથી લઈને ઘણું બધું શીખવા, જાણવા જેવી સ્ટોરીઓથી ભરેલી છે. કર્ણ અને દુર્યોધનની મિત્રતાએ પણ મહાભારતમાં ઊંચો દાખલો બેસાડ્યો છે. તેમાની ગાઢ મિત્રતાની ઘણી સ્ટોરીઓ મહાભારતમાં પ્રચલિત છે. આવો, જાણીએ તે ઘટનાઓ વિશે.

એક સમયે, ગુરુ દ્રોણાચાર્યએ રાજકુમારો વચ્ચે એક સ્પર્ધા યોજી હતી, જેમાં તેઓએ ઘણા પરાક્રમ કરવા પડ્યા હતા. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે કૌરવો અને પાંડવો ઉપરાંત દૂર દૂરના રાજ્યોમાંથી રાજકુમારો પણ આવ્યા હતા. અર્જુને આ સ્પર્ધામાં ખૂબ સારું પ્રદર્શન કર્યું, પરંતુ પછી કર્ણ ત્યાં આવ્યો. અર્જુને કરેલા તમામ પરાક્રમ કર્ણે કર્યા. ત્યારબાદ કર્ણએ અર્જુનને એની સાથે હરીફાઈ કરવા પડકાર્યો, પરંતુ ગુરુ દ્રોણાચાર્યએ ના પાડી, કારણ કે કર્ણ રાજકુમાર નહોતો અને સ્પર્ધા રાજકુમારો વચ્ચે હતી.

તે જ સમયે, કુટિલ દુર્યોધને પાંડવોને નીચા દેખાડવાની તક ઝડપી લેવા અંગ દેશનું રાજ્ય કર્ણને સોંપ્યું અને તેને અંગરાજ જાહેર કર્યો. આ રીતે દુર્યોધને કર્ણને અર્જુન સામેં હરીફાઈ કરવાની ક્ષમતા આપી. આ ઘટના પછી કર્ણ હંમેશ માટે દુર્યોધનના ઉપકાર નીચે આવી ગયો અને તેને પોતાનો બેસ્ટ મિત્ર માનવા લાગ્યો. કર્ણ હંમેશા દુર્યોધનને મદદ કરતો અને એક પ્રામાણિક સાથીદારની ફરજ નિભાવતો.

કર્ણ ખૂબ બહાદુર હતો, તેથી તે દુર્યોધનને યોદ્ધાની જેમ લડવાનું શીખવતો હતો. જ્યારે પણ દુર્યોધન તેના મામા શકુનીની આડમાં પાંડવોને દગો આપવાનું વિચારતો ત્યારે કર્ણ તેને કાયર કહીને ઠપકો આપતો હતો. એકવાર જ્યારે દુર્યોધને પાંડવોને સ-ળ-ગા-વી-ને મા-ર-વા માટે મહેલ બંધાવ્યો ત્યારે કર્ણને આ વાતનું ખૂબ જ ખોટું લાગ્યું. કર્ણએ કહ્યું, “દુર્યોધન તારે યુદ્ધના મેદાનમાં તારું પરાક્રમ બતાવવું જોઈએ, આમ કપટથી તારી કાયરતા ના બતાવવી જોઈએ.”

કર્ણ હંમેશા દુર્યોધનને ખોટા કામોમાં પણ સાથ આપતો હતો. દુર્યોધન ચિત્રાંગદાની રાજકુમારી સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ રાજકુમારીએ તેને સ્વયંવરમાં નકારી દીધો. દુર્યોધનને આ ના ગમ્યું અને બળજબરીથી રાજકુમારીને ઉપાડી ગયો ત્યારે અન્ય રાજાઓ દુર્યોધનની પાછળ દોડ્યા, તેઓ દુર્યોધનને મા-ર-વા માંગતા હતા. અહીં પણ કર્ણએ દુર્યોધનને મદદ કરી અને તમામ રાજાઓને હરાવ્યા. મહાભારતમાં આવી ઘણી ઘટનાઓ છે, જે સાબિત કરે છે કે કર્ણ એક બહાદુર યોદ્ધા અને દુર્યોધનનો વફાદાર સાથી હતો.