સમુદ્ર મંથનમાંથી નીકળેલી આ 5 વસ્તુઓ ઘરમાં રાખવાથી ઘરમાં ધન, ઐશ્વર્ય અને વૈભવની અછત નથી થતી.

0
241

પોતાના ઘરમાં રાખો સમુદ્ર મંથનમાંથી નીકળેલી આ 5 વસ્તુઓ, તે ખોલે છે પ્રગતિ અને સમૃદ્ધિના દ્વાર.

સમુદ્ર મંથનમાંથી 14 કિંમતી રત્નો નીકળ્યા હતા. કહેવાય છે કે જો આ રત્નોના સ્વરૂપો ઘરમાં રાખવામાં આવે તો સ્વર્ગની જેમ ઘરમાં પણ ધન, ઐશ્વર્ય અને વૈભવની અછત નથી આવતી. આવો જાણીએ તે વસ્તુઓ વિશે.

વિષ્ણુ પુરાણ પ્રમાણે એકવાર મહર્ષિ દુર્વાસાના શ્રાપને કારણે સ્વર્ગમાં ધન, ઐશ્વર્ય અને વૈભવનો અંત આવી ગયો હતો. આ સમસ્યાના ઉકેલ માટે તમામ દેવી-દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. ત્યારે વિષ્ણુજીએ દેવો અને અસુરોની વચ્ચે સમુદ્ર મંથન કરવાનો ઉપાય જણાવ્યો. આ પછી સમુદ્ર મંથનમાંથી 14 કિંમતી રત્નો નીકળ્યા. કહેવાય છે કે જો આ રત્નોના સ્વરૂપને ઘરમાં રાખવામાં આવે તો સ્વર્ગની જેમ ઘરમાં પણ ધન, ઐશ્વર્ય અને વૈભવની અછત નથી આવતી. ચાલો તમને એવા 5 રત્નો વિશે જણાવીએ, જેને તમે ઘરે રાખી શકો છો.

ઐરાવત હાથી : હાથીઓમાં શ્રેષ્ઠ ઐરાવત હાથી સમુદ્ર મંથનમાંથી બહાર આવ્યો હતો. ઐરાવત હાથી સફેદ રંગનો હતો, જે ઉડવાની શક્તિ ધરાવતો હતો. ઈન્દ્રદેવે આ હાથીને પોતાનું વાહન બનાવ્યો હતો. વાસ્તુ પ્રમાણે ઘરમાં સ્ફટિક (ક્રિસ્ટલ) અથવા સફેદ પથ્થરનો હાથી રાખવાથી સુખ-સમૃદ્ધિનો ઘરમાં વાસ થાય છે.

પાંચજન્ય શંખ : પાંચજન્ય શંખ પણ સમુદ્ર મંથનના 14 રત્નોમાંથી એક છે. ભગવાન વિષ્ણુએ આ અમૂલ્ય શંખ પોતાની પાસે રાખ્યો હતો. તેમના દરેક ફોટામાં તમને આ શંખ સરળતાથી જોવા મળશે. આ શંખને ઘરના મંદિરમાં રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ઉચ્ચૈ:શ્રવા ઘોડો : આકાશમાં ઉડતો સફેદ રંગનો ઘોડો ઉચ્ચૈ:શ્રવા પણ સમુદ્રમંથનમાંથી નીકળ્યો હતો. આ ઘોડો અસુરોના રાજા બલિને આપવામાં આવ્યો હતો. કહેવાય છે કે ઘરમાં સફેદ ઘોડાની પ્રતિમા કે ચિત્ર લગાવવાથી નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી.

પારિજાતના ફૂલ : હિંદુ ધર્મમાં પારિજાત વૃક્ષનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. શું તમે જાણો છો કે પારિજાતનું વૃક્ષ પણ સમુદ્ર મંથનમાંથી બહાર આવ્યું હતું. ઘરના મંદિરમાં ભગવાનની સામે પારિજાતનું ફૂલ ચઢાવવું ખૂબ જ શુભ હોય છે. ઘરમાં પથરાયેલી પારિજાતની સુવાસ પ્રગતિ અને સમૃદ્ધિના દ્વાર ખોલે છે.

અમૃત કળશ : અમૃત કળશ સમુદ્ર મંથનમાં છેલ્લે બહાર આવ્યું હતું. આ કળશ ભગવાન ધન્વંતરી સાથે સમુદ્રમાંથી બહાર આવ્યું હતું. આ અમૃત કળશ મેળવવા માટે દેવતાઓ અને અસુરો વચ્ચે વિવાદ થયો હતો. કહેવાય છે કે ત્યારથી દરેક શુભ અને માંગલિક કાર્યમાં અમૃત કળશ સ્થાપિત કરવાની પરંપરા ચાલી આવે છે. જ્યાં અમૃતનો ભંડાર હોય તે ઘરને દુ:ખ અને પરેશાનીઓ ક્યારેય ઘેરી લેતા નથી. તેનાથી સ્વાસ્થ્યનું વરદાન પણ મળે છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.