આશ્રમમાંથી સામાન ચોરીને ઘરે લઇ ગયો ચોર, પછી તેની સાથે જે થયું તે સમજવા જેવું છે.

0
784

એક કહેવત છે કે જેવો રંગ એવો સંગ. તે મુજબ આપણું આચરણ પણ થઇ જાય છે. જો આપણે કોઈ ખરાબ સ્વભાવ વાળા વ્યક્તિ સાથે રહીએ છીએ તો આપણી અંદર પણ તેના દુર્ગુણ આવી શકે છે.

જો આપણે કોઈ સારા ગુણવાળા વ્યક્તિની સંગત કરીએ છીએ તો તેના સદ્દગુણથી આપણે પણ પ્રભાવિત થઈએ છીએ. અને આ વાત અવગુણવાળા વ્યક્તિ સાથે રહેવા ઉપર પણ લાગું પડે છે. આજે અમે તમને એવો પ્રસંગ જણાવવા જઈ રહ્યા છીએ જે સમજાવે છે કે આપણે હંમેશા સારા વિચાર વાળા લોકો સાથે રહેવું જોઈએ.

સંતના આશ્રમમાં ઘુસી ગયો ચોર : એક જંગલમાં એક સંત રહેતા હતા. તે ખુબ નિર્મળ સ્વભાવના હતા. તેમના મનમાં કોઈ પણ પ્રકારની ખરાબ ભાવનાઓ ન હતી. એક વખત એક ચોર રાતના સમયે તેમના આશ્રમમાં ઘુસી ગયો. ચોરે તેમનો ઘણો બધો સામાન ગાંસડીમાં બાંધી લીધો. અવાજ થવાને ત્યારે સંતની ઊંઘ ઉડી ગઈ. તેમણે જોયું કે, ચોર તેમનો બધો સમાન લઇ જવા માંગે છે, પણ વજન વધુ હોવાને કારણે તે ગાંસડી ઉપાડી નથી શકતો.

તે જોઈ સંતે ચોરને કહ્યું કે, ભાઈ આ બધો સમાન મારા કોઈ કામનો નથી. તું ડરીશ નહિ અને આરામથી આ વસ્તુ લઇ જા. હું ગાંસડી ઉપાડવામાં તારી મદદ કરું છું. તે સાંભળીને ચોર ચક્તિ થઇ ગયો, પણ તે કાંઈ બોલ્યો નહિ. ચુપચાપ ઉભો રહ્યો.

સંત ઉઠ્યા અને તેમણે ગાંસડી ઉપાડવામાં ચોરની મદદ કરી. ચોર બધો સમાન લઈને ઘરે ગયો અને પોતાની પત્નીને બધી વાત જણાવી દીધી. તેની પત્નીએ તેને કહ્યું કે, તમે આ શું અનર્થ કરી દીધું. એક ભોળા એવા સંતને ત્યાં ચોરી કરી. આ તો મહાપાપ થઇ ગયું છે. તમે અત્યારે જ જઈને આ બધો સામાન સંતને પાછો આપી આવો.

પત્નીની વાત સાંભળીને ચોરને પણ પસ્તાવો થયો. તે તરત જ આશ્રમ ગયો અને બધો સામાન સંતને પાછો આપી દીધો અને માફી માંગી. સંતે તેને માફ કરી દીધો. ત્યાર પછી તે વ્યક્તિએ ચોરી ન કરવાનો સંકલ્પ લઇ લીધો અને તે આશ્રમમાં રહીને સેવા કરવા લાગ્યો. સંતના સારા આચરણને કારણે જ એક ચોરનું હ્રદય પરિવર્તન થઇ ગયું.

લાઈફ મેનેજમેન્ટ : મનુષ્ય પોતાની આસપાસના લોકોથી ખુબ જલ્દી પ્રભાવિત થાય છે. આપણે જેવા લોકો સાથે રહીએ છીએ, એવા જ આપણા વિચાર પણ થઇ જાય છે. એટલા માટે સારા અને નિર્મળ મનવાળા લોકો સાથે રહો જેથી તેમના સારા ગુણ આપણી અંદર પણ આવી શકે.