આ તારીખોમાં જન્મેલા લોકો હોય છે સ્પષ્ટવાદી અને મની માઈંડેડ, તેની ઉપર ગુરુ બૃહસ્પતિની હોય છે વિશેષ કૃપા.

0
868

કામમાં હોંશિયાર હોવાની સાથે સંબંધો સારી રીતે નિભાવે છે આ તારીખે જન્મેલ લોકો

તમને જણાવી આપીએ કે જેવી રીતે જ્યોતિષમાં ગ્રહોનું વિશ્લેષણ કરીને ફલિત કરવામાં આવે છે. એવી જ રીતે અંક વિજ્ઞાનમાં અંકોના આધાર ઉપર વિશ્લેષણ કરવામાં આવે છે. અંકોનું આપણા જીવનમાં મહત્વનું સ્થાન હોય છે. કેટલાક અંકો આપણા માટે લકી હોય છે, તો કેટલાક અંક અનલકી.

આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ મૂળાંક 3 વિષે.

જે લોકોનો જન્મ મહિનાની 3, 12, 21 કે પછી 30 તારીખે થાય છે તેમનો મૂળાંક 3 હશે. આ મૂળાંકના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે. માનવામાં આવે છે કે આ મૂળાંકમાં જન્મેલા લોકો ખુબ જ સ્વાભિમાની હોય છે. તેને કોઈની આગળ નમવાનું જરાપણ પસંદ નથી હોતું. તેને તેની સ્વતંત્રતા ખુબ જ ગમે છે. આવો જાણીએ મૂળાંક 3 વાળા લોકોનું જીવન કેવું હોય છે.

મૂળાંક 3 વાળાને સ્વતંત્રતા ગમે છે.

જે લોકોનો મૂળાંક 3 હોય છે, ન્યુમરોલોજી મુજબ તેનો સ્વભાવ મહત્વાકાંક્ષી, વીર, સ્વતંત્રતા પ્રિય, બુધ્ધીશાળી, કોઈ પણ પરિસ્થિતિનો મક્કમતા પૂર્વક સામનો કરવા વાળા હોય છે. સાથે જ તે લોકો સ્પષ્ટવાદી અને મની માંઈંડેડ પણ હોય છે.

તેનો મૂળાંક 3, 6, 9 થી સારો બને છે :

તે લોકો તેના સંબંધો સારી રીતે નિભાવે છે. તે તેના ભાઈ બહેનો માટે ઘણું બધું કરે છે પણ તેને તેના ભાઈ બહેનો પાસેથી એટલો જ સહકાર મળી શકે છે. પણ તેના સંબંધ બધા સાથે સારા રહે છે. તેના મિત્રોની સંખ્યા વધુ હોય છે. ખાસ કરીને તેનો મૂળાંક 3, 6, 9 વાળા સાથે વધુ બને છે. તેને તેના મિત્રો પાસેથી હંમેશા દગો મળે છે.

લગ્ન : અંક વિજ્ઞાન મુજબ તેમના પ્રેમ સંબંધ સ્થાઈ નથી રહેતા. આમ તો લગ્નજીવન સુખી રહે છે. તે લોકો વિલાસી પ્રવુત્તિના હોય છે પણ તેના માન સન્માન પ્રત્યે વિશેષ ધ્યાન આપે છે. તેને તેના મોટા સંતાન તરફથી કષ્ટ મળવાની સંભાવના રહે છે.

કારકિર્દી : મૂળાંક 3 વાળા સેના, પોલીસ, અધિકારી, સચિવ, લેખક, શિક્ષક, સેલ્સમેન અને ધાર્મિક ઉપદેશક, કથા વાચક વગેરે બની શકે છે. તે લોકો તેના કામમાં હોંશિયાર હોય છે.

ગુરુ બૃહસ્પતિની રહે છે વિશેષ કૃપા :

મૂળાંક 3 ઉપર ગુરુ બૃહસ્પતિનું આધિપત્ય છે. એટલા માટે 3 મૂળાંક માટે ભગવાન બૃહસ્પતિની ઉપાસના કરવી અત્યંત શુભ માનવામાં આવે છે, સાથે જ જો તે લોકો દરેક ગુરુવારે ગોળ અને ચણા ગાયને ખવરાવે, તો તેની ખુબ પ્રગતી થઇ શકે છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.