સોશિયલ મીડિયા પર આવતી ‘જાણવા જેવી વાતો’ જાણીને તમે પણ હસતા રહી જશો.

0
967

જાણવા જેવી વાતો (જનહિતમાં જારી)

ટ્રેનના પૈડાંમાં કદી પંચર પડતું નથી.

વગર ટિકીટે વિમાનમાં બેસી જાવ, તો તમને કોઈ અધવચ્ચે નહીં ઉતારી મુકે.

પેરેશૂટ એક જ એવી પ્રોડક્ટ છે, જેમાં કદી ‘ટ્રાયલ પિરિયડ’ હોતો નથી.

તમે બગાસું અને ખાંસી એક સાથે ખાઈ શકતા નથી. ટ્રાય કરી જોજો.

તમારા વાળ પાછળથી કેવા દેખાય છે, તે તમે ફક્ત હેરકટિંગ સલૂનના મિરરમાં જ જોઈ શકો છો.

તમે માર્ક કરજો, તમારી પીઠ પાછળ વાતો કરનારાઓ મોટા ભાગે સિનેમાહોલમાં તમારી પાછળની લાઈનમાં બેઠા હશે.

હસતાં હસતાં આંખોમાં પાણી આવી ગયાં હોય, એવા છ-છ ઇમોજી એક સાથે મોકલનારા માણસો એમની જિંદગીમાં એકવાર પણ એ રીતે હસ્યા હોતા નથી.

‘20% એકસ્ટ્રા ટૂથપેસ્ટ’ અને ‘20% એકસ્ટ્રા મેગી’ આ બે એવી ચીજો છે, જેમાં ખરેખર વીસ ટકા ‘એકસ્ટ્રા’ છે કે નહીં તે તમે કદી માપી શકવાના નથી. લખી રાખજો.

વારંવાર ‘લખી રાખજો’ એવું કહેનારા લોકો કદી કશું લખી રાખતા નથી.

મોટેભાગના લોકો બ્રશ કર્યા પછી પણ મોં બગાડી શકે છે.

અને હા, યુધ્ધમાં વપરાતી ટેન્કમાં પણ પંચર પડતાં નથી ! બોલો ખબર હતી?

મન્નુ શેખચલ્લી

સોર્સ : સોશિયલ મીડિયા વૉટ્સઅપ