ઉત્તરાખંડમાં ફક્ત કેદારનાથ જ નહિ પણ આ 4 મંદિર પણ આવેલા છે, જરૂર કરો આ મદિરના દર્શન.
ઉત્તરાખંડમાં શિવજીના પાંચ પૌરાણીક મંદિરોનો એક સમૂહ છે, જેને પંચકેદારના નામથી ઓળખવામાં આવે છે. આ સમૂહમાં કેદારનાથ, તુંગનાથ, રુદ્રનાથ, મધ્યમહેશ્વર અને કલ્પેશ્વર મહાદેવ મંદિર સામેલ છે. કલ્પેશ્વર મંદિરને છોડીને બીજા ચાર મંદિર શિયાળામાં ભક્તો માટે બંધ રહે છે, કારણ કે અહિયાંનું વાતાવરણ ઘણું ઠંડુ થઇ જાય છે અને હવામાન માણસ માટે અનુકુળ નથી રહેતું. અહિયાં સમયે સમયે બરફવર્ષા પણ થાય છે. ઉનાળાના દિવસોમાં આ મંદિર ભક્તો માટે ખોલી દેવામાં આવે છે.
ક્યારે, ક્યા મંદિરના ખુલશે દ્વાર?
આ વર્ષે 17 મે ના રોજ કેદારનાથ, તુંગનાથ અને રુદ્રનાથના દ્વાર ખોલવામાં આવશે. તેના થોડા દિવસો પછી એટલે કે 24 મે ના રોજ મધ્યમહેશ્વરના દ્વાર ખુલશે. કલ્પેશ્વર મંદિર તો આખું વર્ષ ભક્તો માટે ખુલ્લું રહે છે. તે ઉપરાંત બદ્રીનાથ ધામના દ્વાર 18 મે ના રોજ, ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર 14 મે ના રોજ ખોલવામાં આવશે.
કેદારનાથ ધામ : પંચ કેદારમાંથી એક કેદારનાથ મંદિર ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જીલ્લામાં આવેલું છે. કેદારનાથ બાર જ્યોર્તિલિંગ માંથી એક છે. તે રાજ્યના ચારધામમાં પણ સામેલ છે.
તુંગનાથ મંદિર : તુંગનાથ મંદિર રુદ્રપ્રયાગ જીલ્લામાં આવેલું છે. પંચ કેદારમાં આ મંદિર સૌથી ઉંચાઈ ઉપર આવેલું છે.
રુદ્રનાથ મંદિર : રુદ્રનાથ મંદિર ઉત્તરાખંડના ચામોલી જીલ્લામાં આવેલું છે. રુદ્રનાથ મંદિરમાં શિવજીના એકાનન એટલે કે મુખની પૂજા થાય છે.
મધ્યમહેશ્વર મંદિર : આ મંદિર રુદ્રપ્રયાગ જીલ્લામાં આવેલું છે. અહિયાં શિવજીની નાભીની પૂજા કરવામાં આવે છે.
કલ્પેશ્વર મંદિર : આ મંદિરમાં શિવજીની જટાઓની પૂજા કરવામાં આવે છે. આ મંદિર ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારમાં આવેલું છે.
આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.