આ 15 ચમત્કારી શિવ મંત્ર કરશે સંકટોનો અંત, દરરોજ કરવો જોઈએ તેનો જાપ.

0
680

શિવ શંભુના આ મંત્રોનો કરો જાપ, ચારે તરફથી મળશે સફળતા.

સુખ, શાંતિ, ધન, સમૃદ્ધી, સફળતા, પ્રગતિ, સંતાન, પ્રમોશન, નોકરી, લગ્ન, પ્રેમ અને બીમારી તમામ માટે સોમવારના રોજ આ મંત્રના જરૂર જાપ કરો.
અહિયાં આપવામાં આવ્યા છે શિવ શંભુના 15 એવા મંત્રો જેના જાપ જીવનમાં દરેક પ્રકારની શુભતા, અનુકુળતા અને પ્રગતિ લાવે છે.

શિવના 15 ચમત્કારીક મંત્રો :

1) ૐ શિવાય નમઃ

2) ૐ સર્વાત્મને નમઃ

3) ૐ ત્રિનેત્રાય નમઃ

4) ૐ હરાય નમઃ

5) ૐ ઇન્દ્રમુખાય નમઃ

6) ૐ શ્રીકંઠાય નમઃ

7) ૐ વામદેવાય નમઃ

8) ૐ તત્પુરુષાય નમઃ

9) ૐ ઈશાનાય નમઃ

10) ૐ અનંતધર્માય નમઃ

11) ૐ જ્ઞાનભૂતાય નમઃ

12) ૐ અનંતવૈરાગ્યસિંધાય નમઃ

13) ૐ પ્રધાનાય નમઃ

14) ૐ વ્યોમાત્મને નમઃ

15) ૐ યુક્તકેશાત્મરુપાય નમઃ

આ શિવ ગાયત્રી મંત્ર સાથે આ મંત્રોના જાપ અત્યંત શુભ ફળદાયક માનવામાં આવે છે.

શિવ ગાયત્રી મંત્ર : ॐ ૐ તત્પુરુષાય વિદ્મહે, મહાદેવાય ધીમહિ, તન્નો રુદ્ર પ્રચોદયાત ।। તમે કોઈ પણ પ્રકારના દેવામાં ડૂબી ગયા છો તો શિવજીને પ્રમાણ કરીને 15 મંત્રોના જાપ કરો. દેવું જરૂર ઉતરશે.

ભગવાન શિવ જયારે અગ્નિ સ્તંભ તરીકે પ્રગટ થયા હતા ત્યારે તેમના પાંચ મુખ હતા. જે પંચ તત્વ પૃથ્વી, જળ, આકાશ, અગ્નિ અને વાયુના રૂપ હતા. સર્વપ્રથમ જે શબ્દની ઉત્પતી થઇ તે શબ્દ હતો ॐ. બીજા પાંચ શબ્દ નમઃ શિવાયની ઉત્પતી તેમના પાંચે મુખ માંથી થઇ જેને સૃષ્ટિનો સૌથી પહેલો મંત્ર માનવામાં આવે છે. તે મહામંત્ર છે. તેની ઉપરથી અ ઈ ઉ ઋ લુ આ પાંચ મૂળભૂત સ્વર અને વ્યંજન જે પાંચ વર્ણોથી પાંચ વર્ગ વાળા છે તે પ્રગટ થયા. ત્રિપદા ગાયત્રીનું પ્રાગટ્ય પણ તે શિરોમંત્ર માંથી થયું અને તે ગાયત્રીથી વેદ વેદો માંથી કરોડો મંત્રો ઉદભવ્યા.

આ મંત્રના જાપથી તમામ મનોરથોની સિદ્ધી થાય છે. ભોગ અને મોક્ષ બંને આપવા વાળા આ મંત્ર જપવા વાળા સમસ્ત વ્યાધીઓને પણ શાંત કરી દે છે. અડચણો આ મંત્રના જાપ કરવા વાળાની પાસે નથી આવતી. તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ મંત્ર શિવવાક્ય છે આ જ શિવજ્ઞાન છે.

જેના મનમાં આ મંત્ર નિરંતર રહે છે તે શિવસ્વરૂપ બની જાય છે. ભગવાન શિવ દરેક માણસના અંતઃકરણમાં આવેલા અવ્યક્ત આંતરિક અધિષ્ઠાન અને પ્રકૃતિ માણસની સુવ્યક્ત આંતરિક અધિષ્ઠાન છે. નમઃ શિવાય: પંચતત્વમક મંત્ર છે તેને શિવ પંચાક્ષરી મંત્ર કહે છે. આ પંચાક્ષરી મંત્રના જાપથી જ માણસ સંપૂર્ણ સિદ્ધીઓ પ્રાપ્ત કરી શકે છે.

આ મંત્રને આદિમાં ॐ લગાવીને હંમેશા તેના જાપ કરવા જોઈએ. ભગવાન શિવનું નિરંતર ચિંતન કરતા આ મંત્રના જાપ કરો. બધા ઉપર હંમેશા અનુગ્રહ કરવા વાળા ભગવાન શિવને વારંવાર સ્મરણ કરતા પૂર્વાભીમુખ બનીને પંચાક્ષરી મંત્રના જાપ કરો.

ભગવાન શિવ તેમના ભક્તોની પૂજાથી પ્રસન્ન થાય છે. શિવ ભક્ત ભગવાન શિવના પંચાક્ષરી મંત્રના જેટલા જાપ કરે છે એટલી વધારે તેમના અંતકરણની શુદ્ધિ થતી જાય છે, અને તેઓ તેમના અંતકરણમાં આવેલા અવ્યક્ત આંતરીક અધિષ્ઠાન તરીકે બિરાજમાન ભગવાન શિવની સમીપ થતા જાય છે. તેમની ગરીબી, રોગ, દુઃખ અને શત્રુજનિત પીડા અને કષ્ટોનો અંત આવી જાય છે અને તેને પરમ આનંદની પ્રાપ્તિ થાય છે.

શિવલિંગની શ્રેષ્ઠતા : શિવની પૂજા લિંગસ્વરૂપમાં જ વધુ ફલદાયક માનવામાં આવે છે. શિવનું મૂર્તિપૂજન પણ શ્રેષ્ઠ છે પણ લિંગસ્વરૂપ પૂજા સર્વશ્રેષ્ઠ છે. ભગવાન શિવ બ્રહ્મ રૂપ હોવાને કારણે નિષ્કલ એટલે નિરાકાર કહેવાયા, રૂપવાન હોવાને કારણે સકલ કહેવાયા, પણ તે પરબ્રહ્મ પરમાત્મા નિરાકાર રૂપ પહેલા આવ્યા અને સમસ્ત દેવતાઓમાં એક માત્ર પરબ્રહ્મ છે એટલા માટે માત્ર તે જ નિરાકાર લિંગસ્વરૂપમાં પૂજવામાં આવે છે. આ રૂપમાં સમસ્ત બ્રહ્માંડનું પૂજન થઇ જાય છે. કેમ કે તે જ સમસ્ત જગતના મૂળ કારણ છે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.