“સફળતાનો સીધો રસ્તો” : પોતાના પાળેલા કૂતરાની મદદથી સ્વામી વિવેકાનંદે દુઃખી વ્યક્તિને દેખાડ્યો સાચો રસ્તો

0
403

સ્વામી વિવેકાનંદને મળવા માટે એક વ્યક્તિ આવ્યો. તેના ચહેરા પર દુઃખ અને પીડાના ભાવ સાફ દેખાઈ રહ્યા હતા. સ્વામીજી ને જોતા જ તે વ્યક્તિ તેમના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો “સ્વામીજી હું ખૂબ દુઃખી છું, હું પોતાની મહેનતમાં કોઈ ઉણપ રાખતો નથી, તમે છતાં મને સફળતા મળતી નથી. સ્વામીજી એ થોડા જ સેકેન્ડમાં તેની સમસ્યા સમજી લીધી.

સ્વામીજીએ પોતાનો નાનકડો પાળેલો કૂતરો તેને આપી દીધો અને બોલ્યા “તું આ કૂતરાને થોડું દૂર ફરવી લાવ પછી હું તને તારા સવાલનો જવાબ આપી દવું’. ઘણા સમય સુધી તે વ્યક્તિ કૂતરાને ફરવતો ગયો, જો કે કૂતરો સ્વામીજીનો હતો તો તે વ્યક્તિએ ધ્યાન રાખ્યું કે તે મન ભરીને ફરી લે. જ્યારે તે વ્યક્તિ કૂતરાને ફરાવીને પાછો આવ્યો તો તેના ચહેરા પર થાકનો કોઈ નામો-નિશાન નહોતો. લાગ્યું નહોતું કે તે મહેનત કરીને આવ્યો છે. પરતું કૂતરો ખરાબ રીતે હાંફી રહ્યો હતો અને ખૂબ થાકી ગયો હતો.

સ્વામીજીએ તે વ્યક્તિને પૂછ્યું “આ કૂતરું આટલું હાંફી કેમ રહ્યું છે? આ થાકેલો લાગી રહ્યો છે પણ તું પહેલાંની જેમ તાજા અને સાફ-સુંદર દેખાઈ રહ્યો છે?’ તે વ્યક્તિએ જવાબ આપ્યો “હું તો સીધો સીધો પોતાના રસ્તા પર ચાલી રહ્યો હતો, પરતું આ કૂતરું ભાગી રહ્યું હતું. તે ગલીના બધા કુતરાઓ પાછળ ભાગ્યો અને લડાઈ કરીને પાછો મારી પાસે આવી જતો હતો. અમે બંનેએ સમાન રસ્તો નક્કી કર્યો પરંતુ આણે મારા કરતા વધારે ભાગ-દૌડ કરી એટલા માટે તે વધારે થાકી ગયો.’

સ્વામીજીએ હસીને જણાવ્યું ‘આ જ તારા સવાલનો જવાબ છે, તું સફળતાનાં રસ્તા પર સીધા જવાની જગ્યાએ બીજા લોકોની પાછળ ભાગવા લાગ્યો છે, તેમાં તારી ઘણી બધી ઉર્જા કામ વિના જતી રહે છે, જેના કારણે તું થાકી જાય છે.’ સ્વામીજીની વાત તે વ્યક્તિ સારી રીતે સમજી ગયો.