કંગાળ કરી દેશે અખાત્રીજ પર કરેલી આ ભૂલો, હંમેશા નારાજ રહેશે લક્ષ્મી માતા, જાણો શું ન કરવું?

0
383

અખાત્રીજ પર આ ભૂલો કરવાથી નારાજ થઈ જાય છે માઁ લક્ષ્મી, આજીવન ગરીબી જોવી પડશે.

અખાત્રીજ જેને અક્ષય તૃતીયા પણ કહેવાય છે તે વૈશાખ શુક્લ પક્ષની તૃતીયા એટલે કે ત્રીજ તિથિએ ઉજવવામાં આવે છે. અખાત્રીજનો દિવસ શુભ કાર્ય કરવા, સોના-ચાંદી, ઘર-ગાડી વગેરેની ખરીદી માટે ખૂબ જ ફળદાયી હોય છે. એવું પણ માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ નારદજીને કહ્યું હતું કે, અખાત્રીજના દિવસે વ્યક્તિ જે પ્રકારનું કર્મ કરશે, તેનું અક્ષય ફળ તેને મળશે. એટલા માટે લોકો આ દિવસે સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ મેળવવા માટે ઉપાય કરે છે. જેથી તેમના જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે.

બીજી તરફ, આ દિવસે કરવામાં આવેલી કેટલીક ભૂલોથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે, જે તમને ગરીબ બનાવી શકે છે. આ વખતે અખાત્રીજ 22 એપ્રિલ 2023 ના રોજ ઉજવવામાં આવશે.

અખાત્રીજ પર આ ભૂલ ન કરવી :

અખાત્રીજના શુભ દિવસે સોના અને ચાંદી જેવી કિંમતી અને શુભ ધાતુઓની ખરીદી કરવી શુભ હોય છે. બીજી તરફ આ દિવસે પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ, કાચ કે સ્ટીલના વાસણો કે સામાન ન ખરીદો. આ વસ્તુઓ પર રાહુનો પ્રભાવ હોય છે, જેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે. આર્થિક નુકશાન પણ થાય છે.

અખાત્રીજના દિવસે ન તો કોઈની પાસેથી પૈસા ઉછીના લેવા અને ન તો કોઈને પૈસા ઉછીના આપવા. આવું કરવાથી માઁ લક્ષ્મી તમારા ઘરેથી વિદાય લેશે.

અખાત્રીજના દિવસે સોનું અથવા સોનાના ઘરેણા ખોવાઈ જવા શુભ નથી માનવામાં આવ્યું. તેમજ આ દિવસે ધન ગુમાવવું પણ શુભ માનવામાં આવતું નથી. તેથી, આ દિવસે આ બાબતોમાં સાવચેત રહો.

અખાત્રીજના દિવસે ઘરની સારી રીતે સફાઈ કરો. ખાસ કરીને પૂજા સ્થળ અને ધન સ્થાનને સ્વચ્છ રાખો. આ સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા વિધિ-વિધાન અનુસાર કરો. નહિંતર, આ સ્થાનો પરની ગંદકી તમારા ઘરમાં અલક્ષ્મીનો વાસ કરાવશે અને તમને ગરીબ બનાવી દેશે.

અખાત્રીજના દિવસે ક્યારેય કોઈને ખોટું ન બોલો. ચોરી કરશો નહીં. કોઈને છેતરશો નહીં. આ દિવસે લોટરી, સટ્ટાબાજી વગેરેથી દૂર રહો. નહિંતર, આ ખરાબ કાર્યો દ્વારા કરવામાં આવેલ પાપ તમને તમારા બાકીના જીવનમાં દુઃખ આપશે.

અખાત્રીજના દિવસે માંસાહાર, લસણ-ડુંગળીનું સેવન ન કરવું. તેમજ આ દિવસે નશો કરવો નહીં. આમ કરવાથી જીવનભરનું પાપ મળશે.

અખાત્રીજની પૂજામાં માતા લક્ષ્મીને તુલસીના પાન ન ચઢાવો.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. અમે તેની પુષ્ટિ કરતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.