હિંદુ ધર્મમાં પૂજા દરમિયાન આ 5 રંગો સૌથી વધુ વપરાય છે, જાણો તે રંગો અને તેમના મહત્વ વિષે.

0
425

આ 5 રંગોનો થાય છે પૂજામાં સૌથી વધુ ઉપયોગ, જાણો તેમનું મહત્વ., અને કયા દેવી-દેવતાને કયો રંગ પ્રિય છે.

રંગોનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે. હિંદુ ધર્મમાં પૂજા દરમિયાન આમ તો 3 રંગોનું વિશેષ મહત્વ છે પણ બીજા 2 રંગોનો પણ ઉપયોગ થાય છે. આ રીતે તે પંચરંગી પૂજા બની જાય છે. આવો જાણીએ આ 5 રંગોનું મહત્વ.

(1) સફેદ રંગ : પ્રાચીનકાળમાં યજ્ઞ કે મહત્વપૂર્ણ પૂજા દરમિયાન સફેદ રંગનું ઘણું મહત્વ હતું. પૂજા દરમિયાન લોકો સફેદ ધોતી પહેરીને જ બેસતા હતા. પૂજા દરમિયાન સફેદ રંગના સુતરાઉ કાપડાને બાજઠ ઉપર પાથરવામાં આવે છે. પ્રાચીન કાળમાં ભારતીય દુલ્હનો સફેદ રંગનો જ ઉપયોગ કરતી હતી. જેમાં પીતાંબરી પટ્ટા હોતા હતા. પૂજામાં સફેદ અબીલનો ઉપયોગ કરવામાં આવે છે.

(2) પીળો રંગ : કોઈ પણ પ્રકારના શુભ પ્રસંગો કે પૂજા પાઠમાં પીળા રંગનો વધુ ઉપયોગ થાય છે. પીળા રંગના વસ્ત્ર ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોને પહેરાવવામાં આવે છે. શ્રીકૃષ્ણને પીતામ્બર કહે છે.

(3) લાલ રંગ : માં દુર્ગાના મંદિરોમાં તમને લાલ રંગ જ વધુ જોવા મળશે. કંકુનો ઉપયોગ પૂજામાં કરવામાં આવે છે જે લાલ હોય છે. લાલ રંગના અબીલ પણ હોય છે. માતા દુર્ગાને લાલ અને લીલા રંગની ચૂડીઓ અર્પણ કરવામાં આવે છે. લગ્ન સમયે પરણિત મહિલા લાલ રંગની સાડી અને લીલા રંગની ચૂડીઓ પહેરે છે. તે ઉપરાંત લગ્ન વખતે વરરાજા પણ લાલ કે કેસરી રંગની પાધડી પહેરે છે, જે તેમના આવનારા જીવનની ખુશાલી સાથે જોડાયેલું હોય છે. માં લક્ષ્મીને લાલ રંગ પ્રિય છે. માં લક્ષ્મી લાલ વસ્ત્ર પહેરે છે અને લાલ રંગના કમળ ઉપર શોભાયમાન રહે છે.

(4) સિંદુરી રંગ, કેસરિયો કે ભગવો રંગ : રામભક્ત હનુમાનને લાલ અને સિંદુરી રંગ પ્રિય છે એટલા માટે ભક્તગણ તેમને સિંદુર અર્પણ કરે છે. ગણેશજીને પણ સિંદુર અર્પણ કરવામાં આવે છે. હનુમાનજી અને ગણેશજીની મૂર્તિને સિંદુરથી રંગવામાં આવે છે.

(5) લીલો રંગ : આ રંગ માતા પાર્વતી અને ભગવાન શિવને વધુ પસંદ છે. ગણેશજી, માતા દુર્ગા અને માતા લક્ષ્મીને પણ આ રંગ પ્રિય છે. માતા દુર્ગાને લીલા રંગની મહેંદી, ચુંદડી અને ચૂડીઓ અર્પણ કરવામાં આવે છે. પૂજામાં આ રંગના કપડાનો ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત નાગરવેલના પાન, કેળના પાંદડા, દરો ઘાસ, આંબાના પાંદડાનો પણ પૂજામાં ઉપયોગ કરવામાં આવે છે. મહિલાઓના 16 શૃંગારમાં આ રંગનું પ્રમાણ વધુ હોય છે.

આ માહિતી વેબદુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.