હોસ્પિટલના પલંગ પર બેઠેલા બાપ-દીકરાનો આ સંવાદ તમને શીખ આપતો જશે, સમય કાઢી જરૂર વાંચજો.

0
535

હોસ્પિટલ માં મારા પલંગ ની બાજુ માં ખુરશી રાખી બેઠેલ મારો પુત્ર જેને મારા હાર્ટ ના ઓપરેશનની ખબર પડતાં વિદેશથી તેના તમામ કામ પડતા મૂકી મારી બાજુમાં બેસી ગયો હતો એ બોલ્યો.

પપ્પા, મમ્મી કહેતી હતી રૂમ ની બહાર આપણા ઘરે કામ કરતા ધ્રુવજીભાઈ સવારે આઠ થી રાત્રે આઠ… અને રાત્રે આપણા ઈસ્ત્રી વાળા રવજીભાઈ રાત્રે નવ થી સવારે સાત સુધી તમારા રૂમની બહાર બેઠા હોય છે…

હું ઘરે જાઉ ત્યારે… માળી, પાણી ની બોટલ આપવા આવતા, દૂધ ની થેલી આપવા આવતા ભાઈ… હાઉસ કિપિંગ વાળા ભાઈ….દરેક મને પૂછે છે.. પિન્ટુ ભાઈ તમે એકલા નથી અમે તમારી સાથે છીયે… કંઈ કામ હોય તો કહેજો… દરેકે પોતાના મોબાઈલ નંબર મને અને મમ્મી ને આપી દીધા છે.. તમે મારી ગેરહાજરી માં ખરી ટિમ ઉભી કરી છે…

બેટા મોટી વ્યક્તિઓ અસામાન્ય સંજોગો માં સમયનનું બહાનું બતાવી છટકી જાય છે.. અથવા રજા નથી.. એક સરળ અને સીધો જવાબ… આપી દે છે.. પણ આવી નાની વ્યક્તિઓ સમય કે રૂપિયા નો હિસાબ કરતા નથી.

બેટા કોણ કહે છે દુનિયા સ્વાર્થી છે…. તમારી નજર અને વ્યવહાર બદલો બધા તમારા જ છે.. યોગ્ય વ્યક્તિ ને યોગ્ય સમયે કરેલ મદદ… ખાનદાન વ્યક્તિઓ ભૂલતી નથી પછી તે ભલે કેમ નાની વ્યક્તિ ન હોય…

બેટા… મેં જીવન માં એક સિદ્ધાંત બનાવ્યો હતો… જરૂરિયાત વાળી વ્યક્તિઓ આપણી નજર સામે જ ફરતી હોય છે…. પછી તે કુટુંબ ના સભ્ય હોય કે આપણા રોજિંદી જીવન માં તે આપણે કોઈ પણ રીતે મદદ રૂપ બનતા હોય કે પછી મિત્ર હોય.

હું મંદિર આશ્રમ કે કોઈ સંસ્થામાં દાન આપવા ને બદલે આવી વ્યક્તિ ને સીધી મદદ કરી દેતો.. એ પણ કોઈ સામે વળતરની અપેક્ષા વગર….

ઘણી વ્યક્તિઓ 100 રૂપિયા આપી 200 નું કામ કઢાવે.. પાછા ગામ માં કહેતા ફરે પોતે 100 રૂપિયા ની મદદ કરી. આવી વિકૃત વ્યક્તિ ની મદદ કદી લેવી નહિ…

તારા વિદેશ ગયા પછી આ બધી વ્યક્તિઓ સાથે મેં આત્મીયતા વધારી.. આ બધી તને ખબર ન હોય… તારી માઁ ને પણ ખબર નથી…. આજે આ લોકો તેનું વળતર મને આપી રહ્યા છે.. બેટા આજે.. મેં કરેલ મદદ યોગ્ય અને સુપાત્ર ને કરી છે તેની ખાતરી થઈ ગઈ…

અમે વાત કરતા હતા….. ત્યાં કોટ પેન્ટ અને બેગ સાથે…. એક વ્યક્તિ અંદર આવી.. મેં કીધું અરે નાનું… આટલા વર્ષો તું ક્યાં હતો ?

નાનું આવી મને પગે લાગ્યો…. મને કહે સમીર ભાઈ સમય ને બદલતા ક્યાં વાર લાગે છે… એ યોગ્ય સમયે તમે મને મદદ ન કરી હોત તો હું દીવાલ ઉપર ફોટો બની લટકતો હોત…

પણ તું હતો ક્યાં…?

રાકેશભાઈ, એ દિવસે મારા પરિવારને રાત્રે ગામડે મૂકી તમે આપેલ 25000 સાથે હું નસીબ બનાવવા ગલ્ફ કન્ટ્રીમાં ભાગી ગયો હતો… પાંચ વર્ષ કાળી મજૂરી કરી આજે હું ત્યાં એક મોટો કોન્ટ્રાકટર બની ગયો છું.

નાનું આ મારો પુત્ર પિન્ટુ…જે USA થી અહીં મારી તબિયત ના સમાચાર સાંભળી દોડી ને આવ્યો..છે

રાકેશભાઈ હું પણ તમારા ઘરે ગયો હતો ભાભી એ વાત કરી એટલે દોડી ને અહીં આવ્યો છું.. આ બેગ તમારી છે…

પિન્ટુ બોલ્યો બેગ માં શુ છે ?

રાકેશભાઈ તમારા 25000 રૂપિયા વ્યાજ સાથે પરત…આ બેગ માં છે

જો નાનું હું એ રૂપિયા ભૂલી ગયો છું…. એટલે આ બેગ પાછી લઈ જા

રાકેશભાઈ ..તમે મારા મોટાભાઈનું સ્થાન લીધું છે…

તમેજ મને શીખવાડ્યું છે “જિંદગી બડી હોની ચાહિયે લંબી નહીં” ફક્ત ઉમ્મર થી મોટા નથી બનાતુ… એ હું તમારી પાસે થી શીખ્યો છું

નાનું ..રૂપિયા ની મને તકલીફ નથી.. હાથ જોડી કહું છું… નાનું આ બેગ પાછી લઈ જા…

નાનું એ સમયે માની ગયો અને કીધું, રાકેશભાઈ અહીંથી મારા ઘરધણી અને કરીયાણા ની દુકાન વાળા ને રૂપિયા ચૂકવ્યા વગર ભાગી ગયો હતો.. આજે વ્યાજ સાથે રૂપિયા ચુકવવા જઈ રહ્યો છું..

હું અને મારો પરિવાર હવે કાયમ માટે દેશ છોડીએ છીયે.. એ પહેલાં તમને ઘરે પગે લાગવા જરૂર આવીશ.. અત્યારે મને રજા આપો. કહી તે રૂમની બહાર નીકળ્યો.

પપ્પા આ વ્યક્તિ કોણ ? પિન્ટુ બોલ્યો

બેટા કોઈ તકલીફ માં આવે ત્યારે દવાખાના કે ઘર ના દરવાજે… સ્વજનો ની રાહ જુએ છે…. પણ જયારે… એજ સ્વજનો મુસીબત માં હોય ત્યારે તેને મદદ કરવા ને બદલે.. કોઈ સંસ્થા જ્ઞાતિ, આશ્રમ મંદિર માં દાન આપી કીર્તિ દાન કરતા હોય છે.. મુસીબત સમયે એમાંથી એકેય વ્યક્તિ કે સંસ્થા તમને કામ નથી આવતી.

તું મારા મિત્ર જતીનભાઈ ને ઓળખે ને…?

હા સારી રીતે… જતીન અંકલ

જતીન તેના પરિવાર અને કુટુંબ માં સૌથી વધારે સુખી અને ધનવાન વ્યકતી ગણાય. તેનો નાનો ભાઈ જેની સાથે મારે ઘણી આત્મીયતા છે.. તે ખાનગી નોકરી કરતો હોવાથી હાથ તેનો ખેંચ માં રહેતો…. એક વખત નોકરી જતી રહી ત્યારે ભાડા ભરવા ના રૂપિયા પણ તેની પાસે ન હતા… એ મને જ્યારે રસ્તા માં મળ્યો ત્યારે… તેને ચિંતા માં જોઈ મેં કીધું.. તું કોઈ તકલીફ માં લાગે છે.. ચલ આપણે ચા નાસ્તો કરીયે.. કહી અમે ઝાડ નીચે… ચા પીવા બેઠા…. જતીન નો નાનો ભાઈ.. જેને અમે પ્રેમ થી નાનું કહેતા….

મેં કીધું બોલ નાનું શુ તકલીફ છે…?

તેણે કીધું….સમીરભાઈ..છ મહિના થી નોકરી નથી, બચતો બધી વપરાઈ ગઈ છે… મકાન માલિક.. ભાડા ઉઘરાવે છે.. ઘરધણીએ આ મહિનો છેલ્લો એવી ચેતવણી આપી છે.. નહિતર સામાન બહાર… અને બાઇક મારુ બાકી નીકળતું ભાડું નહીં આપું ત્યાં સુધી જપ્ત….

આંખ માંથી આંસુ. તેની ચા ની રકાબી માં પડતા હતા…

મેં કીધું.. તારો. મોટો ભાઈ જતીન મદદ કરે તેમ નથી..?

ના સમીરભાઈ…તેણે કીધું… આ તારું રોજ નું રહયું.. તારી મુસીબત નો તું ડોક્ટર થા…… સમીરભાઈ એ વાત નું દુઃખ મને નથી કે તેમણે મને મદદ કેમ ન કરી પણ અમારી જ્ઞાતિ માં …જ્યારે કીર્તિદાન કરવા 5 લાખ નું દાન કર્યું ત્યારે મને થયું…. મારે પણ હવે લાગણી ના બંધનો તોડી… સ્વાર્થી અને નિર્દય બનવું પડશે…. અથવા તો મારા જીવન ને સમાપ્ત કરવું પડશે

અરે નાનું આજે તારો સમય ખરાબ છે… ધૈર્ય અને શાંતિ રાખ…અવળું વિચારવા નું છોડ.. અત્યારે તારે કેટલા રૂપિયા ની જરૂર છે ?

25000 ની …પણ હું તમને પાછા ક્યારે આપીશ.. એ વચન નથી આપતો… પણ આપીશ ત્યારે વ્યાજ સાથે પાછા આપીશ. એ નાનું નું તમને વચન છે….

કાલે તને તારા રૂપિયા મળી જશે.. પણ આ વાત જતીન ને ન કરતો…..મેં કીધું

બસ બેટા એ 25000 રૂપિયા આપી અમે છુટ્ટા પડ્યા..

આજે દસ વર્ષ પછી એ પાછો આવ્યો છે… ઈમાનદારી જો.. ઘરધણી અને કરીયાણા ની દુકાન ના પણ રૂપિયા વ્યાજ સાથે ચુકકવા એ આવ્યો છે..

બેટા… અમુક કર્મો સંચિત કર્મો કહેવાય છે…. જે ભલે કોઈ વળતર ની ભાવના સાથે ન કર્યાં હોય પણ.. ભગવાન આવા કર્મોની નોંધ જરૂર લે છે.

ત્યાં બારણું ખુલ્યું… અમારા હાથ માં હોસ્પિટલ નું બિલ 475000/- દવાખાના નો ક્લાર્ક મૂકી ગયો

પિન્ટુ એ મારી સામે જોયું…

પપ્પા તમારૂ બિલ કોઈએ ચૂકવી દીધું….છે

કોઈ નહી બેટા તપાસ કર એ નાનીયો જ હશે… અહીં બેગ લેવા ની ના પાડી એટલે બિલ ચૂકવી જતો રહ્યો

બેટા.. એક વાત કહું જ્યાં આપણી લાગણી ની કદર ન હોય આપણી લાગણી ને મજાક સમજી ગયા હોય તેવી જગ્યા એ થી શાંતિ થી ખસી જવું… આપણા પ્રેમ ને પામવા માટે સંસાર માં ઘણા લોકો રાહ જોઈ બેઠા હોય છે.. સમય અને રૂપિયા એવી જગ્યા એ ખર્ચો..જ્યાં તમારી કદર હોય…

મિત્રો.. સારા કાર્ય કરી ભૂલી જાવ

– સાભાર કીર્તિ પટેલ (અમર કથાઓ ગ્રુપ)