આ વિદેશી મહિલાને લાગ્યો છે કૃષ્ણ ભક્તિનો રંગ, ભક્તિ ગીતોથી જગતને કૃષ્ણમય કરી રહી છે.

0
582

કોણ છે તે વિદેશી કૃષ્ણ ભક્ત, જેના ભજન સાંભળવા દુર દુરથી આવે છે લોકો.

અમેરિકાના ન્યુયોર્કની રહેવાસી અચ્યુત ગોપી નામની વિદેશી મહિલા હિંદુ ધર્મમાં માને છે અને તે ભગવાન કૃષ્ણની ભક્ત છે. તે ભગવાન કૃષ્ણના ભક્તિ ગીતોને એટલી મધુરતાથી ગાય છે કે દુર દુરથી લોકો તેમના ભજન સાંભળવા માટે આવે છે. એટલું જ નહિ તેમનું કુટુંબ પણ ભગવાન કૃષ્ણને ખુબ જ માને છે.

અચ્યુત એક આધ્યત્મીક કંટેન્ટ નિર્માતા અને ગ્રેમી એવોર્ડ નોમીનેટેડ આર્ટીસ્ટ છે. તેમને તેમના ભક્તિ ગીતો માટે ઘણા બધા એવોર્ડ પણ મળી ચુક્યા છે. તેમણે જણાવ્યું કે, તેમના જીવનનો ઉદ્દેશ્ય છે કીર્તનના માધ્યમથી ભગવાનની ભકિતમાં લીન થવું. તેમને બાળપણથી જ ભગવાન પ્રત્યે આસ્થા રહી છે. અને તેમાં તેમના કુટુંબે તેમનો સહકાર પણ આપ્યો. અચ્યુતે જણાવ્યું કે, મારા કુટુંબ અને ટીચર્સના આશીર્વાદને કારણે હું આજે અહિયાં સુધી પહોંચી છું. મને આખી દુનિયામાં ફરવાની તક મળી. મને ગાવા અને લખવાનો શોખ છે.

તેમણે જણાવ્યું મેં મારા જીવનમાં અત્યાર સુધી ભક્તિ ગીતો અને ધ્યાન સમાધીની ઘણી શિબિરો આયોજિત કરી છે. હું ઈમાનદારીથી કહું છું કે તેના કારણે મારું જીવન ઘણું ઉત્તમ બન્યું છે. અને તેનાથી મને એક સારું જીવન જીવવાની તક મળી છે. મને નથી લાગતું કે આનાથી પણ સારું જીવન કોઈ હોઈ શકે છે.

અચ્યુતે જણાવ્યું હવે મારા કુટુંબ સાથે મેં NYC સમુદાય ઉપર મારા પ્રયત્નો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને કીર્તન, લેખન અને ભક્તિ યોગની અવિશ્વસનીય રીતે પરિવર્તનકારી પરંપરાની સુંદર પ્રથાઓમાં મારું મન લગાવી દીધું છે.

જણાવી દઈએ કે, તેમનું ઈંસ્ટાગ્રામ ઉપર govindagirl_acyutagopi નામથી એકાઉન્ટ છે. જેને 27 હજારથી વધુ લોકો ફોલો કરે છે. અને તેમણે એક પુસ્તક પણ લખ્યું છે, જેનું નામ છે પ્રેમ માલા છે. આ પુસ્તક માટે અચ્યુત અધ્યાત્મ શ્રેણીમાં 2020 નેક્સ્ટ જનરેશન ઈંડી બુક એવોર્ડની વિજેતા રહી હતી. એટલું જ નહિ અચ્યુતનું http://acyutagopi ડોટ me/ નામથી એક વેબ પેજ પણ છે. તેમાં અધ્યાત્મ સાથે જોડાયેલી ઘણી વાતો લખેલી છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.