આ મસ્ત ગુજરાતી ગીત બોલીવુડના ગીતોને ધૂળ ચટાડે છે, જાણો કયું છે એ ગીત.

0
1041

એક મસ્ત ગુજરાતી ગીત મારા ફેસબુક મિત્રો માટે ફિલ્મ – હેલારો.

જેના હાથમાં રમે છે મારી મનની ઘૂઘરીઓ

જેના ઢોલથી ઝબૂકે મારા પગની વીજળીયો…

એવો આવ્યો રે આવ્યો રે અસવાર રે…

હું એની ડમરીની ધૂળ બની જાઉં, એ તાલ દે ને હું તાલી દઉં…

એણે મૂંગા ભૂંગામાં પાડી ધાડ રે…

એણે મીઠાના રણમાં વાવ્યું ઝાડ રે…

એણે સપના રાંધ્યા હું બેઠી ખાઉં…

એવો આવ્યો રે આવ્યો રે અસવાર રે…

હું એની ડમરીની ધૂળ બની જાઉં, એ તાલ દે ને હું તાલી દઉં…

એણે ચાલતી ન’તી હું તોય આંતરી…

મારે છેતરાવું’તું એવી છેતરી…

એણે પગલી પાડી હું કેડી થઉં…

એવો આવ્યો રે આવ્યો રે અસવાર રે…

હું એની ડમરીની ધૂળ બની જાઉં, એ તાલ દે ને હું તાલી દઉં…

અસવાર – સૌમ્ય જોશી

આલ્બમ : હેલારો.

(સાભાર યોગિતા માણેક, અમર કથાઓ ગ્રુપ)