ભારતના કેટલાક એવા મંદિર જેની માન્યતા અને પ્રસાદ છે બીજા મંદિરોથી એકદમ અલગ, જાણીને ચકિત થઈ જશો.
ભારતમાં દેવી દેવતાઓના લાખો મંદિર છે. આ મંદિરોમાં કરોડો લોકો પોતાના આરાધ્યને જાત જાતના ભોગ અને પ્રસાદ ચડાવે છે. અહીં સૌની માન્યતાઓ અને પરંપરાઓ પણ અલગ અલગ છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ દેશના કેટલાક એવા જ મંદિર વિષે જે તેમના અલગ અલગ પ્રકારના પ્રસાદને લઈને ઘણા ચર્ચામાં જળવાઈ રહે છે. આ મંદિરોમાં ઢોસાથી લઈને નુડલ્સ સુધીની વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે.
અલાગર મંદિર : મદુરઈમાં આવેલુ અલાગર મંદિર ભગવાન વિષ્ણુનું મંદિર છે અને આ મંદિરનું સાચું નામ કાલાસ્હાગર હતું. આ મંદિરમાં લોકો ભગવાન વિષ્ણુને ઢોસા ચડાવે છે. અહીં ઢોસાનો સૌથી પહેલો ભોગ ભગવાન વિષ્ણુને ચડાવવામાં આવે છે. બીજા ઢોસા ભગવાન વિષ્ણુના દર્શન કરવા આવતા ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચી દેવામાં આવે છે.
પનાકલા નરસિમ્હા મંદિર : આંધ્ર પ્રદેશના આ મંદિરમાં ભગવાન વિષ્ણુની એક મૂર્તિ નરસિંહના અવતારમાં સ્થિત છે. પ્રાચીન પરંપરા મુજબ આ મૂર્તિના મોઢામાં ગોળનું પાણી ભરવામાં આવે છે. અને એવું માનવામાં આવે છે કે પેટ ભરાઈ જવાની સ્થિતિમાં મૂર્તિના મોઢા માંથી અડધું પાણી બહાર આવવા લાગે છે, અને એ પાણીને ફરી શ્રદ્ધાળુઓમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.
ચાઈનીઝ કાળી મંદિર : કોલકાતામાં આવેલા ચાઈનીઝ કાળી મંદિરને આમ તો ચાઈનીઝ કાળી મંદિર નથી કહેવામાં આવતું. ખાસ કરીને ચાઈનાટાઉનના લોકો આ મંદિરમાં કાળી માં ની પૂજા કરવા આવે છે. આથી આ મંદિરનું નામ ચાઈનીઝ કાળી મંદિર પડી ગયું. પારંપરિક મીઠી વસ્તુને બદલે અહિયાં કાળી માં ને નુડલ્સનો પ્રસાદ ચડાવવામાં આવે છે.
કરણી માતા મંદિર : રાજસ્થાનમાં આવેલા કરણી માતા મંદિરમાં 20,000 કાળા ઉંદર રહે છે જેને પવિત્ર માનવામાં આવે છે. ભક્તો દ્વારા લાવવામાં આવેલા પ્રસાદ અને ચડાવાને પણ આ ઉંદરોને ખવરાવવામાં આવે છે. અહિયાં આવનારા ભક્તોને ઉંદરના થૂકથી ભરેલો પ્રસાદ આપવામાં આવે છે. લોકો એવું માની રહ્યા છે કે, આ પ્રસાદના સેવનથી જીવનમાં સુખ અને સમૃદ્ધી આવે છે.
મુરુગન મંદિર : તમિલનાડુના પલાની હિલ્સમાં આવેલું આ મંદિર પોતાના અલગ પ્રકારના પ્રસાદ માટે ઓળખાય છે. અહિયાં પ્રસાદ તરીકે કોઈ પારંપરિક મિષ્ઠાન નહિ પણ ગોળ અને ખાંડની કેંડી માંથી બનેલા જેમનો ઉપયોગ કરવામાં આવે છે. આ પવિત્ર જેમને પંચ અમૃતમ કહેવામાં આવે છે. આ મંદિરની પાસે જ એક પ્લાન્ટ પણ સ્થિત છે જ્યાં જેમ તૈયાર કરવામાં આવે છે.
કાલ ભૈરવ નાથ મંદિર : ઉજ્જેન શહેરના મુખ્ય મંદિરો માંથી એક કાલભૈરવ મંદિરમાં રોજ ડા રુ ધરાવવામાં આવે છે. એક વિશેષ પાત્રમાં ડા રુ લઈને મૂર્તિના મોઢા ઉપર રાખવામાં આવે છે અને જોત જોતામાં તે પાત્ર ખાલી થઇ જાય છે.
કામાખ્યા દેવી મંદિર : આસામના ગુવાહાટીમાં આવેલા કામાખ્યા મંદિરની સ્ટોરી ઘણી જ રસપ્રદ છે. જુનમાં થતા અંબુબાચી મેળા પહેલા ત્રણ દિવસ આ મંદિરને બંધ રાખવામાં આવે છે અને ચોથા દિવસે આ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવે છે. આ મંદિરમાં દેવીની ઉપસ્થિતિ વાળા નાના કપડાને શ્રદ્ધાળુઓમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.
આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.