‘પરભી’ : સ્ત્રી પોતાના પતિને સાચા રસ્તે લાવવાનું નક્કી કરી લે તો કોઈ તેને રોકી નહિ શકે.

0
706

બાબુની બદલી વડી કચેરીમાં થઈ.. ત્યાં એને ધીરુ મળી ગયો.. કોઈ ત્રીજું સાંભળતું હોય તો , એકબીજાને દેવાણી સાહેબ ને જસાણી સાહેબ કહે.. બાકી એકલા હોય તો ‘બાબુડો’ અને ‘ધીરીયો’ કહે..

આમ તો એ બેય દુરના જુદા જુદા ગામના હતા.. પણ કોલેજમાં દાખલ થયા , ત્યાં વધ્યા ઘટ્યા તરીકે રુમ પાર્ટનર થયા.. પણ જોડી જામી ગઈ.. ભણવામાં ઠીકઠીક , પણ તોફાનમાં સરખા.. ક્યાંક કોલેજમાં કે હોસ્ટેલમાં અટકચાળું થાય , એટલે પહેલી પુછપરછ બાબુ દેવાણી અને ધીરુ જસાણીની થાય..

આજે શુક્રવાર હતો.. શનિ રવિની રજા પછી જન્માષ્ટમી હતી.. ધીરુએ કહ્યું..

” બાબુ , આજે અમે બેસવાના છીએ.. અમારી સોસાયટીના બીજા ખેલાડી આવશે.. તું પણ આવજે.. મજા આવશે..”

બાબુએ કહ્યું.. “ ના .. મારાથી નહીં અવાય.. પરભીએ પાણી મુકાવ્યું છે.. તહેવારમાં તો એ મારા પર ખાસ જાપ્તો રાખે..”

‘પરભી’ એટલે બાબુની ઘરવાળી ‘પ્રભા’.. આમ ખડમાકડી જેવી .. પણ હિંમતવાળી.. પતિ પત્નીને ખુબ મેળ.. બાબુ એને પરભી કહીને જ બોલાવે.. ક્યારેક એ ખીજાય પણ ખરી..” હવે ઓફીસમાં સાહેબ થયા.. કોક સાંભળતું હોય.. ત્યારે તો સારા નામે બોલાવો..”

ધીરુને રસ પડ્યો.. પુછ્યું.. ” ભાભીએ પાણી કેમ મેલાવ્યું.. શું થયું હતું?”

પહેલાં બાબુએ થોડું હસી લીધું , પછી બોલ્યો.. ” અમે વીસાવદર હતા , ત્યારની વાત.. તારી ભાભીને જુ ગાર ના ગમે.. સાતમ આઠમ હતી.. મેં એને ફોસલાવી પટાવીને ત્રણ દિવસની અને અડધા પગાર સુધીની છુટ લીધી.. પણ મંડળી એવી જામી.. કે અમે આખું અઠવાડિયું રમ્યા..”

” એક રાતે બાર વાગ્યે , અમારી મંડળીના બે જણાની વહુઓને લઈને એ અમે રમતા હતા , ત્યાં આવી.. બહાર પડેલી સાયકલોની હવા કાઢી નાખી.. ને જોરજોરથી ગા ળોની રમઝટ બોલાવી.. અમે જુ ગાર બંદ કરી બહાર આવ્યા.. થોડા માણસો પણ ભેગા થઈ ગયા હતા..”

” પરભીએ મને ઉધડો લીધો.. ‘મારા રોયા.. ત્રણ દીની છુટ દીધી.. ને અઠવાડિયું રમ્યો.. હાલ ઘરે.. ત્યાંમા રવી હોય તો મા રીનાખજે.. પણ અટાણે તો આખા ગામને સંભળાવીશ’..”

” હું હવા વગરની સાયકલ દોરતો ચાલ્યો..અને એની જીભ ચાલુ હતી.. મેં ખીસામાં હતા , એટલા વધાય પૈસા આપી , ચુપ રહેવાનું સમાધાન કર્યું..”

” બીજી બાઈઓએ ગા ળોતો ના કાઢી.. પણ બોલી તો ખરી.. ‘રોયાવ.. શરમાતા નથી? નોકરીયાત થઈને .. જુ ગાર રમતાં’..”

” બોલ ધીરીયા.. હવે જોખમ ખેડાય.. રમવાનું?”

ધીરુ પણ હસ્યો.. ” બાબુડા.. તારી ખડમાકડી પરભી તો ભારે આકરી.. રહેવા દે.. તું આવતો નહીં.. ઘરે બેઠો બેઠો પરભીના હાથના થેપલાં ખા..”

– જયંતીલાલ ચૌહાણ ૧-૭-૨૧ (અમર કથાઓ ગ્રુપ)