શ્રીકૃષ્ણ અને રુક્મિણીના આ સંવાદમાં કર્મનો સાચો સિધ્ધાંત વર્ણવવામાં આવ્યો છે.

0
555

મહાભારતનું યુ ધપુરું થયું અને, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા પરત આવ્યાં.

પટ્ટરાણી રુક્મિણી તેમની પાસે આવ્યાં અને પૂછ્યું – કર્ણનું શું?

એક શ્રેષ્ઠ મિત્ર, મહાપરાક્રમી અને મહાદાનેશ્વરી કર્ણનો શું દોષ હતો?

જેણે પોતાની માતા કુંતીને પણ, અર્જુન સિવાય કોઇપણ પાંડવને ના મા રવાનું વચનદાન આપ્યું !

ઇન્દ્રને પણ દાનમાં પોતાનાં કવચ કુંડળ આપી દીધાં.

એવાં મહાન દાતા ને ક્યા પાપે મા ર્યો?

શ્રીકૃષ્ણ બોલ્યા : મહારાણી, જ્યારે સાત સાત મહારથીઓ સામે સફળતાપૂર્વક એકલે હાથે લ ડીને મહાવીર અભિમન્યુ નીચે પડી ગયો અને સાવ મો તની સમીપ હતો, ત્યારે તેણે અસીમ આશાથી પાસે જ ઊભેલા કર્ણ પાસે પીવાનું પાણી માંગ્યુ !

તેને શ્રદ્ધા હતી કે – દુશ્મન હોવાં છતાં, મહાન દાનેશ્વરી કર્ણ એને જરૂર પાણી આપશે…

પણ, પોતાની પાસે જ ચોખ્ખા મીઠાં પાણીનો ઝરો હોવાં છતાં..

ફક્ત પોતાનો મિત્ર દુર્યોધન નારાજ ન થાય તે કારણે કર્ણ એ અભિમન્યુ ને પાણી ન આપ્યું. અને, એ બાળયો ધોતરસ્યો જમ રી ગયો !

હે રુક્મિણી, આ એક જ ‘પાપ’ એનાં જીવન આખા દરમિયાનનાં દાનથી મળેલાં પુણ્યને નષ્ટ કરવા/ભૂંસી નાખવા માટે પૂરતું હતું.

અને, કાળની અકળ ગતિ જુઓ કે – એ જ પાણી નાં ઝરણાંનાં કાદવમાં – એનાં રથનું પૈડું ફસાયું અને, તેનાં મો તનું કારણ બન્યું !!

આ જ છે – કર્મનો ‘સિદ્ધાંત’

કોઈને કરેલા અન્યાય ની એક જ પળ…

જીવન આખાની પ્રમાણિકતાનો ‘છેદ’ ઉડાડી મૂકે છે.

ખાસ નોંધ : દરેક ને પોતે કરેલા કર્મ નું ફળ અહીં જ ભોગવવા નું છે. કોઈ ની લાગણી અને વિશ્વાસ તોડવો એ સૌથી મોટું પાપ છે. અને ખાસ કરી ને એવા વ્યક્તિ નો કે જેમણે આંખો બંધ કરી ને તમારા પર ભરોસો કર્યો.

– સાભાર વિશાલ સોજીત્રા (અમર કથાઓ ગ્રુપ)