પાણીનો ગ્લાસ હાથમાં પકડાવીને પ્રોફેસરે વિદ્યાર્થીને સમજાવી જીવનને સરળ બનાવતી વાત, દરેકે સમજવા જેવી છે.

0
699

કેટલાક લોકો હંમેશા તેની તેની તકલીફોના રોતડા રોતા રહે છે. તેમની પાસે વાત કરવા માટે તેના સિવાય બીજો કોઈ વિષય ન નથી રહેતો. એવું લાગે છે કે જેમ કે આખી દુનિયાની સમસ્યાઓ તેની સાથે છે. તે કારણે લોકો તેનાથી દુર ભાગવા લાગે છે.

જે લોકો તેની તકલીફોના રોતડા બધાની આગળ ગાતા રહે છે, તેમનું સામાજિક જીવન નષ્ટ થઇ જાય છે. ત્યાં સુધી કે તેમનું કૌટુંબિક જીવન પણ તેના કારણે પ્રભાવિત થવા લાગે છે. આજે અમે તમને એવો પ્રસંગ જણાવી રહ્યા છીએ, જેનો સાર એવો છે આપણે તકલીફો વિષે સતત ન વિચારવું જોઈએ, નહિ તો તેના કારણે આપણા જીવનમાં ઘણા વિકાર ઉત્પન થઇ શકે છે.

જયારે પ્રોફેસરે વિદ્યાર્થીને પૂછ્યો આ પ્રશ્ન :

એક પ્રોફેસર વર્ગમાં દાખલ થયા. તેમના હાથમાં પાણીનો ભરેલો એક ગ્લાસ હતો. તેમણે તેને બાળકોને દેખાડીને પૂછ્યું, આ શું છે?

વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો, ગ્લાસ.

પ્રોફેસરે ફરી વખત પૂછ્યું, તેનું વજન કેટલું હશે?

જવાબ મળ્યો લગભગ 100-150 ગ્રામ.

તેમણે ફરી પુછુયું, જો હું તેને થોડી વાર આવી જ રીતે પકડી રાખું તો શું થશે?

વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો, કશું જ નહિ.

પ્રોફેસરે ફરી પ્રશ્ન પૂછ્યો, જો હું તેને એક કલાક પકડી રાખું તો?

વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો, તમારા હાથમાં દુઃખાવો થવા લાગશે.

તેમણે ફરી પ્રશ્ન કર્યો, જો હું તેને આખો દિવસ પકડી રાખું તો શું થશે?

ત્યારે વિદ્યાર્થીઓએ કહ્યું, તમારી નસોમાં તણાવ આવી જશે. નસો સંવેદનશૂન્ય થઇ શકે છે. જેથી તમને લકવો થઇ શકે છે.

પ્રોફેસરે કહ્યું, એકદમ સાચું. હવે એ જણાવો શું તે સમય દરમિયાન આ ગ્લાસના વજનમાં કોઈ ફરક પડશે?

જવાબ હતો કે નહિ. ત્યારે પ્રોફેસર બોલ્યા, એ નિયમ આપણા જીવન ઉપર પણ લાગુ પડે છે. જો આપણે કોઈ સમસ્યાને થોડા સમય માટે આપણા મગજમાં રાખીએ છીએ. તો કોઈ ફરક નથી પડતો.

પણ જો આપણે મોડે સુધી તેના વિષે વિચારીશું, તો તે આપણા દૈનિક જીવન ઉપર અસર કરવા લાગશે. આપણું કામ અને કૌટુંબિક જીવન પણ પ્રભાવિત થવા લાગશે. એટલા માટે સુખી જીવન માટે જરૂરી છે કે સમસ્યાઓનો બોજ આપણા મગજ ઉપર હંમેશા ન રાખવો જોઈએ. સમસ્યાઓ વિચારવાથી નથી ઉકેલાતી. સુતા પહેલા તમામ સમસ્યાયુક્ત વિચારોને બહાર મૂકી દેવા જોઈએ. તેનાથી તમને સારી ઊંઘ આવશે અને તમે સવારે ફ્રેશ રહેશો.

લાઈફ મેનેજમેંટ : સમસ્યાઓને લઈને વધુ પરેશાન ન થવું જોઈએ. તેનાથી આપણું નુકશાન જ થાય છે. વધુ સમય સુધી સમસ્યાઓ વિષે વિચારતા રહીશું તો તેની આપનાં કૌટુંબિક જીવન ઉપર પણ નકારાત્મક અસર પડશે.