આ 5 જગ્યાઓ પર છે શિવજીના પગના નિશાન, જાણો તે જગ્યાઓ ક્યાં આવેલી છે?

0
489

શિવના પગનાં નિશાન :

શ્રીપદ- શ્રીલંકામાં રતન આઇલેન્ડ પર્વતની ટોચ પર સ્થિત શ્રીપદ નામના મંદિરમાં શિવના પગનાં નિશાન છે. આ ફૂટ પ્રિન્ટ્સ ૫ ફુટ ૭ઇંચ લાંબા અને ૨ ફુટ ૬ ઇંચ પહોળા છે. આ સ્થાનને શિવનોલીપદમ કહેવામાં આવે છે. કેટલાક લોકો તેને આદમ પીક કહે છે.

રુદ્ર પદાસ – તામિલનાડુના નાગપટ્ટિનમ જિલ્લાના તિરુવેનગડુ વિસ્તારમાં શ્રીસવેદનારાયશ્વર મંદિર, ‘રુદ્ર પદમ’ તરીકે ઓળખાતા શિવના પદચિહ્ન ધરાવે છે. આ ઉપરાંત તિરુવન્નામલાઈમાં પણ એક જગ્યાએ શિવના પગનાં નિશાન છે.

તેજપુર- આસામના તેજપુરમાં બ્રહ્મપુત્રા નદીની પાસે આવેલા રુદ્રપદ મંદિરમાં શિવનો જમણા પગના નિશાન છે.

જાગેશ્વર – ઉત્તરાખંડના અલ્મોરાથી ૩૬ કિલોમીટરના અંતરે, જાગેશ્વર મંદિરની ટેકરીથી સાડા ૪ કિલોમીટરના અંતરે જંગલમાં ભીમના મંદિરની નજીક શિવનો પદચિહ્ન. પાંડવોના દર્શન ન થાય તે માટે તેણે એક પગ અહીં અને બીજો પગ કૈલાસમાં મૂક્યો.

રાંચી- ઝારખંડમાં રાંચી રેલ્વે સ્ટેશનથી ૭ કિલોમીટર દૂર ‘રાંચી હિલ’ પર શિવજીના પગનાં નિશાન છે. આ સ્થાનને ‘પહાડી બાબા મંદિર’ કહેવામાં આવે છે.

– સાભાર પોપટભાઈ પટેલ ઘેલડા, અમર કથાઓ ગ્રુપ.