રાજા ભોજના આ વચનો તમને ઘણું બધું શીખવી જશે, જાણો તેમણે મનુષ્ય જીવન વિષે શું કહ્યું હતું.

0
389

ભયંકર ભૂમિમાં ભટકવું, પર્વત પર ચડવું, સાગર તરવો, કેદખાનામાં રહેવું તથા ગુફામાં બેસવું પડે વગેરે, સર્વ કાર્યો વિધિ એ જ નિર્માણ કરી રાખેલા હોય છે, તો પછી એ ભોગવ્યા વિના ચાલે જ કેમ ! અર્થાત વિધાતા ને કોઈ ઓળંગી શકતું નથી એનો પાર કેમ પામી શકાય !

જે માણસ સંસારમાં અવશ્ય પ્રાપ્ત થનારા વૃદ્ધાવસ્થા, ભય , રોગ વગેરેનો ખ્યાલ રાખે છે તે ખરેખર બુદ્ધિમાન છે પછી ભલેને તે સંસારમાં સુખ થી રહેતો હોય, બેસતો હોય, ઉઠતો હોય અને ઊંઘતો હોય, કે કોઇની સાથે હસતો હોય.

અરે ! જુઓ તો ખરા ! તમારી જ જાતના, તમારી જ ઉંમરના, તમારા જેવા આકારવાળા માણસોને મરુ તયુ હરી ગયું; તો પણ તમને ત્રાસ થતો નથી, ખરેખર ! તમારું હૈયું વજ્રના જેવું કઠણ છે.

હે રાજા ! સતયુગના ભૂષણ રૂપ ભૂપતિ માંધાતા ચાલ્યો ગયો; સમુદ્ર માં પુલ બાંધી રાવણ નેમાર નારા રામચંદ્ર ક્યાં છે? યુધિષ્ઠિર વગેરે રાજાઓ પણ સ્વર્ગમાં સિધાવી ગયા, એમાંના કોઈની પણ સાથે આ પૃથ્વી ગઈ નહીં, પણ હવે જણાય છે કે એ પૃથ્વી તમારી સાથે અવશ્ય જશે, અર્થાત તમો આ પૃથ્વીને જરૂર લઈ જશો.

કૃપણનુ ચાતુર્ય ચતુરાઈ ન કહેવાય. પ્રભુ પૂર્વ કાળમાં થઈ ગયેલા, કર્ણ, દધીચિ , શિબિ અને વિક્રમ વગેરે જેવી રીતે પરલોકની દીપાવ્યો છે ને પોતાને હાથે કરેલા દાન થી ઉત્પન થયેલા દિવ્ય અને અપૂર્વ ગુણોથી પ્રાપ્ત કરેલી કીર્તિ ના રૂપમાં તેઓ આજે પણ પૃથ્વી પર વિદ્યમાન છે તેવા બીજા કોઈ રાજાઓ છે ખરા.

જેવી રીતે ગર્ભિણી સ્ત્રીની અભિલાષા ગર્ભધારણ કરી ચૂકેલી સ્ત્રી જ સમજે છે પરંતુ વંધ્યા સ્ત્રી સમજી શકતી નથી તેમ ઉત્તમ કવિ ના શ્રેષ્ઠ રસવાળા કાવ્યોને સારા જ્ઞાન વાળો કવિ જ સમજે, બીજાઓ તેને જાણી અને સમજી શકતા નથી.

ભુજ પ્રબંધ, પુસ્તકમાંથી.

(સાભાર લાલજી રમતાજોગી, અમર કથાઓ ગ્રુપ)