આ 4 ચોકીદારોને જો તમે તમારા ઘરમાં રાખશો તો તમારું ઘર સ્વર્ગ બની જશે, જાણો કેવી રીતે.

0
886

એક રાજા હતા. તેમના રાજ્યમાં ક્યારે પણ ઉપદ્રવ થતો ન હતો. પ્રજા ઘણી સુખી હતી.

તેમના રાજ્યની બાજુમાં એક બીજું નાનું એવું રાજ્ય હતું, પણ તેમાં અવાર નવાર લડાઈ ઝગડા થતા રહેતા હતા.

લોકો અંદરોઅંદર લડતા રહેતા હતા. ત્યાંની પ્રજા ઘણી દુઃખી હતી, જેથી ત્યાંના રાજા પણ ઘણા પરેશાન હતા.

એક દિવસ તે રાજા મોટા રાજા પાસે આવીને બોલ્યા – મારું નાનું એવું રાજ્ય છે, પણ તેમાં અવાર નવાર ઉત્પાત થતો રહે છે. અને તમારું રાજ્ય આટલું મોટું છે, છતાં પણ અહિયાં સંપૂર્ણ શાંતિ છે. તેનું કારણ શું છે?

મોટા રાજ્યના રાજા હસતા હસતા બોલ્યા – તમે સાચું કહો છો. મારા રાજ્યમાં ઘણી શાંતિ છે. તેનું કારણ એ છે કે મેં મારે ત્યાં ચાર ચોકીદાર ઉભા રાખી દીધા છે, જે દરેક સમયે મારું રક્ષણ કરતા રહે છે.

બીજા રાજાએ આશ્ચર્ય સાથે પૂછ્યું – બસ ચાર! મારે ત્યાં તો ચોકીદારોની ફોજ છે, પણ તેનો કોઈ ફાયદો નથી, છતાં પણ તમારું કામ ચાર ચોકીદારોથી કેવી રીતે ચાલી જાય છે?

પહેલા રાજા બોલ્યા – મારા ચોકીદારો તમારા ચોકીદારોથી અલગ પ્રકારના છે.

કેવી રીતે? બીજા રાજાએ ઉત્સુકતાથી પૂછ્યું.

પહેલા રાજાએ ઉત્તર આપ્યો – પહેલો ચોકીદાર છે સત્ય. તે મને અસત્ય નથી બોલવા દેતો.

બીજો છે પ્રેમ. તે મને ઘૃણાથી બચાવે છે.

ત્રીજો?

પહેલા રાજા બોલ્યા – ત્રીજો છે ન્યાય. તે મને અન્યાય નથી કરવા દેતો.

અને ચોથો?

પહેલા રાજાએ ગંભીર થઈને કહ્યું – ચોથો છે ત્યાગ. તે સ્વાર્થી થવાથી મારું રક્ષણ કરે છે.

રાજાની શંકાનું સમાધાન થઇ ગયું. જે રાજાના સત્ય, પ્રેમ, ન્યાય અને ત્યાગ જેવા ચોકદાર હોય છે, તેમને કોઈ પરેશાની નથી આવતી.

આવું જ આપણા જીવનમાં પણ છે. જો આપણા ઘરમાં આ ચાર ચોકીદારો નથી તો આપણું ઘર નરક સમાન છે. એટલા માટે ઘરના દરેક સભ્યએ આ 4 ચોકીદારોને અપનાવવા જોઈએ.