આ ગુણ મિથુન રાશિવાળાને સફળ બનાવે છે, જેટલા રમુજી એટલા જ ગાઢ હોય છે આ લોકો.

0
652

મિથુન લગ્નના લોકોમાં વિષયને ઊંડાણપૂર્વક સમજવાની અદભૂત ક્ષમતા હોય છે, જાણો તેમના બીજા ગુણો વિષે.

મિથુન રાશિના લોકો પ્રકૃતિ પ્રેમી હોય છે અને ખૂબ જ સામાજિક હોય છે. તેઓ લોકો સાથે રહેવાનું પસંદ કરે છે. તેમની આંખો આકર્ષક અને આનંદથી ભરેલી હોય છે અને તેઓ વાતો કરવામાં પાવરધા હોય છે. તેમનામાં હસી મજાક કરવાની સાથે સાથે કોઈ પણ વિષયને ઊંડાણથી સમજવાની અદભૂત ક્ષમતા હોય છે. પરંતુ બૌદ્ધિક ક્ષમતાનો અહંકાર તેમના પતનનું કારણ બને છે. તેઓ સામાન્ય રીતે અન્ય લોકોની મદદથી પ્રગતિ કરે છે.

મિથુન લગ્ન વાળા કેવા હોય છે? તમારું જ્યોતિષ લગ્ન તમારા વ્યક્તિત્વને નિર્ધારિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ કોલમમાં આપણે ક્રમશ: દરેક વ્યક્તિના ગુણો વિશે ચર્ચા કરી રહ્યા છીએ. આજે આપણે ત્રીજા લગ્ન મિથુન વિશે વિગતવાર જાણીશું. લગ્ન અને રાશિને લઈને લોકોમાં થોડી મૂંઝવણ રહે છે. દરેક કુંડળીમાં એક લગ્ન અને ચંદ્ર રાશિ હોય છે. લગ્ન અતિ સૂક્ષ્મ છે, એટલે કે તે આત્મા છે. જે વ્યક્તિનું જે લગ્ન હોય છે, તેનો આત્મિક સ્વભાવ પણ એવો જ હોય ​​છે.

મિથુન ક્રૂર રાશિ છે : મિથુન લગ્ન કાલ પુરુષની કુંડળીમાં ત્રીજી રાશિ છે. તે મૃગાશિરા નક્ષત્રના બે ચરણ, આર્દ્રના ચાર ચરણ અને પુનર્વસુના ત્રણ ચરણ ભેગા થવાથી બને છે. વિષમ રાશિ હોવાને કારણે, તે પુરૂષ રાશિ છે. આ રાશિમાં કોઈ ગ્રહ ન તો ઉચ્ચ કે નીચનો હોય છે. આ રાશિ પશ્ચિમ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે. મિથુન શિરશોદય રાશિ છે. આ એક ક્રૂર રાશિ છે. મિથુન લગ્નનો સ્વામી બુધ હોય છે. તેના દેવતા ભગવાન વિષ્ણુ છે. મિથુન રાશિના લોકોએ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ અવશ્ય કરવો.

વૃક્ષારોપણ પ્રગતિ તરફ દોરી જાય છે : મિથુનનું રહેઠાણ વસ્તી પાસે છે. તેથી આ લગ્નમાં જન્મેલા લોકો પ્રકૃતિ-પ્રેમી હોય છે અને સાથે આધુનિક ભૌતિક ચીજો મેળવવાની ઇચ્છા ધરાવે છે. આ લગ્નવાળા લોકોને બાગકામ, સુંદર ફૂલોના છોડ રોપવા અને તેમના સાથીઓ સાથે બગીચામાં બેસીવાનું ઘણું ગમે છે.

આ લગ્નના વ્યક્તિઓ એકલા રહેવાનું પસંદ નથી કરતા, તેઓ હંમેશા સમૂહમાં રહેવા માંગે છે. તેઓ જીવનમાં પ્રગતિ ઓછી કરી શકે છે, જો તેઓ મોટી પ્રગતિ મેળવવા માંગતા હોય, તો આ માટે તેમને સારા જીવનસાથીની જરૂર હોય છે. મિથુન રાશિના ચિહ્નમાં બે લોકોને દર્શાવવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે તેઓ એકલા જીવનનો વિરોધ કરે છે.

મગજ દરેક સમય ચાલે છે : મિથુન લગ્નમાં જન્મેલા લોકોના હાથ અને પગ સામાન્ય રીતે લાંબા અને નબળા હોય છે. ચહેરા પર તીક્ષ્ણતા અને ખુશી ટપકતી હોય છે. મિથુન લગ્નના લોકોની આંખો ખૂબ જ આકર્ષક, ગહન મતવાળી એટલે કે મસ્તી ભરેલી હોય છે. આ લગ્નના લોકો સક્રિય અને ગતિશીલ હોય છે. ઘણીવાર એવું જોવા મળે છે કે તેમનો ચહેરો ભરાયેલો હોય છે. દાઢી પાસે થોડું દબાણ જેવું હોય છે. તેમનું મગજ સતત ચાલતું રહે છે. આ લોકોને વાંચન-લેખનમાં રસ હોય છે અને તર્કના આધારે કામ કરે છે. તેઓ વાતચીત કરવામાં પારંગત હોય છે.

મુશ્કેલ વિષયોને સરળ રીતે રજૂ કરી શકે છે : કલાપ્રેમી હોવું, મસ્તી મજાક, જોક્સ કહેવા અને કટાક્ષ કરવો એ તેમનો સ્વભાવ છે. આ લગ્નના લોકોમાં વિષયને ઊંડાણપૂર્વક સમજવાની અદભૂત ક્ષમતા હોય છે. તે સૌથી અઘરા વિષયને સરળથી સરળ રીતે રજૂ કરી શકે છે. કુંડળીમાં ગુરુ સારો હોય તો વ્યક્તિ સારો પત્રકાર બની શકે છે.

પોતાનું કામ કાઢવામાં ઘણા પાવરધા હોય છે : મિથુન લગ્ન વાળાને પોતાની ક્ષમતા અને બૌદ્ધિક ક્ષમતામાં ઘણો વિશ્વાસ હોય છે, પરંતુ જ્યારે વિશ્વાસ અહંકારમાં ફેરવાઈ જાય છે ત્યારે તેમનું પતન થવામાં બહુ ઓછો સમય લાગે છે. આ લોકો પોતાનું કામ કરાવવામાં ખૂબ જ એક્સપર્ટ હોય છે.

જો કુંડળીમાં પાંચમું ઘર બગડી જાય તો તે બીજાને છેતરવામાં અને ધૂર્ત વર્તન કરવામાં પાછળ નથી રહેતા. મિથુન લગ્નની એક વિશેષતા એ છે કે આવી વ્યક્તિ કહે છે કંઈક અને કરે છે કંઈક. આવી વ્યક્તિ ખૂબ ખર્ચાળ હોય છે અને ખોટા ખર્ચને પણ યોગ્ય ઠેરવે છે. તે પોતાનો ગુસ્સો વ્યક્ત નથી કરતા પરંતુ ખૂબ જ કપટી રીતે બદલો લેવાનો પ્રયત્ન કરે છે.

મહિલાઓ લાઈફ પાર્ટનરને ખુશ રાખે : જે મહિલાઓ મિથુન લગ્નની હોય તેમણે પોતાનું લગ્ન જીવન ખૂબ જ સુખદ રાખવું જોઈએ. ઘણીવાર એવું જોવા મળે છે કે મિથુન લગ્ન વાળી સ્ત્રીઓનું લગ્ન જીવન બગડી જાય છે. તેની પાછળનું કારણ એ છે કે સાતમા ઘરમાં ધનુ રાશિ પડે છે, જેને ક્રૂર સંકેત માનવામાં આવે છે.

નિર્ણય લેવામાં મૂંઝવણમાં રહે છે : મિથુન રાશિના લોકો સારા નેતા કે પ્રતિનિધિત્વ કરવાવાળા નથી હોતા. પણ તેઓ અનુયાયી ખૂબ સારા હોય છે. તેને એવી રીતે સમજી શકાય કે તે કોઈ વેલા જેવા હોય છે. જે રીતે વેલા ઝાડને વળગી રહીને પોતાની પ્રગતિ કરે છે, તે જ રીતે મિથુન રાશિના વ્યક્તિને પણ તેની પ્રગતિ માટે સહારાની જરૂર હોય છે. તેઓ કોઈપણ નિર્ણય લેતા પહેલા બીજા પર આધાર રાખે છે. મહત્વના નિર્ણયો લેવામાં ડરે છે કે આ નિર્ણય ખોટો થઈ શકે છે. આવી વ્યક્તિઓ આશાવાદી હોય છે.

ચંદ્રની રાશિ કર્ક બીજા ભાવમાં આવવાને કારણે આવી વ્યક્તિ ચતુર અને ચાપલૂસ હોય છે. તેમનો ઝુકાવ માતાના પક્ષવાળા તરફ એટલે કે નાના-નાની, મામા-મામી, માસી વગેરે તરફ વધુ હોય છે. આ લગ્નના વ્યક્તિએ કનિષ્ઠા આંગળીમાં પન્ના રત્ન ધારણ કરવું જોઈએ. તેને પહેરવાથી આત્મવિશ્વાસ વધે છે. આ વ્યક્તિએ કિન્નર પાસેથી આશીર્વાદ લેવા જોઈએ અને પોતાના દરવાજેથી કિન્નરને ક્યારેય ખાલી હાથ પાછા ન જવા દેવા જોઈએ. વૃક્ષો વાવવા અને તેની સંભાળ રાખવી એ આ લોકો માટે ફાયદાકારક છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.