પટાવાળો મહેનત કરીને બન્યો ક્લાર્ક તો કર્મચારીને બળતરા થઈ, પછી તે જે બોલ્યો તે … વાંચો લઘુ કથા.

0
723

સમાજની વાસ્તવિકતા રજુ કરે છે આ 2 લઘુ કથા, દરેક વ્યક્તિએ અચૂક વાંચવી જોઈએ.

(1) “મારો શું વાંક?”

સંતોષ ઓફિસનો પટાવાળો હતો, દિવસ આખો બધાનું કામ એક વારમાં કરી દેતો. કર્મચારીઓનું સંતોષ! સંતોષ! સંતોષ કહેતા કહેતા ક્યારે મોઢું નોહતું થાકતું અને સંતોષ પણ કોઈને ફરિયાદ તો દૂરની વાત છે થોડું નારાજ થવાની તક પણ નોહતો આપતો.

તે પટાવાળાની નોકરીની સાથે સાથે ભણવાનું પણ કરતો રહેતો. પાંચમી પાસ સંતોષે ડીસ્ટેંસ એજ્યુકેશન માંથી ગ્રેજ્યુએટ કપ્લેટ કરી દીધું. ઘરથી ઓફિસે અને ઓફિસથી ઘરે આવતા જતા સમયે ટ્રેનમાં શેકેલા ચણાની નાની નાની થેલીઓ પાંચ પાંચ રૂપિયામાં વેચવી તેની મજબૂરી હતી.

તેના માતાપિતા થોડાક જ વર્ષ પહેલા ટ્રેનનો પાટો ક્રોસ કરતા સમયે અવસાન પામ્યા હતા. ઘરમાં એક ભાઈ અને બહેનની ભરણ પોષણની જવાબદારી પણ તેની ઉપર આવી પડી હતી. સગાવાળાના નામ ઉપર બસ એક દા-રૂ-ડિ-યા મામા અને દરેક સમયે બીમાર રહેવાવાળી ફોઈ પણ તેની સાથે જ રહેતા હતા.

ઓફિસમાં બધા કર્મચારીમાં ઘણીવાર કોઈ દુઃખ કે મહેનતની ચર્ચા થતી તો પટાવાળો સંતોષ બધી સમસ્યાના નિદાન રૂપ ઉદાહરણ બનાવી દેવામાં આવતો. પોતાના હાથમાં પકડેલ ક્લાર્કના પદ માટેનો નિયુક્તિ પત્ર આજે સંતોષ ઓફિસમાં બધાને બતાવી રહ્યો હતો. બધા કર્મચારી પ્રસન્ન થઈને તેને અભિનંદન પાઠવી રહ્યા હતા.

કેટલાક કર્મચારી તેની સાથે મજાક મસ્કરી પણ કરી રહ્યા હતા. હવે અમે કેવી રીતે સંતોષ સંતોષ અવાજ કરીને કહી શકીશું કે આ ફાઈલ લાવી આપ, આ પેપર ગુપ્તાની ટેબલે મૂકી દે, પાણી લાવી આપ, ચા લાવ, સંતોષ જરા મારી દીકરીને સ્કૂલથી લઈ આવ, સંતોષ પકડ પૈસા એક કિલો બટાટા અને કાંદા બાજુની દુકાનથી લઇ આવ, વગેરે વગેરે…

આ દરમિયાન એક કર્મચારીએ તો હદ પાર કરી દીધી, “લો જી હવે એક પટાવાળો મારી બાજુમાં બેસસે, વાહ! કઈ દિશામાં જઈ રહ્યો છે સમાજ?”

આજ પહેલા પટાવાળા સંતોષે કોઈને વળતો જવાબ નોહતો આપ્યો, પરંતુ આજે પટાવાળા સંતોષના ચહેરા ઉપર સંતોષ હતો અને શાંત ભાવે પૂછ્યું, “સર જી, આમાં મારો શું વાંક? તમારો સમાજ એ જણાવશે?”

– શશિ દિપક કપૂર.

(2) “વિશ્વાસ”

વિશ્વાસ (Believe) તથા વિશ્વાસ (Trust) માં અંતર.

એકવાર, બે માળની ઊંચી ઇમારત વચ્ચે બાંધેલ એક દોરડા ઉપર લાંબો એવો વાંસડો પકડીને, એક કલાકાર ચાલી રહ્યો હતો. તેણે તેના ખભા ઉપર પોતાનો દીકરો બેસાડ્યો હતો. સેંકડો અને હજ્જારો લોકો શ્વાસ રોકીને જોઈ રહ્યા હતા. ચપળ પગ મુકતા, તેજ હવા સાથે ઝઝૂમતા, પોતાની અને પોતાના બાળકની જિંદગી દાવ ઉપર લગાવીને, તે કલાકારે અંતર પૂરું કરી લીધું.

ભીડ આનંદથી ઉછળવા લાગી, તાળીઓ અને સીટીઓ વાગવા મંડી. લોકો એ કલાકારનો ફોટો ખેંચી રહ્યા હતા, સેલ્ફી પાડી રહ્યા હતા. તેની સાથે હાથ મિલાવી રહ્યા હતા, તેનો ઓટોગ્રાફ લઇ રહ્યા હતા. કલાકાર માઈક ઉપર આવ્યો અને ભીડને સંબોધિત કરવા લાગ્યો, “શું તમને વિશ્વાસ છે કે હું આ બીજીવાર પણ કરી શકું?”

ભીડ મોટે મોટેથી કહેવા લાગી “હા હા તું કરી શકે છે.”

તેણે પૂછ્યું, “શું તમને વિશ્વાસ છે?”

ભીડ બૂમો પાડવા લાગી, “હા પૂરો વિશ્વાસ છે, અમે તો શરત પણ લગાવી શકીએ કે તું સફળતા પૂર્વક આ ફરી પણ કરી શકે છે.”

કલાકાર બોલ્યો, “પુરે પૂરો વિશ્વાસ છે ને?”

ભીડ બોલી, “હા… હા…”

કલાકાર બોલ્યો “સારું ત્યારે, તમારી માંથી કોઈ મને પોતાનું બાળક આપી દે. હું તેને ખભા ઉપર બેસાડીને દોરડા ઉપર ચાલીશ.”

પછી એકદમ સન્નાટો છવાઈ ગયો.

કલાકાર બોલ્યો “ડરી ગયા! હમણાં તો તમને વિશ્વાસ હતો કે હું કરી શકું છું. અસલમાં તમને એ વિશ્વાસ છે, પણ મારામાં વિશ્વાસ નથી. બંને વિશ્વાસમાં ફરક છે સાહેબ.”

અમારે પણ આજ કહેવું છે, “ઈશ્વર છે!” આ તો વિશ્વાસ છે. પરંતુ ઈશ્વરમાં સંપૂર્ણ વિશ્વાસ નથી.

જો ઈશ્વરમાં સંપૂર્ણ વિશ્વાસ છે તો ચિંતા, ક્રોધ અને ટેંશન શા માટે? જરા વિચારો. આપણે કરીએ એ છીએ જે આપણે ઇચ્છીએ છીએ, પરંતુ થાય છે એ જે એ ઈચ્છે છે. કરો એવું કે જે એ ઈચ્છે છે પછી થશે એ જે આપણે ઇચ્છીએ છે.