31 માર્ચ સુધી મકર રાશિમાં રહેશે આ ગ્રહ, તેની અસરથી આ 4 રાશિવાળાના ચમકશે નસીબ.

0
1828

આ ગ્રહના પ્રભાવથી 31 માર્ચ સુધીમાં આ રાશિવાળાનું કાર્યક્ષેત્રમાં પ્રમોશન થઈ શકે છે, જાણો તમારી રાશિ શું કહે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૌરમંડળના દરેક ગ્રહ માનવ જીવનને પ્રભાવિત કરે છે. દરેક ગ્રહો માનવ જીવનના વિવિધ ક્ષેત્રોને અસર કરે છે. તેવી જ રીતે, સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ શુક્ર પ્રેમ, રોમાંસ, સુંદરતા અને ભૌતિક સુખ-સુવિધાઓને પ્રભાવિત કરે છે. આપણું લગ્નજીવન કેવું રહેશે તે પણ શુક્ર ગ્રહ નક્કી કરે છે.

જ્યારે આ ગ્રહ કોઈની કુંડળીમાં અશુભ સ્થિતિમાં હોય તો પ્રેમ કે લગ્ન જીવન બરબાદ થઈ જાય છે, અને જો તે શુભ હોય તો પ્રેમ કે લગ્ન જીવન સુખી અને સફળ રહે છે. તાજેતરમાં, આ ગ્રહ પોતાની રાશિ બદલીને મકર રાશિમાં આવી ગયો છે. આ ગ્રહ 31 માર્ચ સુધી આ રાશિમાં રહેશે. શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિઓને સૌથી વધુ ફાયદો થશે. આવો જાણીએ કઈ છે તે રાશિઓ.

મેષ રાશિ :

શુક્ર આ રાશિ માટે બીજા અને સાતમા ઘર (ભાવ) નો સ્વામી છે અને આ સમયે તે દસમા ઘરમાં એટલે કે કારકિર્દી અને ખ્યાતિના ઘરમાં છે.

તેની અસરથી આ રાશિના લોકોને ધન, સંપત્તિ ભેગી કરવાની ઘણી તકો મળશે. સંબંધોની બાબતમાં પણ તમે તમારા પ્રિયજનો સાથે સમય પસાર કરશો.

આ સમય દરમિયાન તમે એક પરફેક્ટ પાર્ટનરની શોધ કરી રહ્યા છો તો તે શોધ સમાપ્ત થઈ જશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારે કેટલીક નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

વૃષભ રાશિ :

આ રાશિના લોકો માટે શુક્ર પહેલા અને છઠ્ઠા ઘરનો સ્વામી છે અને આ સમયે તે ભાગ્ય સ્થાન એટલે કે 9 મા ઘરમાં છે. આ સમય દરમિયાન તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ કરશો.

શુક્રના પ્રભાવથી તમારા કાર્યક્ષેત્રમાં પ્રમોશન થઈ શકે છે. આ રાશિના લોકો ધાર્મિક કાર્યો અને પરોપકાર તરફ રૂચી રાખશે.

નાણાકીય રીતે આ સમયગાળો તમારા માટે સારો રહેશે, અને તમે સારું રોકાણ કરી શકશો. તમારે તમારા સ્વાસ્થ્યની સારી કાળજી લેવાની જરૂર છે.

ધનુ રાશિ :

ધનુ રાશિના લોકો માટે શુક્ર છઠ્ઠા અને અગિયારમા ઘરનો સ્વામી છે અને આ સમયે તે તમારા બીજા ઘર એટલે કે ધન સ્થાનમાં છે.

શુક્રના મકર રાશિમાં રહેવા દરમિયાન નાણાકીય સ્થિરતા આવશે અને તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. લગ્ન જીવન ખુશીઓથી ભરેલું રહેશે.

સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કેટલીક નાની-નાની સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાની શક્યતા છે, અને તેથી તમારે આ સમય દરમિયાન નિયમિત તપાસ કરાવવી જોઈએ.

મીન રાશિ :

શુક્ર મકર રાશિમાં રહે તે દરમિયાન ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે. આ સમય અધિકારીઓ પાસેથી પૈસા અને ધ્યાન આકર્ષિત કરવામાં મદદ કરશે.

પ્રેમ સંબંધો ખીલવાના છે. તમે આ ગોચર દરમિયાન જરૂરિયાતમંદ અને ગરીબોની મદદ કરવામાં તમારા પૈસા ખર્ચી શકો છો.

સ્વાસ્થ્યની દ્રષ્ટિએ, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે આ સમયગાળા દરમિયાન માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ અનુભવશો.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.