તમારા ઘરની દીવાલો બધું સાંભળે છે અને બધું જુવે છે.

0
677

ક્યારેય તમે કોઈ ઘરમાં જતા જ ત્યાં એક વિચિત્ર એવું નકારાત્મક અને ગુંગળામણ જેવો અહેસાસ વ્યક્ત કર્યો છે?

કે કોઈના ઘરમાં જતા જ એકદમથી શાંતિ અને સકારાત્મકતા અનુભવી છે?

હું કેટલાક એવા ઘરમાં જાવ છું, જ્યાં જતા જ તરત પાછા આવવાનું મન થવા લાગે છે. એક અલગ પ્રકારની નેગેટીવીટીનો તે ઘરમાં અનુભવ થાય છે. સ્પષ્ટ સમજી શકું છું કે તે ઘરમાં રોજ રોજ ઝગડા અને કંકાસ અને કકળાટ, નિંદા વગેરે કરવામાં આવે છે. કુટુંબમાં મતભેદ અને પ્રેમની ખામી છે. ત્યાં થોડી ક્ષણોમાં જ મને વિચિત્ર એવી બેચેની થવા લાગે છે અને હું જલ્દી ત્યાંથી પાછો આવી જાવ છું.

અને કેટલાક ઘર એટલા આનંદમય અને પ્રફુલ્લિત હોય છે કે ત્યાં કલાકો બેસીને પણ મને સમયની ખબર જ નથી રહેતી.

ધ્યાન રાખો

તમારા ઘરની દીવાલો બધું સાંભળે છે અને બધું જુવે છે. ઘરની દીવાલો યુગો સુધી સંગ્રહી રાખે છે બધી સકારાત્મકતા અને નકારાત્મકતા પણ.

કોપભવનનું નામ હંમેશા આપણી જૂની વાર્તાઓમાં સાંભળવા મળે છે.

ખાસ કરીને કોપભવન પૌરાણિક કથાઓમાં જણાવવામાં આવેલા ઘરનો તે ભાગ હતો, જ્યાં બેસીને લડાઈ ઝગડા કે કંકાસ વગેરે ઉકેલવામાં આવતા હતા. તે સમયે પણ આપણા વડીલો સકારાત્મક અને નકારાત્મક ઉર્જાના પ્રવાહને અલગ અલગ રાખવાનો પ્રયત્ન કરતા હતા, તેથી કોપભવન જેવી વ્યવસ્થા કરવામાં આવતી હતી. જેથી આખા ઘરને નકારાત્મક થવાથી બચાવી શકાય.

તેથી તમે પણ પ્રયત્ન કરો કે તમારુ ઘર કંકાસ-ગૃહ કે કોપભવન બનવાથી દુર રહે.

ઘરમાં સુદંર ફોટા, ફૂલ છોડ બગીચા, સુંદર કલાત્મક વસ્તુઓ વગેરે તમારા ઘરનો શૃંગાર જરૂર હોય છે, પણ તમારું ઘર શ્વાસ લે છે તમારી હસવું ઠઠા મશ્કરીથી મસ્તી મજાથી, ખીલખીલાટથી અને બાળકોના તોફાનથી, વડીલોની સંતુષ્ટિથી, ઘરની સ્ત્રીઓના સન્માનથી અને પુરુષોના સામર્થ્યથી, તો તેને પણ થોડી શણગારીને તમારા ઘરની દીવાલોને સ્વસ્થ રાખો.

તમારું ઘર બધું સાંભળે છે અને બધું કહે પણ છે

તેથી જો તમે તમારા ઘરને હંમેશા દિવાળી જેવું પ્રકાશિત જાળવી રાખવા માગો છો, તો ગ્રહ કલેશ અને નિંદા, ઝગડા વગેરે ટાળો.

જો તમારા ઘરનું વાતવરણ સ્વસ્થ અને પ્રફુલ્લિત હશે. તો તેમાં રહેવા વાળા લોકો પણ સ્વસ્થ અને પ્રફુલ્લિત રહેશે.

તમને બધાને શુભકામના કે તમારું ઘર હંમેશા હસતું રહે.