ખુબ જ રહસ્યમયી છે ભારતનું આ પ્રસિદ્ધ મંદિર, જાણો શું છે તેની પાછળની સ્ટોરી.

0
416

આજ સુધી આ મંદિરના રહસ્યો વિષે જાણી શકાયું નથી, તેના ગર્ભગૃહમાં અખૂટ ખજાનો હોવાનું કહેવામાં આવે છે.

ભારત દેવી દેવતાઓની ધરતી છે. અહિયાં ઘણા પ્રાચીન અને ચમત્કારિક મંદિર છે. દેશમાં અલગ અલગ દેવી દેવતાઓના મંદિર જોવા મળે છે. આ મંદિર પોતાની સંસ્કૃતિ અને માન્યતાઓ માટે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. તે ઉપરાંત ભારતમાં ઘણા હજારો વર્ષ જુના રહસ્યમયી મંદિર પણ છે, જેના રહસ્ય ઉપરથી વિજ્ઞાન પણ પડદો ઉઠાવી નથી શક્યા. આવો જાણીએ એક એવા જ પ્રાચીન મંદિર વિષે જે પોતાના રહસ્યોને કારણે જ પ્રસિદ્ધ છે.

આ રહસ્યમયી મંદિર બિહારના સીતામઢીમાં આવેલું છે. આ ઐતિહાસિક મંદિરને રાની મંદિર (સ્વર્ણ મંદિર) ના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિર સાથે ઘણા કિસ્સા અને સ્ટોરીઓ જોડાયેલી છે જેના વિષે જાણવાની ઈચ્છા દરેકને હોય છે. આ મંદિરની બનાવટ પણ ઘણી સુંદર છે. તેના સ્થંભ ઉપર સુંદર નકશીકામ કરવામાં આવ્યું છે, જે તેની સુંદરતાને ખુબ વધારે છે.

કહેવામાં આવે છે કે, આ સુંદર મંદિરનું નિર્માણ કરવા વાળા કારીગરોના હાથકા પીનાખવામાં આવ્યા હતા, પણ તેની કોઈ સાબિતી નથી (ફક્ત લોકવાયકા છે). આ મંદિરના ઘણા રહસ્ય છે જેમાં ઈંટની અંદર રહેલી ગુફા પણ સામેલ છે. રાતના અંધારામાં પ્રકાશ જોવા મળે છે અને ઝાંઝરના ઝણકારનો અવાજ આવે છે. કહેવામાં આવે છે કે, આ અવાજ 2 કિલોમીટર સુધી સંભળાય છે. સ્થાનિક લોકો જણાવે છે કે, આ ઝાંઝરનો અવાજ રાણી રાજવંશી કુંવરનો છે.

આ મંદિરનું નિર્માણ લગભગ દોઢ એકર જમીનમાં કરવામાં આવ્યું છે અને તેની બનાવટ આગ્રાના તાજમહેલ સાથે મળતી આવે છે. કહેવામાં આવે છે કે રાણી રાજવંશી કુંવરે મંદિરને બનાવવા વાળા કારીગરોના હા થક પાવી દીધા હતા. તેણે એવું એટલા માટે કર્યું કે આ મંદિર જેવું બીજું કોઈ મંદિર ન બની શકે. રાણીએ મજૂરોના કુટુંબની જાળવણી જીવનભર કરી હતી.

મંદિરની પાછળની દીવાલ ઉપર તેનું નિર્માણ કરવા વાળા મજૂરોની મૂર્તિ બનાવરાવવામાં આવી છે. આ મંદિરના સોનાના મુકુટ અને સોનાના ઘરેણાની ચોરી થઇ ગઈ છે. એવું પણ કહેવામાં આવે છે કે બળ વાખોરોએ મંદિર પર કબજો કરી લીધો હતો.

કહેવામાં આવે છે કે, મંદિરના ગર્ભગૃહમાં અખૂટ ખજાનો છે, પણ તેની અંદર જઈને પાછુ આવવું મુશ્કેલ છે. તેમાં ઝેરીલા સાંપ રહે છે જે લોકોને ભોગ બનાવી લે છે. નેપાળથી છપાયેલા પુસ્તકમાં એવો દાવો કરવામાં આવ્યો છે. આ મંદિર સાથે જોડાયેલા રહસ્યો ઉપરથી આજ સુધી પડદો ઉઠી શક્યો નથી.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.