જાણો માતા રાણીના અદ્દભુત અને ચમત્કારિક દરબાર વિષે જ્યાં માતા રાણી કરે છે ભક્તોની તકલીફો દૂર.

0
399

ખુબ જ ચમત્કારિક છે દેવી માં નો આ દરબાર, દર્શન કરવાથી આંખોની બીમારીઓ થાય છે દૂર.

આપણો દેશ ધાર્મિક દેશો માંથી એક માનવામાં આવે છે. આપણા દેશમાં ઘણા બધા મંદિર છે, જે પોતાની કોઈને કોઈ વિશેષતા અને ચમત્કાર માટે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. ભક્તો આખું વર્ષ માં દુર્ગાની ઉપસના કરે છે. પણ નવરાત્રીના દિવસોમાં માં દુર્ગાની વિશેષ ઉપાસના કરવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ સુધી ભક્તો માતા રાણીના નવ અલગ અલગ રૂપોની પૂજા અર્ચના કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આજે અમે તમને દેવી માં ના એક એવા ચમત્કારિક મંદિર વિષે જાણકારી આપવા જઈ રહ્યા છીએ જે પોતાની ખાસિયત માટે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે.

આજે અમે તમને દેવી માં ના એક એવા શક્તિપીઠ વિષે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જે દુનિયાભરના લોકોની આસ્થાનું કેન્દ્ર બનેલું છે. દેવી માં નું આ શક્તિપીઠ હિમાચલ પ્રદેશમાં આવેલું છે, જેને નૈના દેવી મંદિર શક્તિપીઠના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિર 51 શક્તિપીઠો માંથી એક છે. શક્તિપીઠ શ્રી નૈના દેવી હિમાચલ જ નહિ પણ દેશ વિદેશમાં પણ પ્રસિદ્ધ છે. દુર દુરથી લોકો માતા રાણીના આ દરબારમાં દર્શન કરવા માટે આવે છે.

નૈના દેવીનું આ ચમત્કારિક મંદિર હિમાચલ પ્રદેશના વિલાસપુર જીલ્લામાં આવેલું છે. આ મંદિર વિષે એવું કહેવામાં આવે છે કે, અહિયાં દેવી સતીના નેત્ર પડ્યા હતા. આ મંદિરની ખાસિયત એ છે કે, અહિયાં લોકો આંખોની બીમારીઓ દુર કરવાની પ્રાર્થના લઈને આવે છે. લોકોની એવી આસ્થા છે કે, અહિયાં જે વ્યક્તિ આવે છે તેમની આંખો સંબંધિત તમામ પ્રકારની બીમારીઓ માતા રાણીની કૃપાથી દુર થઇ જાય છે. આ મંદિરમાં ભક્તો સતીના શક્તિ રૂપની પૂજા કરે છે.

હિમાચલ પ્રદેશમાં આવેલુ નૈના દેવી મંદિર 51 શક્તિપીઠો માંથી એક છે, અને આ સ્થળો પર માં સતીના અંગ પૃથ્વી ઉપર પડ્યા હતા. આ મંદિરમાં બે નેત્ર છે જે નૈના દેવીને દર્શાવે છે. આ મંદિર પ્રત્યે શ્રદ્ધાળુઓની અતુટ શ્રદ્ધા આજથી નહિ પણ પૌરાણીક કાળથી છે. આ મંદિરમાં ભક્ત પોતાની માનતા માંગે છે અને એવું માનવામાં આવે છે કે, માતા રાણીની કૃપાથી ભક્તોની તમામ માનતાઓ પૂરી થઇ જાય છે. આ મંદિરમાં આખું વર્ષ ભક્તોનું આવવા જવાનું ચાલુ જ રહે છે, પણ નવરાત્રીના દિવસોમાં શ્રદ્ધાળુઓ મોટા પ્રમાણમાં આવે છે.

દેવી માં ના આ મંદિરને લઈને એવી માન્યતા છે કે, અહિયાં દર્શન કરવાથી નેત્ર સાથે જોડાયેલી તમામ તકલીફો દુર થઇ જાય છે. જો તમે નૈના દેવી મંદિરના દર્શન કરવા જશો તો તમને મંદિરની અંદર નૈના દેવી ના બે નેત્ર બનેલા જોવા મળશે. આ મંદિરની અંદર નૈના દેવીની સાથે ભગવાન ગણેશજી અને મહાકાળીની પણ મૂર્તિઓ છે. નૈના દેવી મંદિર નૈનીતાલમાં આવેલા નૈની તળાવના ઉત્તરી કિનારા પર આવેલું છે જે ઘણું પ્રાચીન છે. દેવી માતાનું આ મંદિર શક્તિપીઠોમાં સામેલ છે અને અહિયાં દેવીના ચમત્કાર જોવા મળે છે. અહિયાં નૈના દેવીને દેવી પાર્વતીનું રૂપ પણ માનવામાં આવે છે, અને એ કારણે જ તેમને નંદા દેવી પણ કહેવામાં આવે છે.

આ શક્તિપીઠ વિષે એક કથા ઘણી વધુ પ્રચલિત છે. એક વખત માતા સતીના પિતા દક્ષ પ્રજાપતિએ મોટો યજ્ઞ કરાવ્યો હતો, પણ તેમાં માતા સતી અને તેમના પતિ ભગવાન શિવને બોલાવવામાં આવ્યા નહતા. છતાં પણ માતા સતી યજ્ઞમાં પહોંચી ગયા. ત્યારે રાજા દક્ષે માતા સતીની સામે જ તેમના પતિ શિવજીને ઘણા અપમાનિત કર્યા. માતા સતી તે અપમાન સહન ન કરી શક્યા અને તેમણે હવન કુંડમાં પોતાના પ્રાણ ત્યાગી દીધા.

જયારે ભગવાન શિવજીને તેની જાણ થઇ તો તેમને ઘણો વધુ ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં આવીને તે રોદ્ર સ્વરૂપ ધારણ કરીને તાંડવ કરવા લાગ્યા. ચારે તરફ હાહાકાર મચી ગયો અને તે સતીના શરીરને લઈને આમ તેમ ફરવા લાગ્યા.

ભગવાન શિવજીનું આ રૂપ જોઇને બધા દેવતા ઘણા વધુ દુઃખી થઇ ગયા. ત્યારે બધા દેવતાગણ ચિંતિત થઈને ભગવાન વિષ્ણુ પાસે ગયા અને ભગવાન શિવને શાંત કરવાની પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્રથી માતા સતીના 51 ટુકડા કરી દીધા. જે જે સ્થળ ઉપર આ ટુકડા પડ્યા હતા તેને શક્તિપીઠના નામથી ઓળખવામાં આવે છે. તેમાંથી 2 શક્તિપીઠ હિમાચલના વિલાસપુર અને ઉત્તરાખંડના નૈનીતાલમાં આવેલા છે. આ સ્થાન ઉપર માતા સતીના નેત્ર પડ્યા હતા. એટલા માટે તેને નૈના દેવી મંદિર કહેવામાં આવે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.